SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ગુરૂલઘુદ્રવ્યોમાં નિશ્ચય વ્યવહાર. [૨૯૯ निच्छयओ सव्वगुरुं, सबलहुं वा न विज्जए दव्वं । बायरमिह गुरुलहुयं, अगुरुलहुँ सेसयं सव्वं ॥६६०॥ ઢેકું, દીપક, વાયુ અને આકાશાદિ અનુક્રમે ગુસ્લઘુ-ગુરૂલઘુ અને અગુરુલઘુ દ્રવ્ય છે. એમ વ્યવહારનયનો મત છે; અને નિશ્ચયથી તો સર્વથા ગુરૂ અથવા સર્વ લઘુ દ્રવ્ય જ નથી. (કેવલ) સ્થૂલદ્રવ્ય ગુરૂલઘુ છે અને શેષ સર્વ અગુરુલઘુ છે. ૬૫૯-૬૬૦ જે દ્રવ્ય ઉંચે અથવા તિર્લ્ડ ફેંક્યું હોય, પણ સ્વભાવથીજ નીચે પડે છે, તે ઢેકું આદિ ગુરૂદ્રવ્ય છે, જે સ્વભાવથીજ ઉર્ધ્વગતિ સ્વભાવવાળું હોય, તે દીપકલિકાદિ લઘુદ્રવ્ય છે, જે ઉંચે અથવા નીચે ગતિ નહિ કરતાં કેવળ સ્વભાવથીજ તિર્યગતિવાળું હોય, તે વાયુ આદિ ગુરુલઘુદ્રવ્ય છે; અને જે ઉર્ધ્વ-અધો કે તિઝિંગતિમાંથી કોઈ પણ ગતિ નહિ કરનાર અથવા એ સર્વ ગતિ કરનાર હોય, તે આકાશ-પરમાણુ આદિ અગુરુલઘુદ્રવ્ય છે. આ પ્રમાણે વ્યવહારનયનું માનવું છે. નિશ્ચયનયના મતે તો એકાન્ત ગુરૂસ્વભાવવાળું કોઈ પણ દ્રવ્ય નથી, કારણ કે ઢેકું વિગેરે ગુરુસ્વભાવવાળું છે, તો પણ પરપ્રયોગથી તેની ઉર્ધ્વગતિ જણાય છે, તેમજ એકાન્ત લઘુદ્રવ્ય પણ નથી, કારણ અતિલઘુસ્વભાવવાળાં બાષ્પ વિગેરે પણ હસ્તતાડનાદિવડે અધોગામી જણાય છે. માટે એકાન્ત ગુરૂ અથવા એકાન્ત લઘુ વસ્તુજ નથી. પરંતુ આ લોકમાં ઔદારિકવર્ગણા વિગેરે અને પૃથ્વી પર્વતાદિ જે કોઈ સ્થૂલ વસ્તુ છે, તે સર્વ ગુરુલઘુદ્રવ્ય છે, અને શેષ-ભાષા-શ્વાસોચ્છવાસ-મનોવર્ગણા વિગેરે તથા પરમાણુ યણક અને આકાશ વિગેરે સર્વ વસ્તુ અગુરુલઘુ દ્રવ્ય છે. ૬૫૯-૬૬૦. અહીં વ્યવહારવાદી પૂછે છે કે जइ गरुयं लहुयं वा, न सबहा दबमत्थि तो कीस । उड्डमहोऽवि य गमणं, जीवाणं पोग्गलाणं च ? ॥६६१॥ उर्ल्ड लहुकम्माणं, भणियं गुरुकम्मणामहोगमणं । जीवा य पोग्गलावि य, उड्डा-होगामिणो पायं ॥६६२॥ જો એકાન્ત લઘુ અથવા-ગુરૂદ્રવ્ય નથી, તો જીવ અને પુગલોનું ઉર્ધ્વગમન અને અધોગમન શાથી થાય છે ? કેમ કે લઘુકર્મવાળાનું ઉર્ધ્વગમન અને ગુરૂકર્મવાળાનું અધોગમન કહ્યું છે. જીવ અને પુગલો પણ પ્રાયઃ ઉર્ધ્વગામી અને અધોગામી છે. ૬૬૧-૬૬૨. - વ્યવહારવાદી પૂછે છે કે જો એકાન્તગુરૂ અથવા એકાન્તલઘુ દ્રવ્ય કોઈ નથી, તો જીવ અને પુગલોનું અનુક્રમે ઉર્ધ્વગમન, અને અધોગમન શાથી થાય છે ? કારણ કે લઘુકર્મવાળાજીવોનું સૌધર્મદેવલોકાદિમાં ઉર્ધ્વગમન, અને ગુરૂકર્મવાળાઓનું સાતમીપૃથ્વી આદિમાં અધોગમન, સિદ્ધાન્તમાં કહ્યું છે. અથવા આ પ્રમાણે કહેવાથી શું ? સર્વ સિદ્ધાન્ત જાણનારાઓને પણ આ જાણીતું છે કે જીવો અને પુલો પ્રાયઃ ઉર્ધ્વલોકાન્તથી અધોલકાત્ત સુધી જાય છે અને અધોલીકાન્તથી ઉદ્ગલોકાન્ત સુધી જાય છે. પ્રાય: શબ્દથી શ્રેણિના અનુસાર તિછગમન પણ કરે છે. આ પ્રમાણે જો તેઓમાં ગુરૂતા અને લઘુતા ન હોય, તો તેઓ અધોગમન અને ઉર્ધ્વગમન શાથી કરે ? કહેવાનું તાત્પર્ય એ છે કે લોહગોલકાદિના અધોગમનમાં ગુરૂતા કારણ છે, દીપકલિકાદિના ઉર્ધ્વગમનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy