SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૮] ગુરૂલઘુ આદિ દ્રવ્યોનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તેજસ અને ભાષાદ્રવ્યની મધ્યમાં છે, તે ઉભયને અયોગ્યદ્રવ્યો છે, તે દ્રવ્યોનું અવગાહપરિમાણ અને ઉપલક્ષણથી અનન્તપરમાણુ યુક્ત સ્કંધોનું સ્વરૂપ; તેમજ જે દ્રવ્યોમાં અવધિજ્ઞાનનો આરંભ અને પતન થાય છે તે કહ્યું. એટલે કે પૂર્વે ૬૨૭મી ગાથામાં શિષ્ય પૂછ્યું હતું કે તૈજસ અને ભાષાની અત્તરાલે જે અયોગ્ય દ્રવ્ય છે, તેનું કેવું સ્વરૂપ છે, અને કેટલા પ્રદેશમાં અવગાહી રહેલા છે ? શિષ્યના આ પ્રશ્નનો ઉત્તર ગુરૂએ દારિકાદિ વર્ગણાઓનું સ્વરૂપ કહીને આપ્યો. ૬૫૪. ગુરૂલઘુ અને અગુરુલઘુ દ્રવ્ય પ્રથમ અવધિજ્ઞાની જુએ છે; એમ પહેલાં કહ્યું છે, તેમાં ગુરૂલઘુદ્રવ્યમાં આરંભાયેલ અને અગુરુલઘુદ્રવ્યમાં આરંભાએલ અવધિજ્ઞાનનું જ સ્વરૂપ છે તે કહે છે. गुरुलहुदवारद्धो, गुरुलहुदवाई पिच्छिउं पच्छा। इयराइं कोइ पेच्छइ, विसुज्झमाणो कमेणेव ॥६५५॥ अगुरुलहुसमारद्धो, उर्दु वड्डइ कमेण सो नाहो । वढेतो च्चिय कोइ, पेच्छइ इयराइं सयराहं ॥६५६॥ ગુરુલઘુદ્રવ્યથી આરંભાએલું (તૈજસ સમીપના દ્રવ્યથી શરૂ થએલું) અવધિ વધતું વધતું નીચેના (ઔદારિકાદિ) ગુરુલઘુદ્રવ્યોને જોઇને, પછીથી વિશુદ્ધ થઇને કોઇક (ભાષાદિ) અગુરુલઘુદ્રવ્યોને જુએ છે. અને વિશુદ્ધિ નથી પામતો, તે ગુરુલઘુદ્રવ્યોને વિશે કેટલાક કાળ રહીને પછી પડી જાય છે, તથા અગુરુલઘુદ્રવ્યથી આરંભાએલું (ભાષાસમીપનાં દ્રવ્યોથી શરૂ થએલું) અવધિ અનુક્રમે ઉપર વધે છે, પણ નીચે નથી વધતું, (કેમકે ઉપરનાંજ અગુરુલઘુ ભાષાદ્રવ્યો તે જુએ છે.) અને કોઇક અવધિજ્ઞાન તથાવિધવિશુદ્ધિવાળું થઇને વધતું (ઔદારિકાદિ,) ગુરુલઘુદ્રવ્યોને પણ એકી સાથે જુએ છે. ૬૫૫-૬૫૬. હવે પછીની ગાથાનો સંબંધ કરવાને શિષ્ય પ્રશ્ન કરે છે. गुरुलहुमगुरुलहुं वा, तेया-भासंतरेत्ति निद्दिढे । ओरालाईयाणं किं, गुरुलहुमगुरुलहुयं वा ? ॥६५७॥ તૈજસ અને ભાષાની અન્તરાલમાં ગુરૂલઘુ અને અગુરુલઘુદ્રવ્ય છે, એમ તમે કહ્યું છે. પરંતુ ઔદારિકાદિદ્રવ્યોમાંથી ક્યા ગુરુલઘુદ્રવ્ય છે અને ક્યા અગુરુલઘુદ્રવ્ય છે. ? તે કહો. ૬૫૭. આચાર્યશ્રી એ પ્રશ્નનો ઉત્તર કહે છે. (૪) ૩ોરાત્રિય-વેવિય-દિર -તેય ગુરુદુ વ્યા -મન-મસા, થાડું ૩૫મુર્તીદુચારું ૬૬૮ા દારિક-વૈક્રિય-આહારક-ને તૈજસ (તથા તેના જેવા જણાતા બીજા સ્થૂલદ્રવ્યો) ગુરુલઘુદ્રવ્યો છે, અને કાર્મણ-મન-ભાષા-ને શ્વાસોચ્છવાસ (તથા બીજા પરમાણુદ્ધયણુક અને આકાશ વિગેરે) અગુસ્લઘુદ્રવ્યો છે. ૬૫૮. એ વાતને વિશેષ સ્પષ્ટ કરવા વ્યવહાર અને નિશ્ચયનયની વિચારણાઓ કહે છે. गुरुयं लहुयं उभयं, नोभयमिति वावहारियनयस्स । दव् लेटुं दीवो, वाऊ वोमं जहासंखं ॥६५९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy