SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ભાવ વર્ગણાનું સ્વરૂપ. [૨૯૭ एगा एगगुणाणं, एगुत्तखुडिढ्या तओ कमसो । संखेज्जगुणाण तओ, संख्नेज्जा वग्गणा होंति ॥६५१॥ संखाईयगुणाणं संखाईया य वग्गणा तत्तो । होंति अणंतगुणाणं, दवाणं वग्गाणऽणंता ॥६५२॥ વપ-ર-ઘ-છાણ, દાંતિ વસં સમસમેvi . गुरुलहु-अगुरुलहूणं, बायर-सुहुमाण दो वग्ग ॥६५३॥ . એક ગુણવાળા પરમાણુ આદિની એક વર્ગણા, તે પછી અનુક્રમે એકોત્તર ગુણ વૃદ્ધિએ સંખ્યય ગુણવાળા પરમાણુઆદિની સંખ્યયવર્ગણાઓ, અસંખ્ય ગુણવાળાપરમાણુ આદિની અસંખ્યય વર્ગણાઓ અને અનન્તગુણવાળા પરમાણુઆદિ દ્રવ્યોની અનન્સી વર્ગણાઓ છે. વર્ણ-ગન્ધ-રસ ને સ્પર્શના સંક્ષેપે વીસ ભેદ છે, તેના ગુરૂલઘુ અને અગુરુલઘુ-પર્યાયનાં બાદર અને સૂક્ષ્મ એવા બે વર્ગ છે. ૬૫૧-૬૫૨-૬૫૩. એકગુણકૃષ્ણવર્ણવાળા પરમાણુ અને સ્કંધો જે હોય તે સર્વની એક વર્ગણા, દ્વિગુણકૃષ્ણવર્ણવાળા પરમાણુ આદિની બીજી વર્ગણા, ત્રિગુણકૃષ્ણવર્ણવાળા પરમાણુ આદિની ત્રીજી વર્ગણા. એ પ્રમાણે એકેક ગુણ વૃદ્ધિએ સંખ્યયગુણકૃષ્ણવર્ણવાળા પરમાણુ આદિની સંખ્યાતવર્ગણા, અસંખ્ય ગુણાકૃષ્ણવર્ણયુક્ત પરમાણુ આદિની અસંખ્યય વર્ગણા અને અનંતગુણાકૃષ્ણવર્ણયુક્ત પરમાણુ આદિની અનન્તીવર્ગણા છે. આજ પ્રમાણે બાકીના લીલો-લાલ પીળો અને સફેદ એ ચાર વર્ણમાં, સુરભિ અને દુરભિ એ બે ગધુમાં, તીખો-કડવો-કષાયેલો-ખાટો અને મીઠો એ પાંચ રસમાં, કર્કશ-કોમળભારી-હલકો-ઠેડો-ઉષ્ણ ચીકણો- અને સુક્કો એ આઠ સ્પર્શમાં, એમ સર્વ મળી વીસ ભેદોમાં દરેક ભેદની ઉપર મુજબ એક ગુણાની એક, સંખ્યયગુણાની સંખ્યય, અસંખ્ય ગુણાની અસંખ્યય અને અનન્તગુણાની અનન્તીવર્ગણા કહેવી. માત્ર એટલું વિશેષ કે જ્યાં વર્ણ હોય ત્યાં એકાદિગુણો વર્ણ કહેવો, ગબ્ધ હોય ત્યાં એકાદિગુણો ગબ્ધ કહેવો, રસ હોય ત્યાં એકાદિગુણો રસ કહેવો, અને સ્પર્શ હોય ત્યાં એકાદિ ગુણો સ્પર્શ કહેવો. - તથા ગુરૂલઘુ પર્યાયવાળી સ્થૂલ પરિણામ યુક્ત વસ્તુઓની એક વર્ગણા અને અગુરુલઘુ પર્યાયવાળી સૂક્ષ્મ પરિણામ યુક્ત વસ્તુઓની બીજી વર્ગણા, એમ બેજ વર્ગણા છે. આ પ્રમાણે એ ભાવ વર્ગણાઓથી સમસ્ત પુદ્ગલાસ્તિકાય ગ્રહણ કરાય છે, કેમ કે ઉપરોક્ત વર્ણાદિ ભાવ સિવાય અન્યત્ર પુગલો હોતા નથી. ૬૫૧-૬૫૨-૬૫૩. એ પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવવર્ગણાઓનું સ્વરૂપ કહીને હવે પ્રસ્તુત વિષયનું સ્મરણ કરી ઉપસંહાર કરે છે. भणियं तेया-मासाविमज्झदबावगाहपरिमाणं । ओहिन्नाणारंभो, परिणिट्ठाणं च तं जेसु ॥६५४॥ તૈજસ અને ભાષાદ્રિવ્યની મધ્યના દ્રવ્યોનું અવગાહ પરિમાણ, તથા જે દ્રવ્યોમાં અવધિજ્ઞાનનો આરંભ અને પતન થાય છે, તે કહ્યું. ૬૫૪. ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy