SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬] ક્ષેત્રવર્ગણાનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ વર્ગણા. હયણુકાદિથી અનન્તાણુપર્યતના બે પ્રદેશમાં અવગાહી રહેલા સ્કંધોની બીજી વર્ગણા. ચણકાદિથી અનન્તાણુપર્યંતના ત્રણ પ્રદેશમાં અવગાહી રહેલા સ્કંધોની ત્રીજી વર્ગણા. એ પ્રમાણે એકેક પ્રદેશની વૃદ્ધિએ સંખ્યાતા પ્રદેશમાં અવગાહી રહેલ સ્કંધોની સંખ્યાતી વર્ગણા. અને અસંખ્યય પ્રદેશમાં અવગાહી રહેલા સ્કંધોની અસંખ્યય વર્ગણા છે. એ વર્ગણાઓ અતિક્રમીને એક પ્રદેશની વૃદ્ધિએ વધતી અસંખ્યયપ્રદેશાવગાહીસ્કંધોની અસંખ્યય વર્ગણાઓ કર્મને ગ્રહણ યોગ્ય તીર્થકર ભગવાને કહેલી છે તે પછી થોડા પરમાણુઓથી બનેલી, સ્થૂલ પરિણામવાળી અને બહુ આકાશ પ્રદેશને અવગાહી રહેલી એકેક આકાશ પ્રદેશની વૃત્તિએ વધતી કર્મને અગ્રહણ યોગ્ય અસંખ્યય વર્ગણાઓ છે. તદનન્તર એ જ પ્રમાણે એકેક આકાશ પ્રદેશાવગાહની વૃદ્ધિએ વધતી મનને અગ્રહણયોગ્ય પણ અસંખ્યય વર્ગણાઓ છે. એટલી જ વર્ગણાઓ પાછી તેને ગ્રહણ યોગ્ય છે અને એટલી જ પુનઃ મનને અગ્રહણ યોગ્ય છે. એ જ પ્રમાણે શ્વાસોચ્છવાસ-ભાષા તૈજસ-આહારક-વૈક્રિયઅને ઔદારિક વર્ગણાઓના અગ્રહણ યોગ્ય-ગ્રહણ યોગ્ય, અને અગ્રહણ યોગ્ય એવા દરેકના ત્રણ ભેદ (દ્રવ્ય વર્ગણાઓથી વિપરીત પણે) ક્ષેત્રથી જાણવા. ધ્રુવાદિ દરેક વર્ગણાઓના સ્કંધો પણ અંગુલના સંખ્યય ભાગ આકાશપ્રદેશમાં અવગાહી રહ્યા છે એમ જાણવું. પરંતુ તેનો વિચાર અહીં નથી કર્યો, કારણ કે શરીરાદિમાં એ અનુપયોગી હોવાથી જીવોએ તે વર્ગણાઓને કદિપણ ગ્રહણ કરી નથી અથવા કર્મને અગ્રહણ યોગ્ય વર્ગણાઓમાં તેનો અન્તર્ભાવ સમજવો. અને દ્રવ્યવર્ગણાના અધિકારમાં યુવાદિ વર્ગણાઓનો વિસ્તારથી વિચાર કર્યો છે, તે કેવળ તેનું સ્વરૂપ જાણવા માટે જ કર્યો છે. કાળ અને ભાવ વર્ગણાઓ અનુક્રમે સમયાદિ સ્થિતિ તથા વર્ણાદિ માત્ર અંગીકાર કરીને સામાન્યથી કહેવાશે. આથી તે વડે પણ સમસ્ત પગલાસ્તિકાય ગ્રહણ કરાય છે એમ સમજવું. એ પ્રમાણે ક્ષેત્રવર્ગણા કહી. ૬૪૭-૬૪૮-૬૪૯. હવે કાળવર્ગણાઓનું સ્વરૂપ કહે છે. एगा समयठिईणं, संखेज्जा संखसमयठिइयाणं । होंति असंखेज्जाओ, तओ असंखेज्जसमयाणं ॥६५०॥ એક સમયની સ્થિતિવાળા પરમાણુઆદિની એકવર્ગણા, સંખ્યાતા સમયની સ્થિતિવાળા પરમાણુ આદિની સંખ્યાતી વર્ગણા અને અસંખ્યય સમયની સ્થિતિવાળા પરમાણુ આદિની સંખ્યય વર્ગણાઓ છે. ૬૫૦. અમુક વિવક્ષિત પરિણામથી સામાન્યપણે જે પરમાણુઓ અથવા સ્કંધો એક સમયની સ્થિતિવાળા હોય, તે સર્વની એક વર્ગણા જાણવી. એ જ પ્રમાણે એકેક સમયની વૃદ્ધિએ સંખ્યાતા સમયની સ્થિતિવાળા પરમાણુ આદિની સંખ્યાતી વર્ગણાઓ છે, અને અસંખ્યય સમયની સ્થિતિવાળા પરમાણુ આદિની અસંખ્યય વર્ગણાઓ છે, આ રીતે આ વર્ગણાઓથી સમસ્ત પુદ્ગલાસ્તિકાય ગ્રહણ કરાય છે, કેમ કે એક સમયની સ્થિતિથી માંડીને અસંખ્યય સમયની સ્થિતિ ઉપરાંત પુદ્ગલોની સ્થિતિ જ નથી. ૬૫૦. . હવે ભાવવર્ગણાઓનું સ્વરૂપ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy