SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪] અચિત્ત મહાત્કંધનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સંપૂર્ણ લોકને પૂર્ણ કરે-વ્યાપ્ત થાય, તે અચિત્તમહાત્કંધ કહેવાય છે. એ અચિત્તમહાત્કંધનું સંહરણ પણ પ્રતીલોમપણે પછીના ચાર સમયે થાય છે, એ પ્રમાણે એ અચિત્તમહાત્કંધમાં આઠ સમય લાગે છે. ૬૪૩. પ્રશ્ન :- અહીં પુદ્ગલોનો વિચાર ચાલે છે, તેમાં પુદ્ગલમહાત્કંધ એ અચેતન જ છે, તેને અચિત્તપણાનું વિશેષણ આપવાથી શું લાભ છે ? એ શંકાના સમાધાનાર્થે આચાર્યશ્રી કહે છે કે – जइणमुग्धायसचित्तकम्मपोग्गलमयं महाखंधं । पइ तस्समाणुभावो, होइ अचित्तो महाखंधो ।।६४४॥ જૈનસમુઘાતમાં સચિત્તકર્મ પુદગલમય મહાત્કંધ હોય છે, તેની સમાન અનુભાવ આદિવાળો અચિત્તમહાત્કંધ હોય છે, તેથી તેનાથી જુદો પાડવા અચિત્તપણાનું વિશેષણ આપ્યું છે.) ૬૪૪. અનન્તાન્તપરમાણુ પુદ્ગલસમૂહથી બનેલા સ્કંધનું સ્વરૂપ કહેવાનો અહીં અવસર છે, તેમાં જો “મહાત્કંધ” એટલું જ માત્ર કહ્યું હોય, તો કેવળ સમુદ્દઘાતમાં જીવાધિષ્ઠિત અનન્તાનન્ત કર્મ પુદ્ગલમય સ્કંધ થાય છે, તેનું પણ પ્રહણ થાય. કારણ કે પ્રસ્તુત મહાત્કંધના ક્ષેત્ર-કાળ-અને અનુભાવ, કેવળીસમુઠ્ઠાતમાં થતા કર્મપુદ્ગલમય મહાત્કંધની સમાન છે. જેમ કે- બન્ને મહાત્કંધો ચોથા સમયે સંપૂર્ણ લોક પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપે છે, આઠ સમય પર્યત રહે છે. તથા પાંચ વર્ણ બે ગન્ધ-પાંચ રસેં ને ચાર સ્પર્શ એ સોળ ગુણરૂપ અનુભાવ પણ બન્નેમાં સમાન છે, આ પ્રમાણે “મહાત્કંધ” એટલું જ કહેવાથી ક્ષેત્ર-કાળ અને અનુભાવની સમાનતાએ કેવળીસમુદ્રઘાતગત કર્મપુદ્ગલમય મહાત્કંધ પણ પ્રસ્તુત મહાત્કંધની સાથે ગ્રહણ થાય, અને અહીં એ કર્મપુદ્ગલમય મહાત્કંધનું પ્રયોજન નથી. આ કારણથી અચિત્તપણાના વિશેષણ વડે તેને જુદો કરાય છે, કેમ કે એ સમુઘાતગત કર્મયુગલમય મહાત્કંધ જીવાધિષ્ઠિત હોવાથી સચેતન છે. ૬૪૪. આ સંબંધમાં બીજા કેટલાંક મત છે, તે મત બતાવીને તેનું નિવારણ કરતા ભાષ્યકાર મહારાજ કહે છે કે - सबुक्कोसपएसो, एसो केई न चायमेगंतो। उक्कोसपएसो जमवगाहठिइओ चउट्ठाणो ॥६४५॥ अट्टप्फासो य जओ, भणिओ एसो य जं चउप्फासो । अण्णेऽवि तओ पोग्गलभेया संतित्ति सद्धेयं ॥६४६॥ સર્વોત્કૃષ્ટપ્રદેશીસ્કંધ તે અચિત્તમહાત્કંધ છે, એમ કેટલાક કહે છે. (એઓનું એ કહેવું સત્ય નથી;) કેમકે ઉત્કૃષ્ટપ્રદેશમસ્કંધ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વળી પ્રજ્ઞાપનામાં આઠ સ્પર્શવાળો ઉત્કૃષ્ટમહાત્કંધ કહ્યો છે. અને આ અચિત્તમહાત્કંધ તો ચાર સ્પર્શવાળો છે, તેથી આના સિવાય બીજા પણ પુગલવિશેષો છે, એમ માનવું. ૬૪૫-૬૪૬. આ પ્રસ્તુત અચિત્તમહાધ સર્વથી ઉત્કૃષ્ટપ્રદેશોથી બનેલો છે, કારણ કે ઔદારિકાદિ સર્વ વર્ગણાઓ કહ્યા પછી છેવટે આ મહાત્કંધ કહ્યો છે, તેથી જણાય છે કે આ જ મહાત્કંધ સર્વોત્કૃષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy