________________
૨૦] વર્ગણાનું સ્વરૂપ.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ આદિવર્ગણાના વિભાગે પુદ્ગલવર્ગણાનું સ્વરૂપ તેમણે કહ્યું છે. ૬૩૨. હવે એજ વર્ગણાઓનું સ્વરૂપ સવિસ્તાર કહે છે.
एगा परमाणूणं, एगुत्तरवड्डिया तओ कमसो।। संखेज्जपएसाणं, संरोज्जा वग्गणा होंति ॥६३३॥ तत्तो संखाइआ, संखाइयप्पएसमाणाणं । तत्तो पुणो अणंताणंतपएसाण गंतूणं ।।६३४॥ ओरालियस्स गहणप्पाओग्गा वग्गणा अणंताओ।
अग्गहणपाओग्गा, तस्सेव तओ अणंताओ ॥६३५॥ એકેક પરમાણુઓની એક વર્ગણા, તે પછી અનુક્રમે એકેક પ્રદેશની વૃદ્ધિએ સંખ્યાતા પ્રદેશો સુધીની સંખ્યાતી વર્ગણા હોય છે, પછી પણ તેવી રીતિએ અસંખ્યાતપ્રદેશોની અસંખ્યાતી વર્ગણા હોય છે, પુનઃ અનંતાનંતપ્રદેશોની અનંતીવર્ગણા ઉલ્લંઘીને ઔદારિક શરીરને ગ્રહણ યોગ્ય અનંતી વર્ગણાઓ છે, અને તે પછી તેને જ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ તે જ જાતની અનંતી છે. ૬૩૩-૬૩૪-૬૩૫.
સજાતીય વસ્તુઓનો સમુદાય તે વર્ગણા કહેવાય છે. સમુદાય, સમૂહ, વર્ગ, રાશિ, એ બધા એના પર્યાય એટલે જુદા જુદા નામો છે. તેથી અહીં સમસ્ત લોકાકાશના પ્રદેશમાં રહેલા એકેક છુટા પરમાણુઓનો સમુદાય, તે એક વર્ગણા છે. તે પછી સમસ્ત લોકાકાશપ્રદેશવર્તિ બે પ્રદેશવાળા સ્કંધોનો સમુદાય, તે બીજી વર્ગણા. એ જ પ્રમાણે ત્રિપદેશીસ્કંધોના સમુદાયની ત્રીજી વર્ગણા. ચારપ્રદેશીસ્કંધોના સમુદાયની ચોથી વર્ગણા. પાંચ પ્રદેશીસ્કંધોના સમુદાયની પાંચમી વર્ગણા. છપ્રદેશીસ્કંધોના સમુદાયની છઠ્ઠી વર્ગણા. એ રીતે એકેક પ્રદેશની વૃદ્ધિએ છેક સંખ્યાત્ પ્રદેશી ઢંધોની સંખ્યાતા વર્ગણા હોય છે, તે પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ અસંખ્યાતપ્રદેશમસ્કંધોની અસંખ્યાતી વર્ગણા અને તે પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ અનંત પ્રદેશીસ્કંધોની અનંતી વર્ગણાઓ તો, ઔદારિક શરીરને નહિ ગ્રહણ કરવા યોગ્ય છે. એ ઔદારિક શરીરને નહિ ગ્રહણ કરવા યોગ્ય વર્ગણાઓ બાદ, એકેક પ્રદેશની વૃદ્ધિએ તથાવિધ વિશિષ્ટ પરિણામથી પરિણત એવી અનંત પ્રદેશીસ્કંધોની અનંતી વર્ગણાઓ ઔદારિક શરીરને ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે ઔદારિક શરીર ઉત્પન્ન કરવાને યોગ્ય છે. તે પછી એ ગ્રહણ યોગ્ય અનંતી વર્ગણા બાદ, એકેક પ્રદેશની વૃદ્ધિએ વધતી પુનઃ ઔદારિક શરીરને અયોગ્ય એવી અનંતી વર્ગણાઓ છે.
આ વર્ગણાઓ ઘણા પરમાણુદ્રવ્યોથી બનેલી અને સૂક્ષ્મપરિણામવાળી હોવાથી ઔદારિક શરીરને અગ્રહણ યોગ્ય છે. તેમજ વૈક્રિયની અપેક્ષાએ થોડા પરમાણુદ્રવ્યોથી બનેલી અને સ્થલ પરિણામવાળી હોવાથી વૈક્રિય શરીરને પણ ગ્રહણ કરવા યોગ્ય નથી. માત્ર એ વર્ગણાઓ ઔદારિક શરીર યોગ્ય વર્ગણાઓની સમીપ હોવાથી તેના જેવી જણાય છે, તે કારણથી એ ઔદારિકને અગ્રહણ યોગ્ય કહેવાય છે. ૬૩૩-૬૩૪-૬૩૫. હવે કામણ પર્યંતની બાકીની વર્ગણાઓનું સ્વરૂપ કહે છે.
एवमजोग्गा जोग्गा, पुणो अजोग्गा य वग्गणाणंता । वेउब्बियाइयाणं, नेयं तिविगप्पमेक्केक्कं ॥६३६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org