SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] દ્રવ્યવર્ગણા અંગે કુચિકર્ણનું દષ્ટાંત. [૨૮૯ गुरुलहु तेयासन्नं भासासन्नमगुरुं च पासेज्जा । आरंभे जं दिटुं, दतॄणं पडइ तं चेव ॥६२९॥ પ્રસ્થાપક એટલે અવધિજ્ઞાનનો આરંભક, શરૂમાં, તૈજસ અને ભાષાદ્રવ્યની વચમાંના, પણ એ ઉભયને અયોગ્ય એવાં દ્રવ્ય જુએ છે. તૈજસની સમીપનું દ્રવ્ય ગુરૂલઘુ અને ભાષાસમીપનું દ્રવ્ય તે અગુરુલઘુ છે, તેને જાએ. તે અવધિ પડવાનું હોય તો આરંભમાં જે દ્રવ્ય જોયું હોય, તે દ્રવ્ય જોઈને અંતે તે પડી જાય છે. ૬૨૮-૬૨૯. તેજસ અને ભાષાદ્રવ્યની મધ્યનું અને એ ઉભયને અયોગ્યદ્રવ્ય જુએ છે, એમ કહ્યું છે, તે માટે શિષ્ય પૂછે છે કે तेया-भासाजोग्गं, किमजोरगं वा तयंतराले जं । ओरालियाइतणुवग्गणाकमेणं तयं सझं ॥६३०॥ તૈજસ અને ભાષાદ્રવ્યની અત્તરાલે જે દ્રવ્ય છે, તે તૈજસ અને ભાષાદ્રવ્યને યોગ્ય છે કે અયોગ્ય છે? (કેવું છે? કેટલાં પ્રદેશનું છે ?) પરમાણુ, બે પરમાણુના, ત્રણ પરમાણુઓના સ્કંધના સમૂહથકી ઔદારિકાદિ શરીરવર્ગણાની પ્રરૂપણા કર્યા બાદ તે સમજાવી શકાય એમ છે. ૬૩૦. (૩૬) ૩રીત-રિવા-હરૉય-ભાસ-પાન-મ-જેમને . अह दबवग्गणाणं, कमो विवज्जासओ खेत्ते ॥६३१॥ ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-ભાષા-શ્વાસોશ્વાસ-મન અને કાર્મણ, (એ આઠ) વર્ગણામાં અનુક્રમે દ્રવ્યસમૂહ વધારે છે, અને ક્ષેત્રમાં (એથી) વિપરીતક્રમ છે. ૬૩૧. આ નિર્યુક્તિની ગાથા કુચિકર્ણ શેઠના ગોવાળના ઉદાહરણ પૂર્વક ભાષ્યકાર મહારાજ વિસ્તારથી સમજાવતા કહે છે કે. “ __ कुइकण्णगोविसेसोवलक्खणोवम्मओ विणेयाणं । दव्वाइवग्गणाहिं, पोग्गलकायं पयंसेंति ॥६३२॥ કુચિકર્ણની ગાયોના તફાવતને જાણવાના દૃષ્ટાન્તથી તીર્થંકર-ગણધરો શિષ્યોને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ તથા વર્ગણા વડે, સમસ્ત પગલાસ્તિકાય પ્રરૂપે છે. ૬૩૨. આ ભરતક્ષેત્રના મગધ દેશમાં ઘણી જ ગાયોના સ્વામિ કુચિકર્ણ નામનો ગૃહપતિ હતો, તે ગૃહપતિ ગાયો ઘણી હોવાથી તેનાં હજાર-દસહજાર સંખ્યાના ટોળાં કરીને તે દરેક ટોળાનું ભિન્ન ભિન્ન પાલન કરવા, તેણે ઘણા ગોવાળો નિમાર્ણ કર્યા. તે ગોવાળો જયારે એ બધી ગાયો પરસ્પર મળી જાય ત્યારે પોતપોતાની ગાયો નહિ ઓળખવાથી પરસ્પર કલહ કરવા લાગ્યા, તે પ્રમાણે અન્યોન્ય કલહ કરતા જાણીને કુચિકર્ષે તેઓનો કલહ દૂર કરવા એ ગાયોમાંથી શ્વેત, કાળી-રાતીકાબરી વિગેરે ભિન્ન ભિન્ન વર્ણની ગાયોનાં ટોળાં કરીને દરેક ગોવાળને સોંપ્યાં. એજ પ્રમાણે સજાતીય પુદ્ગલ પરમાણુના સમુદાયરૂપ વર્ગણાની વ્યવસ્થા છે. ઉપર કહેલા દિષ્ટાન્તનો ઉપનય પણ સમજાવે છે. ગાયોના સમૂહના સ્વામિતુલ્ય તીર્થકર, ગોવાળ સમાન પોતાના શિષ્યો, ગાયોના સમૂહ તુલ્ય પુદ્ગલાસ્તિકાય જાણવો, તે સારી રીતે સમજાય તે માટે પરમાણુ ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy