SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮] અવધિજ્ઞાનનો આરંભ અને અંતનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ કાળથી ક્ષેત્ર-દ્રવ્ય-અને ભાવોનું અનુક્રમે સૂક્ષ્મપણું જણાવવા કહે છે કે – कालो खित्तं दबं, भावो य जहुत्तरं सुहुमभेया । થવા-સંધ્યા-wતા-સંધ્યા યામવિસગ્ન દરરૂ કાળ-ક્ષેત્ર-દ્રવ્ય-ને ભાવ અનુક્રમે સૂક્ષ્મ ભેદવાળા છે, કારણ કે અવધિજ્ઞાનના વિષયમાં અનુક્રમે તેઓ થોડા-અસંખ્યગુણા અનંતગુણા અને સંખ્યાત કે અસંખ્યાતગુણા છે. ૬૨૩. એજ વાત સ્પષ્ટ કરી કહે છે. सब्बमसंखेज्झगुणं, कालाओ रोत्तमोहिविसयम्मि । अवरोप्परसंबद्धं, समय-पएसप्पमाणेणं ॥६२४॥ खेत्तपएसेहितो, दब्बमणंतगुणियं पएसेहिं 1 दब्वेहिंतो भावो, संखगुणोऽसंखगुणिओ वा ॥६२५॥ અવધિજ્ઞાનના વિષયમાં પરસ્પર સંબંધવાળા દ્રવ્યાદિમાં સર્વક્ષેત્રનું પ્રમાણ પ્રદેશ પ્રમાણવડે કાળના સમયની અપેક્ષાએ અસંખ્યાતગુણ છે. ક્ષેત્ર પ્રદેશોથી દ્રવ્ય અનન્તગણું છે. તથા દ્રવ્યપ્રદેશોથી ભાવ (પર્યાય) સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અસંખ્યાતગુણા છે. હવે પૂર્વોક્ત વિષયનો ઉપસંહાર કરવા તથા હવે કહેવાના નિર્યુક્તિના વિષયની પ્રસ્તાવના કરવા ભાષ્યકાર કહે છે કે – भणियं खेत्तपमाणं, तम्माणमियं भणामि दबमओ । , તે રિસમારંભે, પરિભઠ્ઠા વિમો વા? દરદી (જઘન્યાદિ ત્રણ પ્રકારે) ક્ષેત્રનું પ્રમાણ કહ્યું, હવે પછી ક્ષેત્રપ્રમાણથી પરિછિન્ન દ્રવ્યનું સ્વરૂપ કહીશ. તે દ્રવ્ય (અવધિજ્ઞાનના વિષયના) આરંભમાં-અંતમાં અને મધ્યમાં કેવું હોય ? તે કહીશ. ૬૨૬. (૨૮) તૈયા-માસાવા, સંતરા પ્રત્યે તમ પદૃવો ! गुरुलहु अगुरुयलहुयं, तंपि य तेणेव निट्ठाइ ॥६२७॥ તૈજસ અને ભાષાદ્રવ્યની અત્તરાલે રહેલા ગુરૂલઘુ અને અગુરુલઘુ દ્રવ્યને અવધિજ્ઞાનનો પ્રારંભક જાણે છે. અને તે અવધિજ્ઞાન તેજ સ્વરૂપે પડી જાય છે. ૬૨૭. તેજસ અને ભાષાદ્રવ્યની મધ્યમાં દ્રવ્ય, જે દ્રવ્યો તૈજસ અને ભાષાને યોગ્ય નથી, તેવા ગુરૂલઘુ અને અગુરુલઘુ પર્યાયયુક્ત દ્રવ્યને અવધિજ્ઞાનની પ્રારંભમાં જાણે છે. તેમાં જે તૈજસદ્રવ્યની સમીપનાં દ્રવ્ય તે ગુરૂલઘુદ્રવ્ય છે, અને ભાષાદ્રવ્યની સમીપનાં દ્રવ્ય તે અગુરુલઘુદ્રવ્ય છે, તે દ્રવ્યને જાણનાર અવધિજ્ઞાન, અવધિજ્ઞાનાવરણ કર્મના ઉદયથી પડે ત્યારે તે જ કહેલા ગુરૂલથુઆદિ સ્વરૂપવાળા પ્રાપ્ત થયેલા દ્રવ્યો વડે નિષ્ઠા પામે છે - પડી જાય છે. આ ન્યાય પ્રતિપાતિ અવધિજ્ઞાનમાં છે, પણ તે અવશ્ય પડે છે જ એમ નહિ. ૬૨૭. पट्टवओ नामावहिनाणस्सारंभओ तयाईए। उभयाजोगं पेच्छइ, तेयाभासंतरे दबं ॥६२८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy