________________
ભાષાંતર]
ક્ષેત્ર અને કાળથી અવધિજ્ઞાનનું પ્રમાણ.
[૨૮૫
खेत्तमसंरोजंगुलभागं पासंतमेव कालेणं । आवलियाए भागं, भूयमणागयं च जाणाइ ॥६११॥ तत्थेव य जे दव्वा, तेसिं चिय जे हवंति पज्जया । ફુચ ઐત્તે મિક્સ ૨, નોજ્ઞા -ના દરી संखेज्जंगुलभाए, आवलियाएवि मुणइ तइभागं । अंगुलमिह पेच्छंतो, आवलियंतो मुणइ कालं ॥६१३॥ आवलियं मुणमाणो, संपुण्णं खेत्तमंगुलपुहुत्तं ।
एवं खेत्ते कालं, काले खेत्तं च जोएज्जा ।।६१४॥ અવધિજ્ઞાની અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રને જોતાં કાળથી અતીત અનાગત આવલિકાના અસંખ્યાતમા ભાગને જાણે છે. (એટલે કે, તે ક્ષેત્ર-કાળમાં રહેલા (અવધિયોગ્ય) દ્રવ્યો અને તેના પર્યાયો જાણે છે, એ પ્રમાણે ક્ષેત્ર અને કાળમાં દ્રવ્ય અને પર્યાયની સર્વત્ર યોજના કરવી. અંગુલના સંખ્યામાં ભાગને જાણનાર આવલિકાના સંખ્યામાં ભાગને જાણે છે, અંગુલ પ્રમાણક્ષેત્ર જાણનાર આવલિકાન્તઃ કાળ જાણે છે, આવલિકા પર્યત કાળ જાણનાર સંપૂર્ણ અંગુલપૃથફત્વ ક્ષેત્ર જાણે છે, એ પ્રમાણે ક્ષેત્રમાં કાળ અને કાળમાં ક્ષેત્રની યોજના કરવી. ૬૧૧ થી ૬૧૪. (રૂ) સંàમિ ૩ ને, રવ-સમુદાય હોંતિ સંજ્ઞા
कालम्मि असंखेज्जे, दीव-समुद्दा य भइअव्वा ॥६१५॥ સંખ્યાતા કાળનું જ્ઞાન થયે દીપ-સમુદ્રો પણ સંખ્યાતા જણાય છે, અને અસંખ્યાતા કાળનું જ્ઞાન થયે દ્વીપ-સમુદ્રોની ભજના જાણવી. ૬૧૫.
માસ-વર્ષાદિરૂપ કાળ તે સંખ્યાનો કાળ કહેવાય છે, અહીં મૂળમાં “તું” શબ્દ છે - તે વિશેષણ
. એથી એક હજાર વર્ષ ઉપરનો કાળ તે અહીં સંખ્યાતો કાળ ગણવો. આજ કારણથી પૂર્વની ૬૧૦મી ગાથામાં “વાસદર ૨ યા”િ એટલે રૂચકદ્વીપ સુધીના ક્ષેત્રનું જ્ઞાન થયે કાળથી હજાર વર્ષ પર્યત જાણે છે, એવું પાઠાન્તર છે, એવું હજાર વર્ષ ઉપરાંત સંખ્યાતાકાળ સંબંધી અવધિજ્ઞાન પ્રાપ્ત થયે ક્ષેત્રથી પણ સંખ્યાતા દ્વીપ-સમુદ્રને અવધિજ્ઞાની જાણે છે. અપિ શબ્દ ગ્રહણ કર્યો છે તેથી મોટો એક દ્વીપ અગર તેનો એક દેશ પણ જાણે છે, તથા પલ્યોપમારિરૂપ અસંખ્યાતા કાળ સંબંધી અવધિજ્ઞાન પ્રાપ્ત થયે ક્ષેત્રથી ભજના હોય છે, એટલે કે કોઈ મનુષ્યને અસંખ્યાત કાળ પર્વતનું જ્ઞાન પ્રાપ્ત થયે ક્ષેત્રથી પણ અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર પર્વતનું જ્ઞાન થાય છે, કોઈ વખત મોટા સંખ્યાતા દ્વીપ સમુદ્ર પર્વતનું થાય છે. કોઈ વખત એક મોટા દ્વીપ સમુદ્રનું થાય છે અને કોઈ વખત તેના એક દેશનું જ્ઞાન થાય છે, આવું અવધિ સ્વયંભુરમણના તિર્યંચનું જાણવું. અથવા સ્વયંભૂરમણ વિષયક મનુષ્યનું બાહ્યાવધિ અથવા તે વિષયવાળું મનુષ્યનું અસંબદ્ધ અવધિ જાણવું, પણ યોજનની અપેક્ષાએ તો સર્વ પક્ષોમાં અસંખ્યાતું ક્ષેત્ર જ સમજવું. ૬૧૫.
એ પ્રમાણે નિયુક્તિની ગાથાનો અર્થ કહ્યો, હવે તે ઉપર ભાષ્ય કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org