SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અવધિની પંદર પ્રતિપત્તિઓ. [૨૭૩ ઉત્તર :- કર્મના ક્ષયોપશમ વિગેરે દ્રવ્ય ક્ષેત્ર આદિ પામીને થાય છે; કારણ કે પુષ્પમાળા, ચન્દન, સર્પ વિષ વિગેરે દ્રવ્યો પામીને પ્રાણીઓને સુખ-દુ:ખ આદિના ઉદય વિગેરે તીર્થંકરગણધરોએ સિદ્ધાન્તમાં કહેલ છે, અને એ પ્રમાણે પ્રત્યક્ષથી પણ જણાય છે, આ કારણથી દેવનારકીને તે ભવની અપેક્ષાએજ ક્ષયોપશમ નિમિત્તવાળું અવધિજ્ઞાન અવશ્ય હોય છે. ૫૭૫. હવે પૂર્વે કહેલ પદમી જે નિર્યુક્તિ ગાથા છે. તેનું વ્યાખ્યાન કરવા ભાષ્ય કહે છે. इय सबपयडिमाणं कह कमवसवण्णवत्तिणी वाया । वोच्छिति सव्वं, सब्बाउणावि संखेज्जकालेणं ? ॥५७६॥ એ પ્રમાણે સર્વ ભેદોનું પ્રમાણ, ક્રમસર વર્ણ (અક્ષર)ને અનુસરનારી એવી વાણીથી સર્વઆયુષ અને સંખ્યાતાકાળ વડે કેમ કહી શકાય? ૫૭૬. હવે ચૌદ પ્રકારનો નિક્ષેપ કહે છે. (૨૭) ૩ોહી વ્રત્તપરિમા, સંત પુમિg. अवट्ठिए चले तिब्ब-मंदपडिवाउप्पयाई य ॥५७७॥ (૨૮) નાપા-રંસ વિમો, રે દ્વિરે ગ gયો પિત્તા ય, ઇયા પરિવત્તિનો ૦૮. ૧. અવધિ, ૨. ક્ષેત્ર પરિણામ, ૩. સંસ્થાન, ૪. અનુગામિ, ૫. અવસ્થિત, ૬. ચળ, ૭, તીવ્ર મન્ડ, ૮. પ્રતિપાત અને ઉત્પાતાદિ તથા ૯, જ્ઞાન, ૧૦. દર્શન, ૧૧. વિભંગ, ૧૨. દેશ, ૧૩. ક્ષેત્ર, ૧૪. ગતિ ને ઋદ્ધિપ્રાપ્ત એ પ્રતિપત્તિઓ છે. ૫૭૭-૫૭૮. અહીં અવધિ આદિથી ગતિ પર્યન્તના ચૌદ દ્વારો અને તે પછી ઋદ્ધિઓ કહેવાશે. તેમાં (૧) નામ-સ્થાપનાદિ વડે ભિન્ન એવો અવધિ કહેવાશે. (૨) જઘન્ય-મધ્યમ-ને ઉત્કૃષ્ટ ભેદે અવધિનું ક્ષેત્ર પરિમાણ કહેવાશે. (૩) તેમજ તેનું સંસ્થાન કહેવાશે. (૪) અનુગામી અને અનનુગામી અવધિજ્ઞાન કહેવાશે. (૫) તથા દ્વવ્યાદિમાં અવધિજ્ઞાન કેટલા કાળ પર્યન્ત પડ્યા સિવાય ઉપયોગથી અને લબ્ધિથી રહે છે, એ પ્રમાણે અવધિજ્ઞાનની સ્થિતિ કહેવાશે. (૬) વળી વધવાથી અને ઘટવાથી અનવસ્થિત અવધિનું માન કહેવાશે. (૭) તેમજ તીવ્ર-મન્દ-ને મધ્યમ અવધિજ્ઞાન કહેવાશે. તેમાં તીવ્ર અવધિ એટલે વિશુદ્ધ અવધિ, મન્દ એટલે અશુદ્ધ, અને મધ્યમ એટલે શુદ્ધાશુદ્ધ અવધિ, (૮) દ્રવ્યાદિની અપેક્ષાએ એક કાળે પ્રતિપાત અને ઉત્પાદ કહેવાશે. (૯-૧૦-૧૧) જ્ઞાન-દર્શન-ને વિભંગ કહેવાશે. એટલે એમાં જ્ઞાન ક્યું ? દર્શન ક્યું ? અને વિભંગ ક્યું ? એ ત્રણેનું પરસ્પર અલ્પબહત્વ કહેવાશે. (૧૨) અવધિજ્ઞાન કોને દેશથી દેખવાના વિષયવાળું અને કોને સર્વથી દેખવાના વિષયવાળું હોય તે કહેવાશે. (૧૩) સંબદ્ધ-અસંબદ્ધ, સંખેય અને અસંખેય અપાંતરાલ ક્ષેત્ર દ્વારા અવધિજ્ઞાન ક્ષેત્રનો વિષય કહેવાશે. (૧૪) તથા ૪૦૯મી ગાથામાં કહેલા ગતિ આદિ દ્વારા કહેવાશે. (૧૫) તેમજ ઋદ્ધિ પ્રાપ્તિના વ્યાખ્યાનરૂપ અનુયોગ કહેવાશે. આ ઉપરોક્ત પ્રતિપત્તિઓ અનુક્રમે કહેવાશે. અવધિના ભેદોજ આ પ્રતિપત્તિના હેતુ છે, તેથી તેમને જ પ્રતિપતિઓ કહેવાય છે. પ૭૭-૫૭૮. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy