SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૨] અવધિજ્ઞાનનાં ભવ પ્રત્યયપણાનો ખુલાસો. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જે ઉત્કૃષ્ટક્ષેત્ર પ્રદેશનું પ્રમાણ અને જે ઉત્કૃષ્ટકાળના સમયનું પ્રમાણ અવધિના યપણે વ્યવસ્થિત છે, તેટલું અવધિજ્ઞાનના ભેદોનું પ્રમાણ છે, એટલે કે અવધિજ્ઞાનના એ અપેક્ષાએ અસંખ્યાતા ભેદ છે. કેમકે અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડીને છેક અસંખ્યય લોકાકાશના પ્રદેશો, તથા આવળના અસંખ્યાતમા ભાગથી માંડીને છેક અસંખ્યય ઉત્સર્પિણી ને અવસર્પિણીના સમયો, એ ઉભય ભિન્ન ભિન્ન અસંખ્યાતા ભેદો પ્રમાણવાળાં છે. આ કારણથી ક્ષેત્ર અને કાળની અપેક્ષાએ અવધિના અસંખ્યાતા ભેદો છે. તથા ખલુ શબ્દવડે સૂચવેલા અવધિના અનન્તા ભેદો પણ છે, જેમકે સંખ્યાતીત એટલે કેવળ અસંખ્યય એમ નહિ, પણ સંખ્યાતીત એટલે અનન્ત પણ સમજવું. કારણ કે અનન્ત એ પણ સંખ્યાથી અતીતજ છે. તેથી અવધિજ્ઞાનના અનન્તા ભેદ પણ કહી શકાય. કેમકે અવધિજ્ઞાની અનન્ત પ્રદેશ અને અનન્ત પર્યાયી સમસ્ત પુગલાસ્તિકાયને જુએ છે. આમ હોવાથી અનન્ત દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ અવધિજ્ઞાનના અનન્તા ભેદો પણ છે. પ૭૦-૫૭૧. હવે પૂર્વે કહેલ નિર્યુક્તિની ગાથાના ઉત્તરાર્ધનું વ્યાખ્યાન કહે છે. भवपच्चइया नारय-सुराण पक्खीण वा नभोगमणं । गुणपरिणामनिमित्ता, सेसाण खओवसमियाओ ॥५७२॥ જેમ પક્ષીઓને આકાશ ગમન ભવહેતુક છે. તેમ દેવ અને નારકીને (અવધિ) ભવહેતુક છે; અને બાકીનાઓને ક્ષયોપશમથી થાય છે, માટે ગુણ પરિણામના નિમિત્તવાળું છે. ૫૭૨. હવે આ સંબંધમાં શંકા અને સમાધાન કહે છે. ओही खओवसमिए, भावे भणिओ भयो तहोदइए । तो किह भवपच्चइओ, वोत्तुं जुत्तोऽवही दोण्हं ? ॥५७३।। सोऽवि हु खओवसमओ, किंतु स एव उ खओवसमलाभो । तम्मि सह होअवस्सं, भण्णइ भवपच्चओ तो सो ॥५७४।। અવધિજ્ઞાન ક્ષયોપશમભાવમાં કહેલ છે, અને ભવ ઔદયિકભાવમાં કહેલ છે, તો દેવ, નારકીનું અવધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવું કેમ યોગ્ય કહેવાય ? ઉત્તર-તે દિવનારકીનું). અવધિ પણ ક્ષયોપશમથી જ થાય છે, પરન્તુ તેવા ક્ષયોપશમનો લાભ તે દેવ-નારકીનો ભવ હોય, તો અવશ્ય જ થાય છે, તે કારણથી તે અવધિ ભવપ્રત્યયિક કહેવાય છે. પ૭૩-૧૭૪. પ્રશ્ન :- કર્મના ક્ષયોપશમ વિગેરેનું કારણ શું ભવ આદિ છે ? ગુરૂશ્રી તેના ઉત્તર માટે કહે ૩ उदय-क्खय-क्खओवसमो-वसमा जं च कम्मुणो भणिया । दव्वं खित्तं कालं, भवं च भावं च संपप्प ॥५७५॥ કર્મનો જે ઉદય-ક્ષય-ક્ષયોપક્ષમ-અને ઉપશમ કહેલો છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચને પામીને થાય છે. પ૭પ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy