SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] અવધિજ્ઞાનના સંખ્યાતીત ભેદો. [૨૭૧ ઉત્તર :- એમ નહિ. અનંતુ પણ સંખ્યાતીતજ કહેવાય છે, તેથી એમાં કંઈ વિરૂદ્ધતા નથી. માટે “સંખ્યાતીત” શબ્દથી અસંખ્યાતા અને અનંતા ભેદો અવધિજ્ઞાનના છે. એમ કહેવામાં કંઇ પણ વિરોધ નથી. એ સર્વ ભેદોમાંના કેટલાક ભેદ ભવપ્રત્યયિક છે અને કેટલાક ક્ષયોપશમપ્રચયિક છે. એટલે કે જેમ આકાશમાં ઉડવામાં પક્ષીઓનો ભવજન્મ એજ હેતુ છે, તેમ નારકાદિ જન્મ એજ અવધિજ્ઞાનમાં હેતુ છે, અને તેથી તેઓને તે ભવપ્રત્યયિજ્ઞાન કહેવાય. એવું જ્ઞાન, દેવનારકીઓને જ હોય છે. તપ વિગેરે ગુણોના પરિણામથી પ્રગટ થએલું જ્ઞાન તે ક્ષયોપશમપ્રત્યયિક (હેતુવાળું) કહેવાય છે. એ જ્ઞાન તિર્યંચ અને મનુષ્યોને હોય છે. પ્રશ્ન - અવધિજ્ઞાન ક્ષયોપથમિક ભાવમાં છે. અને નારકાદિ જન્મ તો ઔદયિક ભાવમાં છે. આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ હોવાથી, નારકાદિ જન્મ, તે અવધિજ્ઞાનનો હેતુ કેમ થઈ શકે ? ઉત્તર :- ખરી રીતે તો નારકી, દેવોનું જ્ઞાન પણ ક્ષયોપશમ નિમિત્તવાળું જ છે. પરંતુ એ ક્ષયોપશમ પણ નારકી-દેવનો ભવ થયો હોય તો અવશ્ય થાય છે. એ કારણથી નારકી-દેવનું જ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે. પ૬૮. હવે સામાન્યપણે કહેલા અવધિજ્ઞાનના ભેદો સંખ્યાતીત છે, અને વાણી તો ક્રમવર્તિ છે, તથા આયુષ અલ્પ છે. આમ હોવાથી તેના જેટલા ભેદો છે તેટલા ભેદો કહી શકવાનું પોતાનું સામર્થ્ય નથી, એમ જણાવવાનું નિર્યુક્તિકાર મહારાજ કહે છે કે(ર૬) રુત્તો વોર્ડ સત્ત, મોદિર સવારી? चोद्दसविहनिक्वं, इड्डीपत्तेय वोच्छामि ॥५६९॥ અવધિજ્ઞાનના સર્વ ભેદો કહેવાને મારી શક્તિ કયાંથી હોય? (પરન્ત) ચૌદ પ્રકારના નિક્ષેપ અને ઋદ્ધિ પામેલાઓનું વર્ણન કરીશ. પ૬૯. આયુષ પરિમિત અને વાણી ક્રમવતિ હોવાથી અવધિજ્ઞાનના સર્વ ભેદો કહેવાને મારી શક્તિ કયાંથી હોય ? નજ હોય. તો પણ શિષ્યસમૂહના ઉપકારાર્થે અવધિઆદિ ચૌદ પ્રકારના નિક્ષેપ અને આમર્ષ, ઔષધિ વિગેરે ઋદ્ધિઓનું વર્ણન કરીશ. પ૬૯. હવે આ પ૬૯મી નિયુક્તિ ગાથાના પૂર્વાર્ધનું વ્યાખ્યાન કરવા માટે ભાષ્યકાર મહારાજ કહે છે तस्स जमक्कोसयोत्त-कालसमयप्पएसपरिमाणं । तण्णेयपरिच्छिन्नं, तं चिय से पयडिपरिमाणं ॥५७०।। संखाईयमणंतं च, तेण तमणंतपयडिपरिमाणं ।। पेच्छइ पोग्गलकायं, जमणंतपएस-पज्जायं ॥५७१।। તે અવધિના જોયપણાના નિયમથી જેટલું અવધિના વિષયભૂત ઉત્કૃષ્ટ ક્ષેત્રના પ્રદેશ અને ઉત્કૃષ્ટ કાળના સમયનું પરિમાણ છે, તેટલું જ અવધિના ભેદોનું પરિમાણ છે, વળી સંખ્યાતીત એટલે અનંત, તેથી તેના અનંતા ભેદ (પણ) છે, કેમકે અનંત પ્રદેશ અને અનંત પર્યાયવાળા પગલાસ્તિકાયને તે (અવધિજ્ઞાની) જુએ છે. પ૭૦-૫૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy