SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮]. બુદ્ધિના આઠ ગુણો. [વિશેષાવશયક ભાષ્ય ભાગ. ૧ तस्सायाणं गहणं, दिटुं जं मइगुणेहिं सत्थम्मि । बेंति तयं सुयलंभं, गुणा य सुस्सूसणाईया ॥५६०॥ જે વડે બોધ કરાય, તે શાસ્ત્ર, તે સામાન્યથી જ્ઞાન કહેવાય છે, અને આગમ એજ શાસ્ત્ર તે આગમશાસ્ત્ર, તેને શ્રુતજ્ઞાન કહેવાય. તે શ્રુતનું આદાન એટલે ગ્રહણ કરવાનું શાસ્ત્રમાં જે બુદ્ધિના ગુણવડે કહ્યું છે તેને શ્રુતલાભ કહે છે, તે ગુણો શુશ્રુષાદિક જાણવા. ૫૫૯-૫૬૦. તે આઠ ગુણ કહે છે. (२२) सुस्सूसइ पडिपुच्छइ, सुणेइ, गिण्हइ व ईहए यावि । तत्तो अपोहए वा, धारेइ करेइ वा सम्मं ॥५६१॥ સાંભળવાની ઈચ્છા કરે, પૂછે, શ્રવણ કરે, ગ્રહણ કરે, વિચારે અને તે પછી નિશ્ચય કરે, ધારી રાખે, અને સમ્યગું અનુષ્ઠાન કરે. પ૬ ૧. (૧) પ્રથમ વિનય સહિત ગુરૂ મુખથી શ્રુત સાંભળવાની ઈચ્છા કરે. (૨) તે પછી પૂછે, એટલે ભણેલું શ્રુત શંકા રહિત કરે, (૩) પછી એ ભણેલું શ્રુત અર્થથી સાંભળે, (૪) તે સાંભળીને અવગ્રહ વડે ગ્રહણ કરે, (૫) ગ્રહણ કરીને ઈહાથી વિચાર કરે કે “શું તે આજ પ્રમાણે છે કે અન્યથા છે ?” એમ વિચાર કરતાં સ્વબુદ્ધિથી પણ કંઈક ઉત્મક્ષા કરે. (૬) તે પછી નિશ્ચય કરે, કે જે પ્રમાણે ગુરૂએ કહ્યું છે તે તેમજ છે. (૭) જ્યારે એ પ્રમાણે નિશ્ચય થાય એટલે પોતાના ચિત્તમાં તે ધારી રાખે. (૮) તે પછી શાસ્ત્રમાં કહેલ સમ્યક અનુષ્ઠાન કરે, કારણ કે શાસ્ત્રમાં કહેલું અનુષ્ઠાન પણ શ્રુતજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમમાં, અને ગુરૂનું ચિત્ત પ્રસન્ન કરી લેવામાં હેતુભૂત હોવાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે. અથવા (૧) ગુરૂ મહારાજ જે જે કાર્ય માટે આજ્ઞા કરે, તે સર્વ અનુગ્રહ માનીને સાંભળવાની ઈચ્છા કરે. (૨) તે તે કાર્ય કરતી વખતે પુનઃ પૂછે. (૩) એ પ્રમાણે આરાધન કરેલ ગુરૂની પાસે સૂત્ર અને તેનો અર્થ સારી રીતે સાંભળે. (૪) સાંભળીને અવગ્રહ વડે ગ્રહણ કરે. તે પછીનો વિચારાદિનો અર્થ ઉપર કહ્યા મુજબ સમજવો. બીજાં વળી એમ કહે છે કે (૧) પ્રશ્ન કર્યા બાદ ગુરૂએ આદેશ કરેલા વચનને રૂડી રીતે સાંભળે છે. (૨) સાંભળેલાને તેવી રીતે અવગ્રહ વડે ગ્રહણ કરે, ગુરૂએ કહેલ સમ્યફ રીતે કરે, ત્યાં સુધી સમજવું. આ પ્રમાણે એ આઠે પ્રકારે ગુરૂની આરાધના શ્રતની પ્રાપ્તિમાં મૂળભૂત ઉપાય હોવાથી ગુરૂ આરાધનાના વિષયમાં તે આઠ ગુણો યોજે છે. પ૬૧. सुस्सूसई य सोलं, सुयमिच्छइ सविणओ गुरुमुहाओ। पडिपुच्छइ तं गहियं, पुणोऽवि निस्संकियं कुणइ ॥५६२।। સુરુ તત્યમઘઉં, જીં-હાં-ડયા -ધાર તરસ | सम्म कुणइ सुयाणं, अन्नंपि तओ सुयं लहइ ॥५६३॥ सुस्सूसइ वा जं जं गुरवो, जपंति पुब्बभणिओ य । कुणइ पडिपुच्छिऊणं, सुणेइ सुत्तं तदत्थं वा ॥५६४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy