SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સત્પદ પ્રરૂપણા આદિ દ્વારા. [૨૬૭ ઉપયોગ જ કહેલ છે, આ કારણથી અચક્ષુદર્શનમાં પશ્યત્તા નથી કહી. આ પ્રમાણે સાકાર ઉપયોગ આઠ પ્રકારે અને સાકારપશ્યત્તા છ પ્રકારે છે, તથા અનાકાર ઉપયોગ ચાર પ્રકારે અને અનાકારપશ્યત્તા ત્રણ પ્રકારે છે. એ રીતે ઉપયોગ અને પશ્યતામાં તફાવત હોવાથી ઉપયોગથી પશ્યતા ભિન્ન કહી છે. તેથી મતિજ્ઞાન-મતિઅજ્ઞાન અને અચક્ષુદર્શન સિવાય બાકીનાં શ્રુતજ્ઞાનાદિમાં પશ્યત્તા કહે છે. એ પશ્યત્તાની અપેક્ષાએ “શ્રુતજ્ઞાની જાણે છે, જાએ છે.” એમ કહેવું તે યોગ્ય છે. કેટલાક પુસ્તકોમાં “તેથી શ્રુતજ્ઞાનમાં પશ્યત્તા યુક્ત છે તેને બદલે તેથી શ્રુતજ્ઞાનમાં પશ્યત્તા અયુક્ત છે” એમ જણાય છે, ત્યાં એવો અર્થ સમજવો કે પૂર્વની પ૫૩મી ગાથામાં “પાર ૪ સો કુળ સમજવār” એ પાઠથી અચક્ષુદર્શનની અપેક્ષાએ શ્રુતજ્ઞાનમાં પશ્યત્તા કહી છે. તે અયોગ્ય છે, કેમકે પ્રજ્ઞાપનામાં મતિજ્ઞાન-મતિઅજ્ઞાન અને અચક્ષુદર્શન સિવાયની છ પ્રકારની પશ્યત્તા કહી છે. તેથી “શ્રુતજ્ઞાની જાણે, પણ જુએ નહિ” એમ અર્થ સમજવો (આ ગાથા પૂર્વ ટીકાકારોએ ગ્રહણ કરી છે. પણ અર્થ સહેલો છે એમ કહી તેઓએ આ ગાથાની વ્યાખ્યા નથી કહી, તેથી વૃત્તિકારે સ્વબોધાનુસાર વ્યાખ્યા કરી છે, અને તેથી બીજા બુદ્ધિમાનોએ પણ શાસ્ત્રવિરોધ ન આવે તેમ વ્યાખ્યા કરવી.) ૫૫૫. એ પ્રમાણે ભેદથી અને વિષયથી શ્રુતજ્ઞાનનું સ્વરૂપ કહ્યું -- હવે સત્પદપ્રરૂપણાદિ નવ અનુયોગદ્વારો વડે ગત્યાદિ માર્ગણાસ્થાનમાં તે શ્રતની પ્રરૂપણા કરીશું. जह नवहा मइनाणं, संतपयपरूवणाइणा गमियं । तह नेयं सुयनाणं, जं तेण समाणसामित्तं ॥५५६॥ જેમ સત્પદપ્રરૂપણાદિ વડે મતિજ્ઞાન નવ પ્રકારે જણાવ્યું, તેમ શ્રુતજ્ઞાન પણ (એ નવ દ્વારો વડે) જાણવું. કેમકે જે મતિજ્ઞાનના સ્વામી છે, તે શ્રુતજ્ઞાનના પણ સ્વામી છે. પપ૬ . सव्वाइसयनिहाणं, तं पाएणं जओ पराहीणं । तेण विणेयहियत्थं गहणोपाओ इमो तस्स ।।५५७॥ સર્વ અતિશયનું નિધાનરૂપ શ્રુતજ્ઞાન પ્રાયઃ પરાધીન (ગુરૂ આધીન) હોવાથી તીર્થંકર ગણધરોએ શિષ્યજનના હિતને માટે તેને ગ્રહણ કરવાનો ઉપાય (વિધિ) આ પ્રમાણે કહ્યો છે. પ૫૭. (२१) आगमसत्थग्गहणं जं, बुद्धिगुणेहि अट्टहिं दिटुं । बेंति सुयनाणलंभं, तं पुब्बविसारया धीरा ॥५५८॥ જે બુદ્ધિના આઠગુણો વડે આગમશાસ્ત્રનું ગ્રહણ કહ્યું છે, તેને જ શ્રુતજ્ઞાનનો લાભ છે એમ ધીર એવા પૂર્વજ્ઞો કહે છે. પ૫૮. એવા શાસ્ત્રને વિષે આગળ કહેવાશે તે બુદ્ધિના આઠગુણો વડે ગુરૂ પાસેથી શાસ્ત્રનું (શ્રુતજ્ઞાનનું) ગ્રહણ, તે જ શ્રુતલાભ પૂર્વના જાણકાર પંડિત પુરૂષો કહે છે. પ૫૮. सासिजइ जेण तयं, सत्थं तं चाविसेसियं नाणं । आगम एव य सत्थं, आगमसत्थं तु सुयनाणं ॥५५९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy