SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] શ્રુતનો વિષય. [૨૬૫ - તુચ્છ સ્વભાવવાળી-બહુ અભિમાનવાલી-ચપલેન્દ્રિય અને બુદ્ધિએ દુર્બળ-મંદ હોવાથી સ્ત્રીઓને અતિશયવાળા અધ્યયનો અને દષ્ટિવાદ આપવાની આજ્ઞા નથી. પ૫ર. સ્ત્રીને જો કોઈ પણ રીતે દષ્ટિવાદ શ્રુત આપ્યું હોય, તો તે તુચ્છાદિ સ્વભાવથી “હું પણ દષ્ટિવાદ ભણું છું.” એવા અભિમાન યુક્ત મનથી પુરૂષના પરિભવાદિ કાર્યમાં પ્રવર્તે અને તેથી દુર્ગતિ પામે. એમ જાણીને અતિશય કૃપાસિન્ધ-પરોપકાર કરવામાં જ પ્રવૃત્તિવાળા ભગવાન તીર્થકરોએ ઉત્થાન-સમુત્થાન શ્રુત વિગેરે અતિશયવાળા-ચમત્કારવાળા અધ્યયન અને દૃષ્ટિવાદ શ્રુત સ્ત્રીઓને આપવાની ના કહી છે. પરંતુ તેઓના પર અનુગ્રહ કરવાને માટે તેમને પણ શ્રત આપવું જોઈએ, એમ જાણીને શેષ અગીયાર અંગાદિની રચના કરી છે. પપર. એ પ્રમાણે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુત કહીને શ્રુતજ્ઞાનના ચૌદ ભેદો કહ્યા; હવે શ્રુતનો વિષય કેટલો છે, તે કહે છે. उवउतो सुयनाणी, सव्वं दव्याइं जाणइ जहत्थं । पासइ य केइ सो पुण, तमचक्खुइंसणेणं ति ॥५५३॥ ઉપયોગવાનું શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યાદિ યથાર્થ જાણે છે. અને વળી કેટલાક કહે છે કે તે અચક્ષુદર્શન વડે જુએ છે. પપ૩. જો શ્રુતજ્ઞાની ઉપયોગવાનું હોય, તો તે પંચાસ્તિકાયરૂપ સર્વ દ્રવ્ય, લોકાલોકરૂપ સર્વ ક્ષેત્ર, અતીતાદિરૂપ સર્વકાળ, અને ઔદયિકાદિ સર્વભાવો સ્પષ્ટાવભાસિ શ્રુતજ્ઞાન વડે યથાર્થ જાણે છે; પરંતુ સામાન્યપ્રાહિ દર્શન વડે જુએ નહિ. કેમ કે તેમને તે ન હોય. જેમ મન:પર્યવજ્ઞાન સ્પષ્ટાર્થ ગ્રાહક છે, તેથી ત્યાં દર્શન નથી, તેમ શ્રુતજ્ઞાન પણ સ્પષ્ટાર્થગ્રાહી હોવાથી, અર્થ વિકલ્પન અવસ્થામાં, અન્તર્જલ્પાકાર રૂપ હોવાથી, અર્થને વિશેષ પ્રકારે જ ગ્રહણ કરે છે, પણ સામાન્ય પ્રકારે ગ્રહણ નથી કરતું. નંદીસૂત્રમાં પણ કહ્યું છે કે – “તે શ્રુતજ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે કહ્યું છે; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી; અને ભાવથી. દ્રવ્યથી ઉપયોગવાનું શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યો જાણે, પણ જુએ નહિ. ક્ષેત્રથી સર્વક્ષેત્ર જાણે પણ જુએ નહિ. કાળથી સર્વ કાળ જાણે, પણ જુએ નહિ. ભાવથી સર્વ ભાવ જાણે, પણ જુએ નહિ.” આ સ્થળે બીજાઓ “શ્રુતજ્ઞાની જ્ઞાનથી જાણે છે અને અચક્ષુદર્શનથી જુએ છે,” એમ માને છે, કારણકે જેને શ્રુતજ્ઞાન હોય, તેને મતિજ્ઞાન અવશ્ય હોય છે જ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને ચક્ષુ તથા અચક્ષુ એ બે દર્શન કહ્યાં છે, તેમાં ચક્ષુદર્શન વડે મતિજ્ઞાની જુએ છે અને અચસુદર્શનવડે શ્રુતજ્ઞાની જુએ છે. પપ૩. આ ઉપરોક્ત બીજાઓનો અભિપ્રાય અયોગ્ય છે, કેમ કે – तेसिमचक्खुइंसणसामण्णाओ कहं न मइनाणी । पासइ, पासइ व कहं, सुयनाणी किंकओ भेओ ? ॥५५४॥ તેમને અચસુદર્શન સમાન છતાં પણ મતિજ્ઞાની તે વડે કેમ ન જુએ, અને શ્રુતજ્ઞાની કેમ જુએ ? એ ભેદ શાથી છે ? પપ૪. ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy