SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] બાર અંગમાં શું શું આવે છે? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ૧ અનુત્તરોપાતિકદશાંગમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારાના નગર-ઉદ્યાન-ચૈત્ય વિગેરેનું વર્ણન છે. અનુયોગ, છંદ, શ્લોક વિગેરે પૂર્વવત્ છે. શ્રુતસ્કંધ એક છે, ત્રણ વર્ગ છે, ત્રણ ઉદ્દેશણકાળ છે, ત્રણ સમુદેશણકાળ છે. છતાળીસલાખ અને આઠહજાર પદ . અને અક્ષર-પર્યાય વિગેરે પૂર્વની પેઠે છે. ૧૦. પ્રશ્નવ્યાકરણમાં પૂછેલા, નહી પૂછેલા વિવિધ પ્રકારે એકસો આઠ પ્રશ્નોના ઉત્તર છે, તેમજ તે સિવાય નાગકુમાર વિગેરે દેવોની સાથે સાધુઓના દિવ્ય સંવાદ થયેલા તેનું વર્ણન છે. અનુયોગદ્વાર, છંદ વિગેરે પૂર્વવત્ છે, તેનો શ્રુતસ્કંધ એક છે. પીસ્તાલીસ અધ્યયન છે, પીસ્તાલીસ ઉદ્દેશણકાળ છે. પીસ્તાલીસ સમુદેશણકાળ છે. બાણુલાખને સોળહજાર પદ , અને અક્ષર, પર્યાય વિગેરે પૂર્વની પેઠે ૧૧. વિપાકસૂત્રાગમાં શુભાશુભકર્મના દળ-વિપાકનું સ્વરૂપ કહ્યું છે, તેના અનુયોગદ્વાર-છંદ વિગેરે પૂર્વવત્ સંખ્યાતા છે. બે શ્રુતસ્કંધ છે, વીસ અધ્યયન, વીસ ઉદ્દેશણકાળ, વીસ સમુદ્દેશણકાળ છે, અને એક ક્રોડ ચોરાશી લાખ અને બત્રીશહજાર પદ , પર્યાય-અક્ષર વિગેરે પૂર્વવતુ છે. ૧૨. દષ્ટિવાદ તેના પાંચ ભેદ છે પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા. તેમાં પરિકર્મ સાત પ્રકારે છે. સૂત્ર બાવીશ પ્રકારે છે. પૂર્વગત ચૌદ પ્રકારે છે, અનુયોગ બે પ્રકારે છે, અને ચૂલિકા પ્રથમના ચાર પુર્વની છે, બાકીના પૂર્વ ચૂલિકા વિનાના છે. આ દૃષ્ટિવાદના અનુયોગ છંદ વિગેરે પૂર્વવત્ સંખ્યાતા છે. એક શ્રુતસ્કંધ છે. અને સંખ્યાત હજાર પદો છે. ઉપરોક્ત દ્વાદશાંગ-બાર અંગમાં શું શું વિષય ચર્ચા છે, તે સંબંધી નંદીસૂત્રમાં બહુ સારી રીતે વર્ણવ્યું છે, તે જાણવાની ઈચ્છાવાળાએ ત્યાંથી જોઈ લેવું. અહીં ગ્રંથવિસ્તારના ભયથી માત્ર સંક્ષિપ્તસાર લીધો છે. સૂત્રનાં પદ આદિની સંખ્યા પૂર્વે આટલી હતી કાળબળે સ્મૃતિબળ ક્ષીણ થવાથી વર્તમાનમાં તેટલું પ્રમાણ ઉપલબ્ધ નથી. - ગણધર મહારાજ પ્રથમ પૂર્વોની રચના કરે છે.” એ પૂર્વેમાં સંપૂર્ણવાડમય અંતર્ભત થાય છે, તેથી ચૌદ પૂર્વાત્મક બારસંગ જ હોવા જોઈએ, શેષ અંગ અથવા અંગબાહ્ય શ્રુત રચવાથી શો લાભ ? શિષ્યની એ શંકાનું સમાધાન કરવાને શ્રીગુરૂ કહે છે કે – __ जइवि य भूयावाए, सबस्स वओमयस्स ओयारो । निज्जूहणा तहावि हु, दुम्मेहे पप्प इत्थी य ॥५५१॥ જોકે ભૂતવાદમાં - દષ્ટિવાદમાં સર્વ વામનો અન્તર્ભાવ થાય છે; તો પણ મન્દમતીવાળા તથા સ્ત્રીઓના ઉપકાર માટે શેષ શ્રુતની રચના કરી છે. પપ૧. સંપૂર્ણ વિશેષ યુક્ત સર્વ વસ્તુ સમૂહનું પ્રતિપાદન જેમાં કરેલું હોય તે ભૂતવાદ. અથવા સામાન્ય વિશેષાદિ સર્વ ધર્મ યુક્ત જીવોના ભેદ-પ્રભેદ જેમાં કહેલ હોય તે ભૂતવાદ અથવા દષ્ટિવાદ કહેવાય. એવા દૃષ્ટિવાદમાં સમગ્ર વાનમયનો અન્તર્ભાવ થાય છે; તો પણ તે ભૂતવાદને ગ્રહણ-ધારણ કરવાને અયોગ્ય એવા મંદ બુદ્ધિવાળા જીવો અને સ્ત્રીઓના ઉપકાર માટે શેષ અંગબાહ્યાદિકૃતની રચના કરી છે. પપ૧. સ્ત્રીઓને દષ્ટિવાદ યા ભૂતવાદ શ્રુત શા માટે ન અપાય ? તે માટે કહે છે. तुच्छा गारववहुला, चलिंदिया दुबला धिईए य । इति अइसेसज्झयणा, भूयावाओ य नो स्थीणं ॥५५२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy