SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] બાર અંગમાં શું આવે છે ? [૨૬૩ તેમાં જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર વીર્યાચાર એ પાંચ આચાર છે. તથા આચારાંગમાં પરિમિતિ વાચના, સંખ્યાતા અનુયોગદ્વાર, સંખ્યાતા છંદ, સંખ્યાતા, શ્લોક, સંખ્યાતી નિર્યુક્તિઓ, સંખ્યાતી પ્રતિપત્તિઓ છે. વળી એમાં બે શ્રત સ્કંધ, પચીસ અધ્યયન, પંચાશી ઉદ્દેશકાળ, પંચાશી સમુદેશણ કાળ, અઢારહજાર પદ, સંખ્યાત અક્ષર, અનંતા પર્યાય, પરિમિત ત્રસજીવો અનંતા સ્થાવરજીવો, શાશ્વત પદાર્થો, અશાશ્વત પદાર્થો, વિગેરે જિનપ્રરૂપિતભાવો આચારાંગમાં કહ્યા છે. ૨. સૂત્રકૃતાંગમાં એકસોએંસી ભેદ ક્રિયાવાદીના, ચોરાશી અક્રિયાવાદીના, સડસઠ અજ્ઞાનવાદીના, અને બત્રીસ વિનયવાદીના, સર્વ મળી ત્રણસો ત્રેસઠ ભેદ પાંખડીઓના તેમાં સવિસ્તર વર્ણવ્યા છે. વળી એની પરિમિત વાચના, સંખ્યાતા અનુયોગદ્વાર, સંખ્યાતા છંદ, સંખ્યાતા શ્લોક, સંખ્યાતી નિયુક્તિઓ, સંખ્યાતી પ્રતિપત્તિઓ છે. તેમજ એમાં બે શ્રુતસ્કંધ, ત્રેવીસ અધ્યયન, તેત્રીસ ઉદ્દેશણકાળ, તેત્રીસ સમુદેશણકાળ, છત્રીસહજાર પદ, સંખ્યાતા અક્ષર, અનંતાગમ, અનંતા પર્યાય, પરિમિત ત્રસજીવો અનંતા સ્થાવરજીવો તથા શાશ્વત અશાશ્વત જિન પ્રરૂપિતભાવો, બીજા સૂત્રકૃતાંગમાં કહ્યા છે. ૩. સ્થાનાંગસૂત્રમાં ટુંક-કૂટ-પર્વત, શિખરી, પ્રાશ્માર, કુંડો, ગુફાઓ, ખાણો, કહો, નદીઓ વિગેરેનું સ્વરૂપ કહ્યું છે. આ સૂત્રની પરિમિત વાચના, સંખ્યાતા અનુયોગદ્ધાર, સંખ્યાતા છંદ, સંખ્યાતા શ્લોક, સંખ્યાતી નિર્યુક્તિઓ, સંખ્યાતી સંગ્રહણીઓ, સંખ્યાતી પ્રતિપત્તિઓ છે. તથા આ સૂત્રમાં એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, એકવીસ ઉદ્દેશણકાળ, એકવીસ સમુદેશણકાળ, બહોતેર હજાર પદ, સંખ્યાતાક્ષર, વિગેરે પૂર્વવત્ છે. સમવાયાંગમાં એકથી સો પર્વતની સંખ્યાવાળા પદાર્થોનો જેમાં અંતરભાવ થાય છે. તેની પ્રરૂપણા કરી છે. આના અનુયોગદ્વાર, છંદ વિગેરે પૂર્વવતુ સંખ્યાતા છે, શ્રુતસ્કંધ એક છે, અધ્યયન એક છે, ઉદેશણકાળ એક છે, સમુદેશણકાળ એક છે, એકલાખને ચુમ્માલીસ હજાર પદ , તે સિવાય અક્ષર ગમ પર્યાય વિગેરે પૂર્વવત્ છે. પ. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જીવ,-અજીવ આદિની પ્રરૂપણા કરી છે. એના છંદ-શ્લોક વિગેરે પૂર્વવત્ સંખ્યાતા છે, તેનો એક શ્રુતસ્કંધ છે, અધિક એકસો અધ્યયન છે, દશ હજાર ઉદેશ છે, દશ હજાર સમુદેશણા છે, છત્રીસ હજાર પ્રશ્ન છે, બેલાખ અઠ્ઠાવીસ હજાર પદ , અક્ષર, પર્યાય વિગેરે પૂર્વવત્ સંખ્યાતા છે. દ, જ્ઞાતાધર્મકથાગમાં ધર્મકથામાં ઉદાહરણભૂત નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, સમવસરણો વિગેરેનું વર્ણન છે. આ ગ્રંથમાં સર્વ મળીને સાડાત્રણ ક્રોડ સ્થાનકો છે. આના અનુયોગ, છંદ, શ્લોક વિગેરે. પૂર્વવત્ છે. વળી આ અંગમાં બે શ્રુતસ્કંધ છે, ઓગણીશ ઉદ્દેશણકાળ છે, ઓગણીસ સમુદેશણકાળ છે, પાંચલાખને છોંતેર હજાર પદ , અક્ષર, પર્યાય વિગેરે પૂર્વવત્ છે. ૭. ઉપાસક દશાંગમાં શ્રાવકોના નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડ, સમવસરણો, તેમના રાજા તેમના માતા-પિતા, ધર્માચાર્ય, ઈહલોક-પરલોક સંબંધી તેમની ઋદ્ધિ વિગેરેનું વર્ણન છે. એમાં અનુયોગદ્વાર, છંદ વિગેરે પૂર્વવત્ છે. શ્રુતસ્કંધ એક છે, દશ અધ્યયન છે, દશ ઉદ્દેશણકાળ છે, દસ સમુદેશણકાળ છે, અગીયારલાઓ ને બાવનહજાર પદો છે, અક્ષર, પર્યાય વિગેરે પૂર્વવત્ જાણી લેવા. ૮. અન્તકૃતંદશાંગમાં તીર્થકર વિગેરે ચરમશરીરી જીવોના નગરો ઉદ્યાનો ચૈત્યો વિગેરેનું વર્ણન છે, તેના છંદ-શ્લોક વિગેરે પૂર્વવત્ છે, એક શ્રુતસ્કંધ છે, આઠ વર્ગ છે. આઠ ઉદેશણકાળ છે, આઠ . સમુદેશણકાળ, ત્રેવીસ લાખને ચારહજાર પદો છે, અક્ષર, પર્યાય, ગમ વિગેરે પૂર્વવત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy