SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦] વેદક અને ક્ષાયિકનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ યથાવસ્થિત-તત્ત્વરૂચિ અધ્યવસાયરૂપ સમ્યક્ત્વને આવરણ કરનાર થતા નથી, એટલા માટે ઉપચારથી સમ્યક્ત કહેવાય છે. પ્રશ્ન :- ઉદય પામેલા મિથ્યાત્વનો ક્ષય અને નહિ ઉદય પામેલાનો ઉપશમ, તેને તમે અહીં ક્ષયોપશમ સમકિત કહ્યું છે. અને પૂર્વે ઉપશમસમકિત પણ એજ પ્રમાણે કહ્યું છે, તો પછી એ બેમાં તફાવત શો ? ઉત્તર :- ક્ષયોપશમસમક્તિમાં સમ્યકત્વમોહનીયરૂપ શુદ્ધપુંજના પુદ્ગલો વેચાય છે. અનુભવાય છે, અને ઉપશમસમકિતમાં તેમ નથી. વળી ઉપશમસમકિતમાં પ્રદેશોદયથી પણ મિથ્યાત્વ નથી અનુભવાતું, અને ક્ષયોપશમસમકિતમાં તો મિથ્યાત્વ પ્રદેશોદયથી અનુભવાય છે. એટલો બધો એ બેમાં તફાવત છે. પ૩૨. હવે વેદક અને ક્ષાયિકસમકિતનું સ્વરૂપ કહે છે. वेययसम्मत्तं पुण, सब्बोइयचरमपोग्गलावत्थं । खीणे दंसणमोहे, तिविहम्मिवि खाइयं होई ॥५३३॥ સમ્યક્ત્વપુંજના છેલ્લા અંશનો જે અનુભવ તેને વેદકસમ્યક્ત્વ કહે છે; અને (અનંતાનુબંધીચતુષ્કસહિત) ત્રણે દર્શનમોહનીયનો ક્ષય થયા બાદ ક્ષાયિક સમ્યકત્વ થાય છે. પ૩૩. અનંતાનુબંધીચતુષ્ક, મિથ્યાત્વ, મિશ્ર તેમજ સમ્યકત્વ પુંજ એ દર્શનસપ્તકનો ઘણા ભાગે ક્ષય થયો હોય, તેમાંના શુદ્ધ પુજના પુદ્ગલોના છેલ્લા અંશને અનુભવાતાં વેદક સમ્યક્ત થાય છે. પ્રશ્ન :- જો એમ હોય તો, ક્ષાયોપથમિક અને વેદક સમકિતમાં શો તફાવત ? કારણ કે ઉભયમાં સમ્યત્વ પુંજના પુદ્ગલો અનુભવાય છે. ઉત્તર :- લાયોપથમિક સમકિતમાં સમસ્ત શુદ્ધપુંજનો અનુભવ થાય છે, અને વેદકમાં તો તેનો છેલ્લો અંશ અનુભવાય છે. માત્ર એટલો જ આ બેમાં તફાવત છે. પરમાર્થથી તો વેદક પણ ક્ષાયોપથમિકસમતિજ છે. કેમકે અનુભવાતા છેલ્લા અંશ સિવાયના સર્વ પુદ્ગલોનો ક્ષય, અને છેલ્લા અંશમાં રહેલા પુદગલોનો મિથ્યાત્વભાવ દુર થવા ૩૫ ઉપશમ, એમ ક્ષય અને ઉપશમ ઉભય સ્વભાવથી થતું હોવાથી તે ક્ષાયોપથમિક જ છે. વળી બીજે ઘણે સ્થળે ક્ષાયિક, ઔપથમિક, અને ક્ષાયોપથમિક એમ સમ્યક્ત્વના ત્રણ પ્રકારજ કહ્યા છે. ત્યાં વેદક સમકિતનો સમાવેશ ક્ષયોપશમ સમકિતમાં કર્યો છે, કેમકે અલ્પ ભેદથી ભેદ માનવામાં આવે, તો ઔદયિકસમકિત પણ માનવું પડે, અને તેમ માનવાથી અતિવ્યાપ્તિ દોષ આવે. માટે એ ત્રણ ભેદજ માનવા યોગ્ય છે. અનંતાનુબંધી ચાર કષાયનો ક્ષય થયા બાદ, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વરૂપ શુદ્ધ પુંજ એ ત્રિવિધ દર્શનમોહનીયનો સર્વથા નાશ થવાથી, ક્ષાયિકસમકિત થાય છે. આ પાંચ પ્રકારના સમ્યકત્વમાંથી કોઈ પણ સમ્યકત્વ ધારણ કરનાર દ્વારા ગ્રહણ કરાએલું શ્રુત, તે સમ્યફશ્રુત કહેવાય. અને મિથ્યાત્વી દ્વારા ગ્રહણ કરએલું હોય તે મિથ્યાશ્રુત કહેવાય છે. પ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy