SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] હવે સાસ્વાદન સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. સાસ્વાદન અને ક્ષયોપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ. उवसमसम्मत्ताओ, चयओ मिच्छं अपावमाणस्स । सासायणसम्मत्तं, तयंतरालम्मि छावलियं ॥ ५३१ ॥ આ અંતરકરણમાં ઉપશમસમકિતના કાળમાંથી ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છઆવલી પ્રમાણ કાળ બાકી રહે, ત્યારે કોઇક જીવને અનંતાનુબન્ધી કષાયના ઉદયથી ઉપશમસમકિતથી પડતાં અને મિથ્યાત્વ પામ્યા પહેલાં, તે બેની અન્તરાલે જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી છઆવલી પર્યન્ત પૂર્વોકત શબ્દાર્થવાળું સાસ્વાદનસમકિત હોય છે. ૫૩૧. હવે ક્ષયોપશમ સમકિતનું સ્વરૂપ કહે છે. ૩૨ मिच्छतं जमुइण्णं, तं खीणं अणुइयं य उवसंतं । મીસીમાવરિળયું, ચેફગ્ગત અવસમં કરૂ// જે ઉદય પામેલું મિથ્યાત્વ હોય તેને ક્ષય કર્યું હોય અને નહિ ઉદય પામેલું (સત્તામાં) હોય તેને ઉપશમાવ્યું હોય; એવા મિશ્રભાવે પરિણામ પામીને, જે અનુભવાતું હેય તે ક્ષયોપશમસમકિત કહેવાય છે. ૫૩૨. [૨૪૯ જે ઉદયમાં આવેલું મિથ્યાત્વ હોય તેને વિપાકાદિવડે ભોગવીને ક્ષીણ કર્યું હોય, અને શેષસત્તામાં રહેલું અનુદિત હોય, તેને ઉપશમાવ્યું હોય એટલે તેનો ઉદય અટકાવ્યો હોય, અને મિથ્યાત્વસ્વભાવ દૂર કર્યો હોય, તેમાં મિથ્યાત્વ અને મિશ્રપુંજની અપેક્ષાએ તેનો ઉદય અટકાવ્યો હોય તથા શુદ્ધપુંજની અપેક્ષાએ મિથ્યાત્વ સ્વભાવ દૂર કર્યો હોય તે ક્ષયોપશમ સમકિત કહેવાય છે. Jain Education International પ્રશ્ન :- જો એમ હોય, તો અટકાવેલા ઉદયવાળા મિથ્યાત્વરૂપ અશુદ્ધપુંજ અને મિશ્રપુંજ રૂપ, એ બેની અટકાવેલા ઉદયરૂપ ઉપશાન્તની જ અનુદીર્ણતા થવી ઘટે છે, પણ મિથ્યાત્વસ્વભાવ રહિત સમ્યક્ત્વમોહનીયરૂપ શુદ્ધપુંજની નથી ઘટતી; કેમકે તે શુદ્ધપુંજ તો વિપાકોદયવડે સાક્ષાત્ અનુભવાય છે. અને તમે તો “ઉપશાંત અને અનુદીર્ણ” એમ બે સ્વભાવવાળું ક્ષયોપશમથી સહિત કહો છો તેનું શું કારણ ? ઉત્તર :- તારૂં કહેવું સત્ય છે, પરન્તુ મિથ્યાત્વ સ્વભાવ રહિત શુદ્ધપુંજના સ્વરૂપે (મિથ્યાત્વરૂપે) ઉદય નહિ થતો હોવાથી, તેને વિષે અનુદીર્ણતાનો ઉપચાર કર્યો છે. અથવા અશુદ્ધ અને મિશ્રપુંજરૂપ એ બે મિથ્યાત્વનું જ અનુદીર્ણપણું સમજવું, પણ શુદ્ધપુંજરૂપ સમ્યક્ત્વ મોહનીયનું નહિં, કેમકે તે તો મિથ્યાત્વસ્વભાવ રહિત હોવાથી ઉપશાંતજ છે. ઉદયમાં આવેલા મિથ્યાત્વનો ક્ષય અને શેષ રહેલ જે અશુદ્ધ તથા મિશ્રપુંજ લક્ષણવાળું મિથ્યાત્વ તેનો અનુદય અને દૂર કરેલા સ્વભાવવાળું ઉપશાંત પામેલું શુદ્ધપુંજવાળું મિથ્યાત્વ એ સર્વ સારી રીતે રહેલ છે, તે જ સ્પષ્ટપણે કહે છે. એ રીતે ઉદય પામેલ મિથ્યાત્વનો ક્ષય, અને નહિ ઉદય પામેલ મિથ્યાત્વનો ઉપશમ. એ ઉભય સ્વભાવનો મિથ્યાત્વ પુદ્ગલરૂપ ધર્મીમાં જે મિશ્રભાવપણે પરિણામ પામેલ ત્રુટિતરસવાળો અનુભવાતો જે શુદ્ધપુંજ-મૂળ મિથ્યાત્વનાં દળ છતાં પણ ક્ષયોપશમવડે શદ્ધ થએલ હોવાથી, તેને ક્ષાયોપશમિકસમ્યક્ત્વ કહેવાય છે. તેથી શોધેલા મિથ્યાત્વના પુદ્ગલો, અત્યંત સ્વચ્છ વસ્ત્રની જેમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy