SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮] ઉપશમ સમ્યત્ત્વનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ ત્રણ પુંજનું સ્વરૂપ સર્વથા શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ, તે મણીયા(મદન) કોદરાના ઉદાહરણથી વધારે સ્પષ્ટ સમજાય છે, આ ઉદાહરણ પ્રસિદ્ધ હોવાથી અહીં નથી લખાતાં. એ ત્રણjજ કરીને તેમાંથી સમ્યકત્વપુજના યુગલો વિપાકથી અનુભવતાં ક્ષાયોપથમિકસમ્યગુષ્ટિ કહેવાય છે. આ ત્રણે પુંજ કરેલા હોય, તે સમ્યગદર્શની છે, કેમકે તે સમ્યકત્વ પુદ્ગલ વેચે છે. એ ત્રણમાંથી સમ્યક્ત્વપુંજ વેદ્યા બાદ મિશ્રપુંજને વેદતાં મિશ્રદષ્ટિ થાય છે અને એ મિશ્રપુંજ પણ વેદીને કેવળ એક મિથ્યાત્વપુંજનોજ અનુભવ કરનાર મિથ્યાદષ્ટિ થાય છે. પ૨૯. वीणम्मि उइण्णम्मि य, अणुदिज्जंते य सेसमिच्छते । ___ अंतोमुहुत्तमेत्तं, उवसमसम्मं लहइ जीवो ॥५३०॥ ઉદય પામેલા મિથ્યાત્વનો ક્ષય થયો હોય અને શેષ મિથ્યાત્વ અનુદિત છતે અન્તર્મુહૂર્ત માત્ર સુધી જીવ ઉપશમ સમકિત પામે છે. કોઈ અનાદિ મિથ્યાદષ્ટિજીવ યથાપ્રવૃત્તિકરણ વડે આયુ સિવાય સાતે કર્મોની દીર્ઘસ્થિતિ ખપાવીને દરેકની અન્તઃ કોડાકોડી પ્રમાણ સ્થિતિ અવશેષ રાખે છે. પછી અપૂર્વકરણવડે ગ્રંથભેદ કરીને અનિવૃતિ કરણમાં પેસે છે. કલ્પભાષ્યમાં કહ્યું છે કે-“જે ગ્રંથી ત્યાં સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથીનું ઉલ્લંઘન કરતાં બીજાં અપૂર્વકરણ અને સમ્યકત્વ સન્મુખ જીવ થાય, તે ત્રીજો અનિવૃત્તિકરણ.” એ અનિવૃત્તિકરણમાં ઉદય આવેલું મિથ્યાત્વ અનુભવ વડે ત્યાં જ ક્ષીણ કરે, અને શેષસત્તામાં રહેલું અનુદિત મિથ્યાત્વ તેને પરિણામની વિશુદ્ધિવશાત્ અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં આવવા ન દે, તે અંતર્મુહૂર્ત માત્ર કાળમાં જીવ ઉપશમ સત્વ પામે છે. એટલો કાળ પૂર્ણ થતાં ત્રણ પુંજ નહિ કરેલ હોવાથી પુનઃ તે જીવ મિથ્યાત્વના ઉદયથી ઉપશમસમ્યક્ત્વથી ભ્રષ્ટ થઇને મિથ્યાત્વ પામે છે. સિદ્ધાન્તવાદીનો મત એવો છે કે-કોઈપણ અનાદિ મિથ્યાદૃષ્ટિજીવ તથાવિધ સામગ્રી મળવાથી અપૂર્વકરણવડે ત્રણ પુંજ કરીને સમકિતમોહનીયરૂપ શુદ્ધપુગલોને વેદતા ઉપશમ સમકિત પામ્યા સિવાય પ્રથમજ ક્ષયોપશમસમ્યગદષ્ટિ થાય છે. વળી બીજાઓ એમ કહે છે કે- યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણવડે અન્તરકરણમાં જીવ ઉપશમ સમકિત પામે છે, તે ત્રણ પુંજ કરતો નથી. તેથી કરીને ઉપશમ સમકિતથી ભ્રષ્ટ થએલ અવશ્ય મિથ્યાત્વેજ જાય છે. કલ્પભાષ્યમાં પણ એમજ કહ્યું છે, કે- “જેમ બીજાં આલંબન નહિ પામેલ ઇલિકા પોતાનું મૂળસ્થાન નથી મૂકતી. એટલે કે-ઇયળ પોતાના શરીરને આગલ-ચલાવતી આધારરૂપ સ્થાનને પામ્યા પહેલાં પૂર્વના સ્થાનને છોડતી નથી તેમ ઉપશમસમ્યગ્દષ્ટિ જીવ ઉપશમસમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ ત્રણપુંજ નહીં કરેલા હોવાથી મિશ્ર-અને શુદ્ધjજરૂપ સ્થાનના આધારવગરનો પાછો ઉપશમસમ્યક્ત્વી મિથ્યાત્વેજ જાય છે.” * કર્મગ્રન્થવાળાઓ વળી એમ માને છે કે-સર્વ અનાદિ મિથ્યાષ્ટિ પ્રથમ સમ્યક્ત્વ પામતી વખતે યથાપ્રવૃત્તિકરણાદિ ત્રણ કરણપૂર્વક અંતરકરણ કરે છે, અને ત્યાં ઉપશમ સમકિત પામે છે. આ જીવ ત્રણે પુંજ કરે છે જ. અને તેથી કરીને ઉપશમસમકિતથી ભ્રષ્ટ થએલ જીવ ક્ષાયોપશમ સમ્યગદષ્ટિ-મિશ્રદષ્ટિ-અથવા મિથ્યાદષ્ટિ થાય છે. પ૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy