SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સમ્યકત્વના ભેદો. [૨૪૭ મિથ્યાશ્રુત છે. પરંતુ તેના ગ્રાહકની અપેક્ષાએ લૌકિક અને લોકોત્તર બન્નેમાં ભજના છે. એટલે કે સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલ ભારતાદિ સમ્યકશ્રુત કહેવાય છે, કેમકે તે તેના યથાવસ્થિત વસ્તુતત્ત્વના બોધથી વિષયવિભાગે તેની યોજના કરે છે, અને મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલ આચારાંગાદિકૃત પણ મિથ્યાશ્રુત થાય છે, કેમકે મિથ્યાદષ્ટિ તે આચારાંગાદિને યથાવસ્થિત તત્ત્વબોધના અભાવે વિપરીતપણે યોજે છે. ૫૨૭. सम्मत्तपरिग्गहियं, सम्मसुयं तं च पंचहा सम्म । उवसमियं सासाणं, खयसमजं वेययं खइयं ॥५२८॥ સમ્યકત્વપૂર્વક ગ્રહણ કરેલ શ્રુત તે સમ્યકશ્રુત છે. તે સમ્યકત્વ ઔપશમિક-સાસ્વાદનક્ષયોપથમિકવેદક અને ક્ષાયિક એમ પાંચ પ્રકારે છે. પ૨૮ ઉદય પામેલા મિથ્યાત્વ મોહનીયકર્મનો ક્ષય અને બાકીનાનો ઉદય થવા ન દેવો તે ઉપશમ, અને તેથી થએલ તત્ત્વશ્રદ્ધાન તે ઔપથમિક સમ્યકત્વ કહેવાય. મિથ્યાત્વનો ઉદય નહિ થવા છતાં (જો કે તેના ઉદયની તૈયારી હોય,) માત્ર અનન્તાનુબંધી કષાયના ઉદયથી કલુષિત થએલ આત્મપરિણામ જયારે તત્ત્વશ્રદ્ધાનરૂપ રસના આસ્વાદયુક્ત પરિણામે વર્તે, તે સાસ્વાદનસમ્યક્ત્વ છે; અથવા સમસ્ત પ્રકારે મુક્તિમાર્ગ રૂપી સમ્યકત્વથી ભ્રષ્ટ કરે તે આશાતન એટલે અનંતાનુબંધી કષાયનું વેદવું. તે આશાતને કરીને સહિત વર્તે તે સાશાતન સમ્યકત્વ કહેવાય, ઉદય પામેલા મિથ્યાત્વનો ક્ષય અને નહિ ઉદય પામેલાનો ઉપશમ, એમ મિથ્યાત્વના ક્ષય અને ઉપશમ, ઉભયથી થએલ તત્ત્વશ્રદ્ધાન, તે ક્ષાયોપથમિક સમ્યફળ છે. અનન્તાનુબંધી ચતુટ્ય અને મિથ્યાત્વ, મિશ્ર અને સમકિતમોહનીય એ દર્શનસપ્તકનો ઘણાભાગે ક્ષય કર્યો હોય, એવા જીવ વડે એ દર્શન મોહનીયનો છેલ્લો અંશ અનુભવાય તે વેદક સમ્યકત્વ છે, અને દર્શનમોહનીયની સાતે પ્રકૃતિનો સર્વથા નાશ થવાથી થએલું તત્ત્વશ્રદ્ધાન તે ક્ષાયિક સમ્યકૂવ છે. એ સમ્યક્ત્વનો વિસ્તાર અર્થ હવે ભાષ્યકાર કહે છે. उवसामगसेढिगयस्स, होइ उवसामियं तु सम्मत्तं । जो वा अकयतिपुजो, अखवियमिच्छो लहइ सम्मं ॥५२९॥ ઉપશમશ્રેણિ પામેલાને ઉપશમસમ્યકત્વ હોય છે. અથવા જેણે ત્રણ પુંજ ન કર્યા હોય, અને મિથ્યાત્વનો ક્ષય પણ ન કર્યો હોય, તે ઉપશમ સમ્યકત્વ પામે છે. પ૨૯. દર્શનસતક ઉપશમાવીને ઉપશમશ્રેણિ પામેલાને ઉપશમસમ્યક્ત્વ હોય છે. અથવા જે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ હોય, તેણે શુદ્ધ-અશુદ્ધ અને મિશ્ર એવા વિભાગે મિથ્યાત્વ મોહનીયના ત્રણ પુંજ ન કર્યા હોય, તેમ જ મિથ્યાત્વનો ક્ષય પણ ન કર્યો હોય, તેને અંતર કરણમાં પ્રવેશ કરતાં ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વનો ક્ષય કરનાર તો ક્ષાયિફસમ્યત્વ પામે છે. પ્રશ્ન :- ત્રણ પુંજ કેવી રીતે થાય ? * ઉત્તર :- કોઈ અનાદિ મિથ્યાદષ્ટિ જીવ તથાવિધ ગુરૂ આદિ સામગ્રી પામીને અપૂર્વકરણ વડે મિથ્યાત્વમોહનીયના પુંજમાંથી પુગલોને શુદ્ધ કરતાં અર્ધશુદ્ધ કરવારૂપ મિશ્રપુંજ કરે, અને સર્વથા શુદ્ધ કરવારૂપ સમ્યક્ત્વ પુંજ કરે, તથા જે પુદ્ગલો અશુદ્ધ જ રહે તે મિથ્યાત્વ પુંજ કહેવાય. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy