SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯] સંજ્ઞાનો ક્રમ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ છે એમ નહિ, પરન્તુ તેથી અધિક પણ છે, એમ જણાવવાને માટે તેઓને ઓઘસંજ્ઞા કહી છે. વળી એ ઓધસંજ્ઞાનું જેવું સંજ્ઞાપણું છે, તેવું પૂર્વે કહેલું છે. તેથી એમાં શંકાનું સ્થાન નથી. પ્રશ્ન :- ભલે એમ હોય,પરન્તુ એકેંદ્રિયને આહાર, ભય, ક્રોધ વિગેરે દશ પ્રકારની સંજ્ઞાઓ આગમમાં કહી છે, અને તમે અહીં આ એક ઓઘસંજ્ઞાજ કેમ કહી ? ઉત્તર :- લતાઆદિમાં એ સંજ્ઞા સ્પષ્ટ જણાય છે, તેથી એ સાક્ષાત્ કહી છે, બાકીની બીજી ઉપલક્ષણથી જાણી લેવી. બેઇંદ્રિય-તેઇંદ્રિય-ચઉરિંદ્રિય-અને-સમૂર્ચ્છન પંચદ્રિયને હેતુવાદસંજ્ઞા હોય છે. દેવ-નારકીગર્ભજતિર્યંચ ને મનુષ્યોને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. અને છદ્મસ્થસમ્યગ્દષ્ટિને દૃષ્ટિવાદસંજ્ઞા હોય છે. તેઓનું જે શ્રુત તે સંશી શ્રુત કહેવાય છે. ઉપરોક્ત સંજ્ઞા વડે સંશી કહેવાતા જીવો સિવાયના સ્મરણ-ચિત્તા આદિ મતિ-શ્રુતના વ્યાપાર રહિત ભવસ્થ કેવળી અને સિદ્ધના જીવો સંજ્ઞા રહિત છે. ૫૨૩-૫૨૪. પુનઃ શિષ્ય પ્રશ્ન કરે છે કે मोत्तूण - कालिय- सम्मत्तकमं जहुत्तरविसुद्धं । વિંદ વાતિોવસો, વીર્ ગાર્પણૅ સુત્તમ્નિ ? || અવિશુદ્ધ એવી હેતુવાદોપદેશસંજ્ઞા તેથી વિશુદ્ધ કાલિક અને તેથી વિશુદ્ધતર દૃષ્ટિવાદસંજ્ઞા છે. છતાં એ અનુક્રમ મૂકી દઇને નંદીસૂત્રમાં (તેમજ તમે) પણ પ્રથમ કાલિકી સંજ્ઞા કેમ કહી ? આચાર્યશ્રી એ પ્રશ્નનો ઉત્તર આપે છે કે सत्ति असणत्ति य, सव्वसुए कालिओवएसेणं । पायं संववहारो, कीरइ तेणाइए स कओ ॥५२६ ॥ સંશી અને અસંશી એવો સર્વ વ્યવહાર આગમમાં ઘણું કરીને કાલિકી સંજ્ઞાથી જ કરાય છે, તેથી પ્રથમ તે કહેલ છે. ૫૨૬. સ્મરણ-ચિંતવનાદિરૂપ દીર્ઘકાલિકી સંજ્ઞાના જ્ઞાનયુક્ત સમનસ્કપંચેન્દ્રિયનેજ આગમાં સંશી કહેલા છે, અને મનરહિત સંમૂચ્છિમ પંચેન્દ્રિયને અસંશી કહેલા છે. આ પ્રમાણે દીર્ઘકાલિકસંજ્ઞા વડે જ સંશી અને અસંજ્ઞીનો વ્યવહાર થાય છે. તેથી યથોત્તર વિશુદ્ધિનો ક્રમ મૂકીને નન્દીસૂત્રમાં અને અહીં પ્રથમ કાલિકીસંજ્ઞા, તે પછી હેતુવાદિકી અને તે પછી દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેલ છે. એ પ્રમાણે સંજ્ઞીશ્રુત અને અસંજ્ઞીશ્રુત કહીને હવે સમ્યશ્રુત તથા મિથ્યાશ્રુતનું સ્વરૂપ કહે છેअंगा- गंगपविद्धं, सम्मसुयं लोइयं तु मिच्छसुयं । ઞસખ્ત ૩ સામિત્ત, તોડ્ય-લોત્તરે મયા ||૧૨૦થી અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ શ્રુત સભ્યશ્રુત છે. તથા લૌકિકશ્રુત તે મિથ્યાશ્રુત છે; સ્વામિ(ગ્રાહક)ને અનુસરીને એ લૌકિક અને લોકોત્તર શ્રુતમાં ભજના છે. આચારાંગ આદિ અંગપ્રવિષ્ટ શ્રુત અને આવશ્યક આદિ અનંગ પ્રવિષ્ટ(અંગબાહ્ય) શ્રુત છે. એ બન્ને સ્વામીની અપેક્ષા વગર સ્વાભાવિક સભ્યશ્રુત છે, તથા લૌકિક ભારતાદિ સ્વાભાવિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy