SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાંક ૨૨૪-૨૩૦ ૨૩૧૨૩૫ ૨૩૬-૨૪૧ ૨૪૪-૨૪૯ ૨૫૦-૨૫૪ ૨૫૫-૨૬૪ ૨૬૫-૨૭૨ ૨૭૩-૨૭૮ ૨૦૯૨૮૮ ૨૮૯-૨૯૧ ૨૯૨-૨૯૪ ૨૯૫-૨૯૯ ૩૦૦-૩૦૬ ૩૦૭ ૩૦૮-૩૧૧ ૩૧૨-૩૧૬ ૩૧૭-૩૨૧ ૩૨૨-૩૨૭ Jain Education International ૨૭ વિષય સ્વપ્રાવસ્થામાં અનુભવેલ વિષયને લીધે જ થતા હર્ષ-વિષાદરૂપ અનુગ્રહ-ઉપઘાતથી મનની પ્રાપ્યકારિતાનો પૂર્વપક્ષ. સ્વપ્રાવસ્થામાં થતી ક્રિયા અને ક્રિયાના ફળનો નિષેધ, સ્વપ્રાનાં ફળ અને જ્ઞાનનો અનિષેધ, સ્યાનર્ધિ નિદ્રાવાળાને મનના વ્યંજનાવગ્રહનો અભાવ અને તે નિદ્રાવાળાનાં ઉદાહરણ - “મારૂં મન ચંદ્ર તરફ ગયું'' ઇત્યાદિ લોકોક્તિ રૂપ રૂઢીઓ, અસત્ય, તથા વિષય પ્રાપ્તિથી અને વિષય પ્રાપ્તિ વિના એ ઉભય પ્રકારે મનના વ્યંજનાવગ્રહનો અભાવ. અસંખ્યાત્મક ઉપયોગ છતાં મનના વ્યંજનાવગ્રહનો અભાવ, મનની પેઠે ચક્ષુના વિષયનો પણ નિયમ હોવાથી ઉભય અપ્રાપ્યકારી, કર્મોદય અને સ્વસ્વભાવ તથા સામર્થ્યના અભાવે ગહન અર્થને ગ્રહણ કરવામાં મનની અશક્તિ, તેમજ પ્રતિબોધક અને સરાવલાના ઉદાહરણથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ. નંદીસૂત્રમાં કહેલ વ્યંજનાવગ્રહના સ્વરૂપની ભાષ્યકારની વ્યાખ્યા. અર્થાવગ્રહ અને અપાયના વિષયનો તફાવત, ઈહા વિના અપાયનો અભાવ, સામાન્ય ગ્રહણમાં અર્થાવગ્રહની સિદ્ધિ વ્યંજનકાળે અર્થજ્ઞાનનો અભાવ, અને વ્યંજનાવગ્રહમાં અવ્યક્ત જ્ઞાનનો સંભવ. વ્યંજનાવગ્રહમાં વિષય ગ્રહણ માનવાથી સાંકર્ય આદિ દોષો, અર્થાવગ્રહ ઈહાનો અભાવ, અપાયનો પ્રસંગ, અવગ્રહાદિના ઉત્ક્રમ-વ્યતિક્રમનો પ્રસંગ. અવગ્રહની પૂર્વે ઈહા માનનારાઓના અભિપ્રાયમાં દોષોદ્ભાવન. અર્થાવગ્રહકાળે શબ્દાદિના નિશ્ચય સાથે ઈહા માનનારાઓની ભૂલ, અને નિશ્ચિયક તથા વ્યવહારિક અર્થાવગ્રહનું સ્વરૂપ. ઈહા-અપાય-અને ધારણાનું સ્વરૂપ. રૂપાદિકમાં અવગ્રહ-ઈહા આદિનું નિરૂપણ અને સ્વપ્રાદિકમાં પણ અવગ્રહાદિનું નિરૂપણ. અવગ્રહાદિ ચારઉત્ક્રમ-વ્યતિક્રમથી ન હોવાનું કારણ, ઈહાદિ ત્રણ-બે-કે એકજ ન હોવાનું કારણ અને ચાર જ પ્રકાર માનવાનો હેતુ મતિજ્ઞાનના અઠ્યાવીસ ભેદ અને અશ્રુતનિશ્રિતમતિચતુષ્કમાં અવગ્રહાદિનો સદ્ભાવ. બહુ-બહુવિધાદિવડે મતિજ્ઞાનના ત્રણસો છત્રીસ ભેદ. શબ્દાદિરૂપ વિષયની અપેક્ષાએ બહુ-બહુવિધાદિ અર્થનું નિરૂપણ. અવગ્રહાદિકમાં જ્ઞાનની સિદ્ધિ. વસ્તુના સમસ્ત સ્વરૂપને જાણનાર તે જ્ઞાન, એકદેશને જાણનાર માનનારાઓના મતનું સમાધાન. અજ્ઞાન, એમ મિથ્યાદૅષ્ટિને નિર્ણયકાળે પણ મિથ્યાભિનિવેશથી વિપર્યયથી અને યથાર્થજ્ઞાનના અભાવે અજ્ઞાનપણું તથા સમ્યગ્દષ્ટિને જ્ઞાનોપયોગથી સંશયાદિ પણ જ્ઞાનરૂપે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy