SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] સ્વપરપર્યાયોનું અલ્પબહુત્વ. [૨૩૩ જે પર્યાયો જાણવાથી જે જણાય અને જે નહિ જાણ્યાથી ન જણાય તે ઘટના રૂપાદિ ધર્મની પેઠે તેના ધર્મ કેમ ન કહેવાય ? ઉપર કહ્યા મુજબ જે ઘટાદિ પર્યાયો નહિ જાણ્યાથી, જે અક્ષર પણ ન જણાય, અને એ પર્યાયો જાણ્યાથી અક્ષર પણ જણાય, તે ઘટાદિ પર્યાયો પણ અક્ષરના ધર્મ છે. જેમ રૂપાદિ ઘટના ધર્મ છે, અને તે રૂપાદિનું જ્ઞાન ઘટના જ્ઞાનથી જ થાય છે, તેમ પણ જાણવું, અહીં એવો નિયમ છે કે-“જે ન જણાયાથી જે વસ્તુ ન જણાય અને જણાયાથી જણાય, તેં રૂપાદિ ઘટના ધર્મોની પેઠે તે તેના ધર્મો છે. અહીં પ્રસ્તુતમાં પણ સમસ્ત ઘટાદિ પર્યાયો જાણ્યા વિના એક અક્ષર સંપૂર્ણ જણાતો નથી. અને તે પર્યાયો જાણ્યાથી અક્ષર પણ જણાય છે. માટે તે પર્યાયો તેના ધર્મ છે. ૪૮૫. (એ પ્રમાણે એક) અક્ષર સર્વદ્રવ્ય-પર્યાયરાશિ પ્રમાણ છે, એટલું જ નહિ, પરંતુ બીજી પણ લોકમાં જે વસ્તુઓ છે, તે સર્વ સર્વપર્યાયવાળી છે. ૪૮૬. न हि नवरमक्खरं, सव्वदव्व-पज्जायमाणमण्णपि । નં વત્યુસ્થ તો, તે સત્યં સવ્વપજ્ઞાય ૪૮૬॥ અહીં અક્ષરને ગ્રહણ કરીને જ પર્યાયનું પ્રમાણ કેમ ક્યું ? તેના ઉત્તરમાં ભાષ્યકાર મહારાજ કહે છે કે - इह मक्खराहिगारो, पण्णवणिज्जा य जेण तव्विसओ । તે ચિંતિખ્તેતેવું, માળો સવમાવાળું ? ll૪૮૭થી અહીં અક્ષરનો અધિકાર છે માટે. વળી પ્રરૂપણીય ભાવો અક્ષરનો વિષય છે, તેથી એમ વિચારાય છે કે સર્વભાવોના કેટલામાં ભાગે તે પ્રરૂપણીય ભાવો છે ? ૪૮૭. અહીં અક્ષર કહેવાનો અધિકાર છે, તેથી અક્ષરના પર્યાયનું પ્રમાણ કહ્યું, અને સર્વવસ્તુ પણ એજ પ્રમાણે જણાય છે. પ્રશ્ન :- ભલે તે તેમ હોય, પરંતુ અક્ષરના સ્વપર્યાય કયા ? અને ૫૨૫ર્યાય કયા ? તે કહો. ઉત્તર ઃ- અભિલાપ્ય (પ્રરૂપણીય) વસ્તુ સર્વ અક્ષર વડે જ બોલી શકાય છે, તેથી અક્ષરના વિષયભૂત એ વસ્તુઓ અથવા તે વસ્તુ કથન કરવાની શકિતરૂપ સર્વ પર્યાયો, એટલે કે જે અભિલાપ્ય (કહી શકાય તેવા) પર્યાયો તે અક્ષરના સ્વપર્યાયો છે, અને બાકીના અનભિલાપ્ય (ન કહી શકાય) એવા ભાવો-પર્યાયો તે પરપર્યાયો છે. આજ કારણથી એ અભિલાપ્ય-સ્વપર્યાયો, સર્વ અભિલાપ્ય અને અનભિલાપ્ય એવા પર્યાયોના કેટલામા ભાગે છે, એ વિચારાય છે. ૪૮૭, पण्णवणिज्जा भावा, वण्णाण सपज्जया तओ थोवा । सेसा परपज्जाया, तोडणंतगुणा निरभिलप्पा ॥४८८ || પ્રરૂપણીય ભાવો અક્ષરના સ્વપર્યાય હોવાથી થોડા છે, અને બાકીના અપ્રરૂપણીય ભાવો પરપર્યાય હોવાથી, તે કરતાં અનંતગુણા છે. ૪૮૮. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy