SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮] અસંસીને પણ અક્ષરલાભ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જેમ અસંજ્ઞીને ચૈતન્ય સ્વાભાવિક છે, તેમ ઓવજ્ઞાન પણ છે, પણ અલ્પ હોવાથી એકેન્દ્રિયના જીવત્વની જેમ તે જણાતું નથી. ૪૭૫. જેમ અસંજ્ઞીને આહારાદિ સંજ્ઞાદ્વારા ચૈતન્ય-જીવનપણું સ્વાભાવિક જણાય છે, તેમ લાક્ષરાત્મક ઓવજ્ઞાન પણ તેમને છે, પરંતુ તે જ્ઞાન અલ્પ હોવાથી સ્થૂલદષ્ટિવાળા પૃથ્વી આદિ એકેન્દ્રિયના જીવત્વની જેમ જાણી શકતા નથી. જો કે અક્ષરલાભ પરોપદેશજન્ય છે, પણ તેમાં સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષરનો લાભ પરોપદેશજન્ય છે, લધ્યક્ષર તો ક્ષયોપશમ અને ઇન્દ્રિય નિમિત્તક હોવાથી અસંજ્ઞીને પણ હોય છે, અને એજ લધ્યક્ષર મુખ્યતાએ અહીં પ્રસ્તુત છે. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર પ્રસ્તુત નથી કેમકે અહીં અધિકાર તો વ્યાપક એવા શ્રુતજ્ઞાનનો છે. ૪૭૫. આ સંબંધમાં બીજુ દષ્ટાંત કહે છે. ___जह वा सपणीणमणक्खराण असइ नरवण्णविण्णाणे । लद्धक्खरंति भण्णइ, किंपित्ति तहा असण्णीणं ॥४७६॥ અથવા જેમ નિરક્ષર એવા સંજ્ઞીજીવોને મનુષ્યાદિ વર્ણ (અક્ષર)નું જ્ઞાન નહિ છતાં પણ તેમને લધ્યક્ષર કહેવાય છે; તેમ અસંજ્ઞીને પણ કંઈક છે. ૪૭૬. જેમ અન્યઉપદેશના અભાવે મુગ્ધસ્વભાવવાળા ભિલ્લ બાળક-ગોવાળ-ગાય આદિને મનુષ્યાદિના શબ્દોના અક્ષરોનું જ્ઞાન નહિ છતાં પણ તેઓને લધ્યક્ષર છે, એમ કહેવાય છે, કારણ કે તેઓને તેવા શબ્દોચ્ચારથી બોલાવતાં તે સાંભળે છે અને સામું પણ જુવે છે. અને ગાય પણ શબલાબહુલા આદિશબ્દોથી બોલાવી હોય તો પોતાનું નામ જાણે છે અને પ્રવૃત્તિ-નિવૃત્તિ આદિ કરે છે. આ પ્રમાણે ગાય આદિને તેવા પ્રકારનો પરોપદેશ નથી, તે છતાં પણ લધ્યક્ષર છે. એવી જ રીતે અસંજ્ઞીને પણ તે છે. ૪૭૬. ' એ પ્રમાણે એકૅક્રિયાદિને જેને જેટલું લધ્યક્ષર શ્રત હોય છે, તે કહ્યું, હવે એકેક અકારાદિ અક્ષરના જેટલા પર્યાયો છે, તે વિશેષથી બતાવે છે. एक्केक्कमक्खरं पुण स-परपज्जयभेयओ भिन्नं । तं सब्बदब्ब-पज्जायरासिमाणं मुणेयव्वं ॥४७७॥ વળી એકેક અક્ષર સ્વ-પર પર્યાયના ભેદથી ભિન્ન છે, તે પર્યાયો સર્વ દ્રવ્ય અને પર્યાયના રાશિ (સમૂહ) પ્રમાણ જાણવા. ૪૭૭. દરેક અકારાદિ અક્ષરો સ્વ-પર પર્યાયના ભેદથી જુદા છે, તે ધર્માસ્તિકાયઆદિ સર્વ દ્રવ્યના પર્યાયના રાશિ જેટલા છે. એટલે કે આ જગતમાં પરમાણું કયણકાદિ અને એકેક આકાશ પ્રદેશાદિ જે દ્રવ્યો છે, એ સર્વને એકઠા કરવાથી જે સમૂહ થાય, તેટલો સમૂહ એકેક અકારાદિ અક્ષરોના પર્યાયનો છે. જેમકે તે અક્ષરોમાંના એક અકારના જ કેટલાક થોડા સ્વપર્યાયો છે, તે પણ અનન્તા છે. અને બાકીના પરપર્યાયો તો, તેથી અનન્ત ગુણા છે. આ સમજવામાં એક કલ્પના કરીએ, જેમકે સર્વદ્રવ્ય અને તેના પર્યાયનો રાશિ અનન્તાનન્ત સ્વરૂપ છે, તો પણ અસતકલ્પનાએ તેની સંખ્યા એકલાખપ્રમાણ છે અને અકાર ઈકારાદિના વાચ્ય પદાર્થો સર્વની સંખ્યા એક હજાર પ્રમાણ છે. હવે તેમાંના એક અકાર અક્ષરના, સર્વદ્રવ્યગત લક્ષ પર્યાયના સમૂહમાંથી વિદ્યમાનપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy