SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ત્રિવિધ અનુપલબ્ધિનું ખંડન. [૨૨૭ અત્યંત અનુપલબ્ધિ, સામાન્ય અનુપલબ્ધિ અને વિસ્કૃતિ અનુપલબ્ધિ. આ ત્રણ પ્રકારની અનુપલબ્ધિ કેટલાક માને છે. તેમાં પ્રથમ ખરવિષાણ, અશ્વશૃંગ, વંધ્યાપુત્ર આદિ વસ્તુઓનો સર્વથા અભાવ હોવાથી તે જણાતી નથી, તેથી તેની અત્યન્ત અનુપલબ્ધિ કહેવાય. અડદ અથવા મગના દાણાઓનું રૂપ જણાતા છતાં પણ તે દાણા મોટા ઢગલામાં નાંખ્યા હોય, તો તે જણાતા નથી, તેની સામાન્ય અનુપલબ્ધિ કહેવાય અને “આ તે છે” એવું અનુસંધાન કર્યા વિના વિસ્મરણથી જ વસ્તુ ન જણાય તે વિસ્મૃતિથી અનુપલબ્ધિ કહેવાય. પ્રશ્ર - અહીં અક્ષરોપલબ્ધિનો અધિકાર હોવાથી આ ત્રિવિધ અનુપલબ્ધિનું સ્વરૂપ કહેવું એ અપ્રસ્તુત છે. - ઉત્તર - ઉપલબ્ધિથી વિપરીત અનુપલબ્ધિ છે. એ કારણથી વિપરીતપણાએ કરીને ત્રિવિધ અનુપલબ્ધિ અહીં કહી છે. પ્રશ્ન :- તો પણ અનુપલબ્ધિ ત્રણજ છે, એવો નિયમ અયોગ્ય છે. કારણ કે અતિ નજીક રહેલી વસ્તુ, અતિ દૂર રહેલી વસ્તુ જણાતી નથી, તેથી તે પણ અનુપલબ્ધિપણે પ્રસિદ્ધ છે, માટે આદિશબ્દથી બધીએ અનુપલબ્ધિઓ કહેવી જોઈએ પણ ત્રણજ અનુપલબ્ધિઓ છે, એવો નિયમ તો અયોગ્ય છે. માટે બધી અનુપલબ્ધિઓ કહો. ઉત્તર - એ સર્વનું સ્વરૂપ અહીં કહેવા જતાં ગ્રંથનો વિસ્તાર થઇ જાય, વળી બીજા ગ્રંથોમાં તેનું સ્વરૂપ સવિસ્તાર કહ્યું છે. (૩ીત્રોન્તા) અથવા આ બધીનો સમાવેશ પ્રત્યક્ષ અને અનુમાનમાં જ થાય છે, તેથી અહીં નથી કહેતા. ૪૭૩, એ પ્રમાણે તત્ત્વ-ભેદ અને પર્યાયવડે અક્ષરની વ્યાખ્યા કરી. હવે એ અક્ષરકૃતના અધિકારમાં સૂત્રોમાં કહ્યું છે કે અક્ષરલબ્ધિવાળાને લધ્યક્ષર ઉત્પન્ન થાય છે, તે વાત પ્રેરી શિષ્ય શંકા કરી પૂછે છે કે . अक्खरलंभो सण्णीण, होज्ज पुरिसाइवण्णविण्णाणं । कत्तो असण्णीणं, भणियं च सुयम्मि तेसिंपि ॥४७४॥ પુરૂષાદિશબ્દના વર્ણવિજ્ઞાનરૂપ અક્ષરલાભ સંજ્ઞીને હોય, પણ અસંજ્ઞીને ક્યાંથી હોય ? તેમને પણ શ્રુતમાં અક્ષરલાભ તો કહ્યો છે. ૪૭૪. પ્રશ્ન :- સ્ત્રી-પુરૂષ-નપુંસક-ઘટ-પટ ઇત્યાદિ વર્ણના વિજ્ઞાનરૂપ અક્ષરલાભ, મનવાળા સંજ્ઞીજીવોને હોય, એ વાત માની શકાય છે, પરંતુ મનરહિત અસંગીજીવોને એ લાભ ક્યાંથી હોય ? ન જ હોય. કારણ કે અક્ષરલાભ પરોપદેશજન્ય હોવાથી મનરહિત અસંજ્ઞીજીવોને તે સંભવે નહીં. ઉત્તર- અસંજ્ઞીને પણ એ અક્ષરલાભ હોય છે, સૂત્રમાં કહ્યું છે કે “એકેંદ્રિય મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની છે” એ વચનથી એકેન્દ્રિયાદિ અસંજ્ઞીજીવોને પણ અક્ષરલાભ હોય છે. કારણ કે અક્ષર સિવાય શ્રુત હોઈ શકે નહિ. તેનું સ્પષ્ટીકરણ ઉદાહરણપૂર્વક કરે છે. जह चेयण्णमकित्तिममसण्णीणं तहोहनाणंपि । थोवंति नोवलब्भइ जीवत्तमिगिंदियाईणं ॥४७५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy