SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સંજ્ઞા, વ્યંજન અને લબ્ધિ અક્ષર. [૨૨૩ તથા દીપકવડે જેમ ઘટાદિ અર્થ પ્રગટ કરાય છે – જણાવાય છે, તેમ જે વડે અર્થ-વસ્તુ પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય છે. વ્યંજનની મદદ સિવાય એકલા સ્વરો પ્રાયઃ કદિપણ બાહ્યઅર્થ પ્રગટ કરી શકતા નથી. કારણ કે વ્યંજનો વિનાનું વાક્ય વિવક્ષિત અર્થ પ્રતિપાદન કરવાને સમર્થ નથી, જેમકે “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ” આ વાક્યમાંથી વ્યંજનો દૂર કરીએ ત્યારે આ સ્વરો રહે છે. અ અ અ અ અ-આ-અ-અ-આ-ઇ-આ-ઇ” આ એકલા સ્વરો ઉપરોક્ત અર્થ કહેવાને સમર્થ નથી. અકાર ઈંકાર આદિ એકલા સ્વરો વિષ્ણુ-કામદેવ આદિ અર્થ પ્રતિપાદન કરે છે, તેથી જ એમ કહ્યું છે કે વ્યંજન વિનાના એકલા સ્વરો પ્રાયઃ બાહ્યઅર્થ કદિ પણ પ્રગટ કરી શકતા નથી. પ્રશ્ન :- જેમ સંકેતવશાત્ કેવળ અકારાદિ સ્વરો વિષ્ણુઆદિની સંજ્ઞા-નામ છે, તેમ સંકેતવશાત્ કેવળ વ્યંજનો પણ કોઈ વસ્તુની સંજ્ઞા હશે. અને જો એમ હોય તો એમ કેમ કહી શકાય કે ‘વ્યંજનો સ્વરો વિના કદિપણ અર્થ પ્રતિપાદન કરતા નથી.' ઉત્તર :- કેવળ સ્વરો કોઈક વખત કોઈકની સંજ્ઞા હોય છે, પણ વ્યંજનોથી તો કદિપણ કોઈની સંજ્ઞા નથી જણાતી. માટે જ કહ્યું છે કે “વ્યંજનો સ્વરો વિના કદિપણ અર્થ પ્રતિપાદન કરતા નથી.” ૪૬૨-૪૬૩. એ પ્રમાણે અક્ષર અને વર્ણ, એ બન્ને પર્યાયો સામાન્ય વર્ણવાચક છે. તથા સ્વર અને વ્યંજન એ દરેક વર્ણવિશેષના વાચક છે. તેમાં રૂઢિવશાત્ અક્ષરને વર્ણ કહેવાય છે. તે અક્ષર ત્રણ પ્રકારે છે. તે બતાવે છે. तं सण्णा - वंजण-लद्धिसण्णियं तिविहमक्खरं तत्थ । सुबहुलविभेयनिययं सण्णक्खरमक्खरागारो ॥४६४॥ તે અક્ષર સંજ્ઞાક્ષર-વ્યંજનાક્ષ૨-લધ્યક્ષર એમના ત્રણ પ્રકારે છે. જુદી જુદી લિપિના નિયત, અક્ષરાકારરૂપ પ્રથમ સંજ્ઞાક્ષર છે. ૪૬૪. સંજ્ઞાક્ષર-વ્યંજનાક્ષર અને લધ્યક્ષર એમ ત્રણ પ્રકારે અક્ષર છે. શાસ્ત્રોમાં અઢાર પ્રકારની લિપિઓ કહી છે. જેવી કે હંસલિપિ, ભૂતલિપિ, ઉડ્ડીલિપિ, યવનીલિપિ, તુરકિલિપિ, કીરીલિપિ, દ્રાવિડીલિપિ, માળવીલિપિ, નટીલિપિ, નાગરીલિપિ, લાટલિપિ, પારસીલિપિ, અનિમિત્તલિપિ, ચાણાક્યલિપિ અને મૂળદેવીલિપિ. આ પ્રકારે લિપિના ભેદથી નિયત અક્ષરાકારરૂપ સંજ્ઞાક્ષર અનેક પ્રકારે છે. જેમકે કોઈ લિપિમાં અર્ધ ચન્દ્રાકાર ટકાર હોય છે, કોઈ લિપિમાં ઘટાકાર ટકાર હોય છે. વિગેરે અનેક પ્રકારે છે. ૪૬૪. હવે વ્યંજનાક્ષર કહે છે. वंजिइ जेणत्थो, घडो व्व दीवेण वंजणं तो तं । भण्णइ भासिज्जंतं, सव्वमकाराड़ तक्कालं ॥४६५ ॥ જેમ દીવાવડે ઘડો પ્રગટ કરાય છે, તેમ જે વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય છે. ભાષાનો કાળ તે તેનો કાળ જાણવો અને તેજ કાળે બોલતા સર્વ અકારાદિથી હકાર પર્યન્તના અક્ષરો વ્યંજનાક્ષર કહેવાય છે. (અર્થાત્ બોલતો શબ્દ તે વ્યંજનાક્ષર છે, કેમકે તે શબ્દના અર્થને પ્રગટ કરનાર છે.) ૪૬૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy