SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. શ્રુતનાં વ્યંજનાક્ષર આદિ ભેદો. [૨૨૧ એ પ્રમાણે અભિલા૫ના હેતુભૂત વિજ્ઞાનનું અક્ષરપણું અને અનસરપણું કહ્યું, હવે અભિલાષવિજ્ઞાનના વિષયભૂત અભિલાપ્યઅર્થોનું અક્ષરપણું અને અનક્ષરપણું ન વિભાગે કહે છે. अभिलप्पाविय अत्था, सब्बे दबट्ठियाए जं निच्चा । पज्जाएणानिच्चा, तेण खरा अक्खरा चेव ॥४५७॥ (ઘટ-પટ આકાશાદિ) બધા અભિલાખ અર્થો, દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયે નિત્ય હોવાથી અક્ષર છે, અને પર્યાયાસ્તિકનયના અભિપ્રાયે અનિત્ય હોવાથી ક્ષર એટલે ચલિત છે. ૪૫૭. एवं सव्वं चिय नाणमक्खरं जमविसेसियं सुत्ते । अविसुद्धनयमएणं, को सुयनाणे पइविसेसो ? ॥४५॥ પ્રશ્ન :- (જે ચલિત ન થાય તે અક્ષર) એ પ્રમાણે જો કહીએ તો સર્વ જ્ઞાન અક્ષર જ છે, અને સૂત્રમાં પણ સામાન્યથી કહ્યું છે, તો પછી અવિશુદ્ધનયના મતે શ્રુતજ્ઞાનમાં શો તદ્દાવત છે ? ૪૫૮. જે ચલિત ન થાય તે અક્ષર. એ પ્રમાણે જો કહેતા હો, તો સર્વ-પાંચ પ્રકારનું જ્ઞાન અશુદ્ધનયના મતે અક્ષર જ છે. કેમકે બધાં જ્ઞાન પોતાના સ્વરૂપથી ચલિત નથી થતાં. સૂત્રમાં પણ સામાન્યથી જ કહ્યું છે, કે “સર્વ જીવોને અક્ષરનો અનન્તમો ભાગ નિત્ય ઉઘાડો છે.” તેમાં પણ અક્ષરશબ્દથી સામાન્યપણે જ્ઞાન માન્યું છે, પણ શ્રુતજ્ઞાન નથી કહ્યું. વળી બધા જ્ઞાનો અશુદ્ધનયના અભિપ્રાય તો અક્ષર જ છે, તો પછી અહીં શ્રુતજ્ઞાનમાં શો તદ્દાવત છે, કે જેથી અક્ષરદ્યુત-અનફરશ્રુત વિગેરે કહો છો ? ૪૫૮. जइवि हु सव्वं चिय, नाणमक्खरं तहवि रुढिओ वन्नो । भण्णइमक्खरमिहरा, न खरइ सब्बं सभावाओ ॥४५९॥ ઉત્તર :- જો કે સર્વજ્ઞાન અક્ષર છે, તો પણ રૂઢિવશ અહીં વર્ણને અક્ષર કહેવાય છે. અન્યથા તો સર્વ વસ્તુ સ્વભાવથી તો ચલિત નથી જ થતી. ૪૫૯. જો કે અશુદ્ધનયોના અભિપ્રાયે સર્વજ્ઞાન અને સર્વભાવો અક્ષર (નિત્ય) છે, તો પણ રૂઢિવશ અહીં અકારાદિ વર્ણને જ અક્ષર કહેલ છે. બીજી રીતે તો જેમ છે તેમજ છે, “છતીતિ ” એટલે જે જાય છે તે ગાય, “ ગતિ વં ” એટલે કીચડમાં થયેલું હોય તે કમળ. ઇત્યાદિ સામાન્ય અર્થનું પ્રતિપાદન કરનારા શબ્દો પણ રૂઢિવશ વિશેષ અર્થનું જ પ્રતિપાદન કરે છે. તેવી જ રીતે અહીં પણ અક્ષરશબ્દને વર્ણરૂપે જ કહેલ છે. અને વર્ણ એ શ્રુતરૂપ છે, તેથી તેને જ અહીં પણ અક્ષર અનક્ષર રૂપ કહેલ છે. અન્યથા તો અશુદ્ધનયોના મતે તો સર્વ વસ્તુ સ્વભાવથી ચલિત થતી નથી તેથી અક્ષરજ છે. ૪૫૯. હવે એ શ્રતરૂપવર્ણની વ્યુત્પત્તિ કહે છે. वणिज्जइ जेणऽत्थो, चित्तं वण्णेणवाऽहवा दबं । वणिज्जइ दाइज्जइ, भण्णइ तेणक्खरं वण्णो ॥४६०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy