________________
૨૨૦]
શ્રુતમાં ચૌદ પ્રકારે નિક્ષેપ.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
હવે શ્રુતજ્ઞાનમાં ચૌદ પ્રકારે નિક્ષેપ કહે છે.
नाणम्मि सुए चोद्दसविहं, च सद्देण तह य अन्नाणे ।
अविसद्देणुभयम्मि वि, किंचि जहासंभवं वोच्छं ॥४५३॥ શ્રુતજ્ઞાનમાં અને “ચ” શબ્દથી શ્રુતઅજ્ઞાનમાં તથા “અપિ” શબ્દથી (દર્શનપરિગ્રહ-વિશેષથી અક્ષર અનસરાદિરૂ૫) ઉભય શ્રુતમાં કિંચિત્ યથાસંભવ ચૌદ પ્રકારે નિક્ષેપ કહીશું. ૪૫૩. (१९) अक्खर सण्णी सम्मं, साईयं खलु सपज्जवसियं च ।
गमियं अंगपविट्ठ, सत्तवि एए सपडिवक्खा ॥४५४॥ અક્ષરદ્યુત-સંજ્ઞીશ્રુત-સમ્યકશ્રુત-સાદિધૃત-સપર્યવસિતશ્રુત (અંત સહિત) ગમિકશ્રુત અને અંગપ્રવિષ્ટશ્રુત એ સાતે ભેદો પ્રતિપક્ષ સહિત (અનક્ષરશ્રુત-અસંજ્ઞીશ્રુત-મિથ્યાશ્રુત-અનાદિશ્રુત-અપર્યવસિતશ્રુત-(અનંત) અગિમકશ્રુત અને અંગબાહ્યશ્રુત. ચૌદ ભેદ (નિક્ષેપ) શ્રુતજ્ઞાનના છે. ૪૫૪. હવે પ્રથમ ભેદ અક્ષરગ્રુત નામનો કહે છે,
न खरइ अणुवओगेऽवि, अक्खरं सो य चेयणाभावो ।
अविसुद्धनयाण मयं, सुद्धनयाणं खरं चेव ॥४५५॥ અનુપયોગમાં પણ જે ચળે નહિ તે અક્ષર. તે (નૈગમાદિ અશુદ્ધનયોના મતે જીવના જ્ઞાનપરિણામરૂપ) ચેતના સ્વભાવ છે, અને (રજાસૂત્રાદિ શુદ્ધનયોના મતે તો) તે જ્ઞાન ક્ષર છે, ચળે છે, અક્ષર નથી. ૪૫૫. કારણ કે -
उवओगेविय नाणं, सुद्धा इच्छंति। न तबिरहे ।
उप्पाय-भंगुरा वा, तेसिं सबपाया ॥४५६।। શુદ્ધનો ઉપયોગ હોય ત્યારે જ જ્ઞાન માને છે, ઉપયોગ વિના નથી માનતા; કેમકે તેમના મતે સર્વપર્યાયો ઉત્પત્તિ અને નાશ પામવાવાળા છે. ૪પ૬.
ઋજુસુત્રાદિ શુદ્ધનો ઉપયોગ હોય ત્યારે જ જ્ઞાન માને છે, ને ઉપયોગ વિના નથી માનતા, જો ઉપયોગ વિના પણ જ્ઞાન માનવામાં આવે, તો ઘટાદિને પણ જ્ઞાનવાળા માનવા જોઈએ, કેમ કે તેમને પણ ઉપયોગ નથી. અથવા એ શુદ્ધનયોના મતે માટી આદિ સર્વ પર્યાયો અને ઘટઆદિ ભાવો ઉત્પત્તિ અને નાશ પામવાવાળા છે, પણ કોઈ નિત્યપણાથી અક્ષર નથી, માટે તેમના મતે જ્ઞાન પણ ઉત્પત્તિ અને નાશ પામતું હોવાથી ક્ષર-ચલિત છે. પરંતુ નૈગમાદિઅશુદ્ધનયોના મતે સર્વ ભાવો-પદાર્થો અવસ્થિત હોવાથી જ્ઞાન પણ અવસ્થિત-અક્ષર-અચલિત છે. ૪પ૬.
* પ્રથમ કર્મગ્રંથની સાતમીગાથા તરીકે આ ગાથા છે. અને આઠમી ગાથામાં શ્રુતજ્ઞાનના વીસભેદ આ પ્રમાણે આપ્યા છે.
पज्जय अक्खर पय संघाया पडिवत्ति तहय अणुआगो । पाहुडपाहुड पाहुड, वत्थ् पूबा य ससमासा ॥ कर्म १-८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org