SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮] જ્ઞાનની ઉત્પત્તિમાં નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે ક્રિયા વિના કાર્ય થાય છે, એવો બીજો પક્ષ માનીને કહેતા હો તો હિમવાન-મે+સમુદ્ર વિગેરેની પેઠે ઘટાદિ કાર્યો પણ, કર્યા સિવાય થયેલા ગણવા, એટલે કે મેરૂ-આદિની પેઠે ઘટાદિ પણ કારણભૂત ક્રિયા વિના થવાં જોઈએ. અને એથી તપ-સ્વાધ્યાય વિગેરે ક્રિયાઓ સાધુજનો જે મોક્ષ સાધવા કરે છે તે બધી નિરર્થકજ થાય, કારણ કે ક્રિયા વિના જ સર્વ કાર્યોની ઉત્પત્તિ થાય છે. આથી મૂકભાવ ધારણ કરીને હાલ્યા ચાલ્યા સિવાય નિરાકુલપણે ત્રણે ભુવનો શાંત રહી જાઓ, કેમકે ક્રિયાના આરંભ સિવાય આલોક અને પરલોક સંબંધી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થઈ જશે. પરંતુ એમ થતું નથી, માટે ક્રિયા જ કાર્ય કરનારી છે, અને ક્રિયાકાળે જ કાર્ય થાય છે, પણ ક્રિયા ઉપરમ થયા પછી નથી થતું. માટે કરાતું હોય તેજ કર્યું, એમ માનવું એ વધારે યુક્તિસંગત છે. ૪૨૨. જો ક્રિયાસમયે પણ કાર્ય છે, તો તે ત્યાં કેમ જણાતું નથી ? જે વસ્તુ જે સમયે આરંભાય છે તે વસ્તુ તેજ સમયે ઉત્પન્ન થાય છે અને જણાય પણ છે; પરંતુ સ્કૂલ-બુદ્ધિવાળાઓ દરેક સમયે ઉત્પન્ન થતા કાર્યની પરંપરાના કાળને ઘટમાં યોજે છે. એટલે કે માટીનો પિંડ કરવો, ચક્ર ભમાવવું વિગેરે સમસ્ત ઉત્પત્તિકાળને ઘટનોજ કાળ માને છે. દરેક સમયે ઉત્પન્ન થતા મૃપિંડાદિ કાર્યોની પરંપરામાં અપેક્ષારહિત થઈને માટી-દંડ ચક્ર-ચીવર વિગેરે સામગ્રીમાં “ઘટ ઉત્પન્ન થશે.” એવી અભિલાષાયુક્ત હોવાથી દરેક સમયે શિવકાદિ જુદા જુદા કાર્યો ઉત્પન્ન થતાં હોવા, છતાં તે કાર્યો તે પ્રમાણે તેને ઉત્પન્ન થતાં જણાતા નથી, પણ ઘટની ઉત્પત્તિના નિમિત્તભૂત આ સર્વ માટી વિગેરે સામગ્રી છે, એમ માનવાથી તે કાર્યોની અપેક્ષાવિના એ સર્વ કાર્યકાળ ઘટમાં યોજે છે, તેથી પૂર્વ ક્ષણોમાં અનુત્પન્ન ઘટને નહિ જોવાથી “ક્રિયાકાળે ઘટરૂપ કાર્ય હું જોતો નથી” એમ કહે છે, પરંતુ એમ નથી જાણતો કે છેલ્લી ક્રિયાસમયે જ ઘટ આરંભાય છે, પૂર્વ-ક્રિયાકાળે તો શિવકાદિ જ આરંભાય છે. તેથી અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય ન જણાય એ સ્પષ્ટ છે. ૪૨૩. હવે ઉપરોક્ત નિશ્ચયનયવાદીના કથન માટે પુનઃ વ્યવહારનયવાદી કહે છે. को चरिमसमयनियमो, पढमे च्चि तो न कीरए कज्जं । नाकारणंति कज्जं, तं चेवंतम्मि से समए ॥४२४॥ उप्पाएऽवि न नाणं, जड़ तो सो कस्स होइ उप्पाओ ? । તમ્મ ગ ૩UUT, તો ના મ ાતામ? કરો को व सवणाइकालो, उप्पाओ जम्मि होज्ज से नाणं । नाणं च तदुप्पाओ य, दोऽवि चरिमम्मि समयम्मि ? ॥४२६।। ગાથાર્થ :- છેલ્લા સમયનો શો નિયમ છે? કે જેથી પ્રથમ સમયે જ કાર્ય નથી કરાતું, કારણ વિના કાર્ય નથી થતું, માટે તેના તેજ સમયે થાય છે. ઉત્પત્તિ કાળમાં પણ જો જ્ઞાન ન હોય, તો તે ઉત્પત્તિ કોની થાય ? અને જો ઉત્પત્તિકાળમાં અજ્ઞાન છે, તો જ્ઞાન કયા કાળમાં થશે ? અથવા ક્યો શ્રવણાદિ કાળ છે કે જેમાં તેની ઉત્પત્તિ અને જ્ઞાન થાય છે? જ્ઞાન અને તેની ઉત્પત્તિ બન્ને છેલ્લા સમયે થાય છે. ૪૨૪ થી ૪ર૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy