SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] જ્ઞાનની ઉત્પત્તિમાં નિશ્ચય વ્યવહાર. [૨૦૭ એવું વ્યવહારનયનું કથન અયોગ્ય છે, કારણ કે પ્રથમ આરંભ સમયે કંઈ ઘડો આરંભેલો નથી, પણ ચક્ર પર મૃત્યિંડારોપણ આદિજ આરંભેલ છે, તેથી અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય ન જ દેખાય. જેમ પટરૂપ કાર્યના આરંભમાં ઘટરૂપ કાર્ય નથી જણાતું. તથા “શિવકાદિકાળે ઘટ જણાતો નથી.” એવું વ્યવહારનયનું કથન યોગ્ય જ છે, કેમકે શિવકાદિ કંઈ ઘટરૂપ નથી કે જેથી તે શિવકાદિક ઘટરૂપે જણાય. એ તો શિવકાદિનો સમય છે, માટે તે વખતે ત્યાં ઘટરૂપ કાર્ય નથી જણાતું. અન્ય કાર્યના આરંભમાં અન્ય ન જ દેખાય. ૪૨૧. ક્રિયાના અંતે કાર્ય જણાય છે” એમાં આશ્ચર્ય શું છે ? અત્યક્રિયા સમયે આરંભેલ કાર્ય અન્યસમયે જ જણાય, એમાં નવાઈ શું? અજ્યસમયે જ કાર્ય જણાય છે, અન્યત્ર નથી જણાતું, અને તો પછી પૂર્વે અવિદ્યમાન કાર્ય જ કરાય છે, એમ કેમ કહેવાય ? ખરી રીતે તો તે કાર્ય પ્રથમાદિ ક્રિયા સમયે આરંભેલું જ નથી, અને તેથી જણાતું પણ નથી, પરંતુ અત્યક્રિયા સમયે આરંભેલું છે, તેથી તે વખતે જણાય છે. વળી તે કાર્ય ક્રિયા સમયે કરાતું હોવાથી કરેલું જ છે, કેમ કે સમય નિરંશ છે “જે કરાયેલું છે તે વિદ્યમાન જ છે.” માટે વિદ્યમાન જ કરાય છે, અવિદ્યમાન નથી કરાતું. અને તેથી તે વિદ્યમાન હોય તેજ કરાય છે એમ સિદ્ધ થયું. . વળી જે સમયે કરાતું હોય, તેજ સમયે કરેલું ન માનીએ, અને નહિ કરાયેલું વર્તમાન સમયે કરાતું જો માનીએ, તો તે વર્તમાન સમય પછી કેવી રીતે કરાય? તે સમય નાશ પામતો હોવાથી અવિદ્યમાન જ છે. તથા ભવિષ્યકાળ પણ અનુત્પન્ન હોવાથી અવિદ્યમાન છે, તેથી અતીત અને ભવિષ્યકાળે પણ કાર્ય કેવી રીતે થાય ? ન જ થાય. વળી સર્વ ક્રિયાસમય ક્રિયમાણ કાળ છે. અને ત્યાં ક્રિયમાણ વસ્તુ નથી, પરંતુ ક્રિયા બંધ થયા પછી તરતનો જ સમય કૃતકાળ છે. કેમકે ત્યાં જ કાર્યની ઉત્પત્તિ થાય છે, માટે કરેલું હોય તે જ કરેલું કહેવાય, પણ કરાતું હોય તે કરેલું ન કહેવાય. એવું વ્યવહારનું કથન ઠીક છે, પણ ક્રિયા વડે કાર્ય કરાય છે ? કે ક્રિયા વિના કરાય છે ? જો ક્રિયાવડે કાર્ય કરાય છે, તો ક્રિયા અને કાર્ય ભિન્ન ભિન્ન કાળે શાથી રહે છે ? કેમકે છેદનક્રિયા ખદિરમાં અને તેના કાર્યભૂત છેદ પલાશમાં થાય છે. એમ કહેવું એ શોભાસ્પદ નથી. વળી ક્રિયાકાળે કાર્ય નથી થતું અને પછીથી થાય છે, એનો અર્થ એ થયો કે ક્રિયા જ સર્વ અનર્થનું મૂળ છે, કે જે ઉત્પન્ન થતા કાર્યમાં વિનભૂત થાય છે; કારણ કે જ્યાં સુધી એ ક્રિયા પ્રવર્તે છે ત્યાં સુધી બિચારું કાર્ય ઉત્પન્ન જ નથી થતું, પણ તે કાર્યના વિજ્ઞભૂત થાય છે. આથી તો વ્યવહારનયમુજબ “બુદ્ધિમાનો ક્રિયાનો આરંભ કેવળ વિપરીતપણે જ કરે છે, અને ક્રિયા જ કાર્ય તો કરે છે, પણ કેવળ ક્રિયા ઉપરમ થયા બાદ કાર્ય ઉત્પન્ન થાય છે, એમ કહેવામાં આવે તો અમે પૂછીએ છીએ કે કાર્યની ક્રિયા સાથે શો વિરોધ છે ? કે જેથી ક્રિયા કાર્ય કરે છે તો પણ ક્રિયાકાળ વીત્યા પછી કાર્ય ઉત્પન્ન થાય છે ? અને તે કાળે નથી થતું ? વળી ક્રિયા ઉપરમ થયા બાદ થનારું કાર્ય ક્રિયાના આરંભ સિવાય પણ કેમ નથી થતું? કારણ કે ક્રિયાનો અનારંભ અને ઉપરમ અર્થથી અભિન્ન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy