SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬] જ્ઞાનની ઉત્પત્તિમાં નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ નહિ થયેલું કાર્ય તને જણાય છે. તો શું ગધેડાનાં શીંગડાં પણ તને જણાય છે? દરેક સમયે ઉત્પન્ન થતા પરસ્પર વિલક્ષણ ઘણા કાર્યોનો ક્રિયાકાળ જો દીર્ઘ જણાય તો એમાં ઘડાને શું ? જેમ પટના આરંભમાં ઘટ નથી જણાતો તેમ અન્ય કાર્યમાં અન્ય કાર્ય કેમ જણાય ? શિવકાદિ ઘટ નથી એટલે તે વખતે તે ક્યાંથી જણાય ? અન્ય સમયે આરંભેલ કાર્ય જો તે સમયે ન દેખાય, તો એમાં શો દોષ છે ? અથવા નહિ કરેલું વર્તમાન સમય ગયા પછી કેવી રીતે કરાય ? અને કેવી રીતે થાય ? રે ! સ્કુલમતિ ! દરેક સમયે ઉત્પન્ન થતા જુદા જુદા કાર્યની પરંપરાની અપેક્ષા વિના તું ઘટના અભિલાષવાળો હોવાથી દરેક સમયના કાર્ય કાળને ઘટમાં લગાડે છે. ૪૧૮ થી ૪૨૩. કરેલા ઘડાની પેઠે થયેલું કાર્ય થતું નથી.” એવા વ્યવહાર નયનાં વિધાનમાં નિશ્ચયનય જણાવે છે કે “આકાશપુષ્પની જેમ નહિ થયેલું કાર્ય થતું નથી. એટલે કે આકાશપુષ્પની જેમ અભાવરૂપ અવિદ્યમાન કાર્ય જો ઉત્પન્ન થતું હોય, તો ગધેડાનાં શીંગડા અવિદ્યમાન હોવાથી થવા જોઈએ. કારણ કે અભાવ તો ઉભયમાં સમાન છે. ૪૧૮. નિશ્ચયનયનાં વિદ્યમાનકાર્યવાદમાં નિત્યક્રિયાદિ જે દોષો આવે છે, તે વ્યવહારનયના અવિદ્યમાનકાર્યવાદમાં પણ સમાન છે. કારણ કે જો અવિદ્યમાન કાર્ય કરાય છે, તો હમેશાં ક્રિયા કરે જાઓ, કેમકે અવિદ્યમાનપણું સર્વદા સમાન છે. પરંતુ એમ કરવાથી એ કદી પણ અવિદ્યમાન એવા એકે કાર્યની ઉત્પત્તિ નહિ થાય. માત્ર ગધેડાના શીંગડા જેવા અવિદ્યમાન કાર્યને ઉત્પન્ન કરવામાં ક્રિયા નિષ્ફળ થશે. અથવા એ દોષો દુસ્કાજય છે, કેમકે વિદ્યમાન કાર્ય જ કોઈ પણ પર્યાયવિશેષથી થાય છે, લોકમાં પણ પર્યાયવિશેષ ધારણ કરવાની અપેક્ષાથી જ વિદ્યમાન કાર્યને કરવાનું કહેવાય છે. જેમ કે અવકાશ કર, પીઠ કર, પગ કર, ઈત્યાદિ જે છે, તેને માટે જ કરવાનું કહેવાય છે. માટે વિદ્યમાન કાર્ય જ કરાય છે. પણ ગધેડાના શીંગડા સમાન અવિદ્યમાન કાર્ય કોઈપણ પ્રકારે કરાતું નથી. વ્યવહારનય મુજબ (૪૧૬મી ગાથામાં) “પૂર્વે નહિ થયેલું થતું જણાય છે.” અર્થાત્ “ઉત્પત્તિની પહેલાં સર્વથા અવિદ્યમાન કાર્ય ઉત્પન્ન થાય છે.” એમ માનવાથી પહેલાં અવિદ્યમાન ગધેડાનું શીંગડું પણ પછીથી ઉત્પન્ન થવું જોઈએ. કેમકે ગધેડાનાં શીંગડાં અને ઘટાદિમાં પણ અવિદ્યમાનપણું સમાન છે. ૪૧૯. તથા “ક્રિયાકાળ લાંબો જણાય છે” એવા વ્યવહારના કથનમાં નિશ્ચયનય કહે છે, કે દરેક સમયે ઉત્પન્ન થતાં પરસ્પર વિલક્ષણ એવા ઘણાં કાર્યો, જેવાં કે માટી ખોદવી, તેને એકઠી કરવી, ગુણોમાં ભરવી, તે ગુણો ગધેડાની પેઠ પર મૂકવી, પાછી ઉતારવી, તેમાં પાણી નાંખવું; તેનો મસળીને પિંડ કરવો, તે પિંડ ચક્ર ઉપર મૂકવો, ચક્ર ભમાવવું, તે પછી મૃપિંડના શિવક-સ્થાસકોશ કુશુલ વિગેરે કાર્યો કરવા, એ સર્વ કાર્યોનો લાંબો ક્રિયાકાળ જણાય, તો એમાં ઘટને શું ? અર્થાત્ દરેક સમયે ક્રિયાઓ ભિન્ન ભિન્ન છે અને મૃપિંડાદિ કાર્યો પણ ભિન્ન છે, ઘટાદરૂપ કાર્ય તો છેલ્લી ક્રિયાના સમયે જ થાય છે. તેથી પ્રતિસમય જુદા જુદા અનેક કાર્યોનો લાંબો ક્રિયાકાળ હોય, તેને છેલ્લી ક્રિયાના સમયે થનારા ઘટમાં કહેવો તે ખરેખર અજ્ઞાનતા જ છે. ૪૨૦. વળી “આરંભમાં કાર્ય જણાતું નથી.” એટલે કે માટી, ચક્ર, ચીવર, કુંભારઆદિ સામગ્રીની પ્રવૃત્તિના પહેલા સમયે જ ઘડો કેમ જણાતો નથી ? માટે અવિદ્યમાન છે, અને પછી ઉત્પન્ન થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy