________________
ભાષાંતર ]
જ્ઞાનની ઉત્પત્તિમાં નિશ્ચય વ્યવહાર.
[૨૦૫
વ્યવહાર :- ઉત્પન્ન થતા ઘટાદિ કાર્યોનો અસંખ્યયસમયાત્મક લાંબો ક્રિયાકાળ જણાય છે, તેથી જે સમયે ઘટાદિકાર્ય આરંભાય છે, તેજ સમયે ઉત્પન્ન થાય છે એમ નહિ, પણ માટી લાવવી, તેનો પિંડ કરવો, ચક્ર પર મૂકવો, શિવક, સ્થાશ, કોશઆદિક્રિયા દ્વારા ઘણા કાળે ઘટઆદિની ઉત્પત્તિ થાય છે.
નિશ્ચય :- ભલે ક્રિયાકાળ લાંબો હોય, પરંતુ કાર્ય તો ક્રિયાના આરંભ સમયે હોય છે.
વ્યવહાર - એ કથનાનુસાર ક્રિયાના પ્રથમ સમયે જ કાર્ય ઉત્પન્ન થતું હોય, તો તે ત્યાં દેખાવું જોઈએ, પણ તે દેખાતું નથી. તેમજ શિવક-સ્થાસ-કોશ-કુશલ આદિ કાળે પણ જણાતું નથી, પરંતુ કાર્યનો લાંબો ક્રિયાકાળ પૂર્ણ થયા પછી, એટલે ઘટાદિ સંબંધી સર્વ ક્રિયા પૂર્ણ થયા બાદ, ઘટાદિકાર્ય જણાય છે, તેથી ક્રિયાકાળના અંતે જ કાર્ય વિદ્યમાન હોય છે, તે પહેલાં નથી હોતું. એજ પ્રમાણે ગુરૂસમીપે સિદ્ધાન્ત શ્રવણ ચિંતન-મનન આદિ ક્રિયાકાળે આભિનિબોધિક જ્ઞાન નથી થતું, પણ તે
વણાદિ ક્રિયાકાળના અંતે જ હોય છે. અને તે જ્ઞાનોપયોગ અંતે જ જણાય છે. એ રીતે ક્રિયાકાળ પૂર્ણ થયા પછી જ કાર્ય દેખાતું હોવાથી ક્રિયાકાળે કાર્ય હોતુ નથી અર્થાત્ પ્રાપ્ત થતું જ્ઞાન પ્રાપ્ત થયેલું ન ગણાય, કેમકે ક્રિયાકાળે તે પ્રાપ્ત થતું હોય છે, અને નિષ્ઠા કાળે પ્રાપ્ત થયું હોય છે. ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ અત્યંત ભિન્ન છે, તેથી એમ સિદ્ધ થાય છે કે મિથ્યાષ્ટિ અને અજ્ઞાની સમ્યત્વ તથા જ્ઞાન પામે છે, પણ જે સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની હોય તે પામે નહિ. ૪૧૬-૪૧૭. - ઉપરોક્ત વ્યવહારનયનો અભિપ્રાય જાણીને હવે નિશ્ચયનય તેનું પ્રતિવિધાન કરવાને પોતાનો અભિપ્રાય જણાવે છે.
नेच्छइओ नाजायं, जाइ अभावत्तओ खपुष्पं व । अह च अजायं जायइ, जायउ तो खरविसाणंपि ॥४१८।। निच्चकिरियाइदोसा, नणु तुल्ला असइ कट्टतरगा वा । पुबमभूयं च न ते, दीसइ किं खरविसाणंपि ? ॥४१९॥ पइसमउप्पण्णाणं, परोप्परविलक्खणाण सुबहूणं । दीहो किरियाकालो, जइ दीसइ किं च कुंभस्स ? ॥४२०।। अण्णारंभे अण्णं कह, दीसउ जह घडो पडारंभे ? । સિવાડો ન ઘડો, હિ તીસર સો તwાણ? જરા, अन्ते च्चिय आरद्धो, जइ दीसइ तम्मि चेव को दोसो ? । ૩ ૨ સંપરૂ મ, વિઠ્ઠ ર દિ વ પરમિ ? ll૪રરી. पइसमयकज्जकोडीनिरविक्खो घडगयाहिलासोऽसि ।
पइसमयकज्जकालं थूलमइ ! घडम्मि लाएसि ॥४२३।। ગાથાર્થ :- નિશ્ચયનય કહે છે કે – નહિ થયેલું કાર્ય અભાવરૂપ હોવાથી આકાશપુષ્પની પેઠે થતું નથી. જો નહિ થયેલું થતું હોય તો ગધેડાનાં શીગડાં પણ થવાં જોઈએ. વળી નિત્યક્રિયા અદિ દોષો (તારામાં પણ) સમાન છે. અથવા અવિદ્યમાન કાર્યમાં તે દુસ્કાજય છે. તથા પૂર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org