SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪] જ્ઞાનની ઉત્પત્તિમાં નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ સમ્યકત્વદ્વાર-તેમાં નિશ્ચય અને વ્યવહારનયવડે વિચાર કરવાનો છે. તે આ પ્રમાણે વ્યવહારનયનાં મતે મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે. તે સમ્યકત્વ અને જ્ઞાનનો પ્રતિપદ્યમાન હોય છે. અને નિશ્ચયનય નયનાં મતે સમ્યગદષ્ટિ જ્ઞાની-સમ્યકત્વ તથા જ્ઞાનને પામે છે. મિથ્યાદષ્ટિ નહી તે પ્રમાણે ભાષ્યકાર કહે છે. सम्मत्त-नाणरहियस्स, नाणमुप्पज्जइ त्ति ववहारो । नेच्छइयनओ भासइ, उप्पज्जइ तेहिं सहि अस्स ॥४१४॥ ववहारमयं जायं, न जायए भावओ कयघडो ब्व । अहवा कयंपि कज्जइ, कज्जउ निच्चं न य समत्ती ॥४१५।। किरियावेफल्लं चिय, पुबमभूयं च दीसए होतं । दीसइ दीहो य जओ, किरियाकालो घडाईणं ॥४१६॥ नारंभे च्चि दीसइ, न सिवादद्धाए दीसइ तदंते । इय न सवणाइकाले, नाणं जुतं तदंतम्मि ।।४१७॥ ગાથાર્થ :- જે સમ્યક્ત્વ તથા જ્ઞાન રહિત હોય તેને જ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ વ્યવહારનય કહે છે; અને નિશ્ચયનય એમ કહે છે, કે જે સમ્યકત્વ અને જ્ઞાન સહિત હોય તેને જ્ઞાન ઉત્પન્ન થાય છે. કરેલા ઘડાની પેઠે તત્ત્વથી થયેલું હોય તે કાર્ય થતું નથી. જો કરેલું પણ કરાતું હોય, તો હંમેશાં કરે જાઓ, કંદીપણ કાર્યની સમાપ્તિ નહિ થાય, એમ વ્યવહારનયનો મત છે. કરેલું કરવામાં ક્રિયા નિષ્ફળ થાય અને પૂર્વે નહિ થયેલું થતું જણાય છે, તે વિરોધ થાય. વળી ઘટાદિનો ક્રિયાકાળ પણ દીર્ઘ જણાય છે. આરંભમાં કાર્ય જણાતું નથી, શિવકાદિ કાળે પણ જણાતું નથી, પરંતુ તેના અંતે જણાય છે, માટે શ્રવણાદિ કાળે જ્ઞાન યુક્ત નથી પણ તેના અંતે યુક્ત છે. ૪૧૪ થી ૪૧૭. વ્યવહારનય કહે છે કે – સમ્યગ્રષ્ટિ અને જ્ઞાની એવો જીવ સમ્યત્વ અને જ્ઞાન પામે છે, ત થયેલું સમ્યત્વ અને જ્ઞાન પુનઃ પણ થાય એમ માનવું પડે. પરંતુ જે થયેલું હોય તે પુનઃ થતું નથી અને કોઈથી કરાતું પણ નથી, કારણ કે જેમ પ્રથમ તૈયાર થયેલો ઘડો ફરી બીજીવાર કરાતો નથી, તેમ એ સમ્યકત્વ અને જ્ઞાન પણ ભાવથી સમ્યગ્દષ્ટિને વિદ્યમાન હોવાથી ફરી થતા નથી, તે છતાં જો કરેલું ફરી કરાય એમ માનો, તો હંમેશાં કરે જાઓ, કદી પણ ક્રિયા બંધ નહીં રહે. ક્રિયા બંધ ન રહેવાથી, કાર્ય પણ કદી સમાપ્ત નહીં થાય, અને એથી પ્રસ્તુત મતિજ્ઞાનની પ્રાપ્તિમાં પણ અનવસ્થા પ્રાપ્ત થશે. ૪૧૫. વળી જો “કરેલું પણ કરાય છે” એમ માનીએ તો ઘટાદિકાર્ય ઉત્પન્ન કરવામાં ચક્ર ભ્રમણાદિરૂપ ક્રિયા નિષ્ફળ થાય, કેમકે તે ક્રિયાનું કાર્ય તો પ્રથમથીજ વિદ્યમાન છે. - વિદ્યમાનકાર્યવાદમાં પ્રત્યક્ષ વિરોધ પણ છે. કેમકે પહેલાં મૃપિંડ અવસ્થામાં ઘટાદિ કાર્ય અવિદ્યમાન હોય છે, અને પછી કુંભાર આદિનો વ્યાપાર થયા બાદ, તે ઘટઆદિ કાર્ય ઉત્પન્ન થાય છે.” એમ કેમ કહેવાય ? નિશ્ચય :- જે સમયે કાર્ય આરંભાય છે. તે જ સમયે ઉત્પન્ન થાય છે, તેથી ઉત્પન્ન થયેલું કાર્ય જ કરાય છે, કેમકે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળમાં ભેદ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy