SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨] મતિજ્ઞાનમાં સત્પદ આદિ પ્રરૂપણા. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ અનાકારોપયોગી એ પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય, (પામતા ન હોય) બાકીના અવશ્ય પૂર્વે પામેલા હોય, એ પામતાની તો ભજના હોય. તથા અકષાયી અને અવેદીમાં ભજનાએ પૂર્વપ્રતિપન્ન હોય છે. ૪૦૯ થી ૪૧૩. ગતિઆદિ વસદારોમાં મતિજ્ઞાન પૂર્વે પામેલા, વર્તમાનમાં પામતા, એમ બન્ને રીતે સદૂભાવ અને અભાવ, એ ચાર બાબતનો વિચાર હવે કરાશે. તેમાં પ્રથમ ગતિઆદિ દ્વારોમાં હર-કોઈ એકેન્દ્રિય જાતિનો જીવ મતિજ્ઞાન રહિત હોય છે. કેમ કે “૩મયમાવો રિવ સમ્પત્તિનતી” સમ્યક્ત્વલબ્ધિથી એ કેંદ્રિયમાં ઉભય રીતે પામેલા અને પામતા (જ્ઞાનનો) અભાવ છે. એ વચનથી એ કેંદ્રિયથી જીવો મતિજ્ઞાન પામતા નથી અને પૂર્વે પામેલા પણ નથી. કારણ કે જ્ઞાન સમ્યકત્વવાળાને જ હોય છે. ઈન્દ્રિયકારમાં એ કેંદ્રિય, કાયદ્વારમાં પૃથ્વી-અપ-તેજ-વાયુ અને વનસ્પતિ, તથા સૂક્ષ્મદ્વારમાં સૂક્ષ્મ, એ સર્વ મતિજ્ઞાન રહિત હોય છે. તેમજ “સખ્યામાં મંત ! વિંડ નાખી, ૩ન્ન ? જોવા ! નો ના, ૩ના હે ભગવંત ! મિશ્રદષ્ટિ જ્ઞાની કે અજ્ઞાની ? ગૌતમ ! તે જ્ઞાની નહીં, પણ અજ્ઞાની છે, એ વચનથી સમ્યક્ત્વદ્વારમાં મિશ્રષ્ટિ પણ મતિજ્ઞાન રહિત હોય છે. એટલે કે એમાં કોઈ મતિજ્ઞાન, પૂર્વે પામેલા ન હોય, અને પામતા પણ ન હોય. તથા ઉપરોક્ત સર્વ કારોમાં સર્વજ્ઞ કેવળી ભગવંત પણ મતિજ્ઞાન રહિતજ હોય છે. કેમકે ગતિદ્વારમાં સિદ્ધો સિદ્ધગતિમાં હોય છે, ઇન્દ્રિયદ્વારમાં અતીન્દ્રિય હોય છે, કાયદ્વારમાં અકાયી, યોગદ્વારમાં અયોગી, વેશ્યાદ્વારમાં અલેશી, જ્ઞાનદ્વારમાં કેવળજ્ઞાની, દર્શનદ્વારમાં કેવળદર્શની, સંયમીદ્વારમાં નોસંયમીનો અસંયમી, પીત્તદ્વારમાં નો પરીત્તનો અપરીત્ત, પર્યાપ્તદ્વારમાં નો પર્યાપ્તનો અપર્યાપ્ત, સૂક્ષ્મદ્વારમાં નોસૂક્ષ્મનોબાદર, સંજ્ઞીદ્વારમાં નોસંજ્ઞીનોઅસંજ્ઞી, અને ભવ્યદ્વારમાં નોભવ્યનો અભવ્ય, એ સર્વ સર્વજ્ઞ હોવાથી મતિજ્ઞાન રહિત હોય છે. કેમકે મતિજ્ઞાન છબસ્થને જ હોય છે. તથા પરીત્ત-ભવ્ય-અને ચરદ્વારમાં અપરીત્ત-અભવ્ય-અને અચરમ એ બધા મિથ્યાષ્ટિ હોવાથી, મતિજ્ઞાનથી શૂન્ય જ હોય છે. એટલે તેઓ મતિજ્ઞાન પામતા નથી અને પામેલા પણ નથી. ૪૦૯ થી ૪૧૧. હવે ગતિ આદિ દ્વારોમાં જે જીવો મતિજ્ઞાનને પામેલા છે અને પામે છે તે ઓનો વિચાર કરે છે. બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય ને ચૌરિન્દ્રિય એ ત્રણ વિકલેંદ્રિય, તથા કૃષ્ણ નીલ ને કાપોત એ અવિશુદ્ધલેશ્યાવાળા, મન:પર્યવજ્ઞાની, અનાહારી, અસંજ્ઞી ને અનાકારઉપયોગવાળા, જીવોને જો મતિજ્ઞાન હોય, તો તે પૂર્વનું પ્રાપ્ત હોય પણ નવું પામે નહિ. જેમકે ઇન્દ્રિયદ્વારમાં સાસ્વાદન સમકિત સહિત ઉત્પન્ન થયેલા વિકલેન્દ્રિયોને પૂર્વ પ્રાપ્તિની અપેક્ષાએ મતિજ્ઞાન હોય છે પણ તેવા પ્રકારની વિશુદ્ધિનાં અભાવે નવું પામતા નથી. વેશ્યાદ્વારામાં કૃષ્ણ નીલ-ને કાપોતરૂપ અશુદ્ધલેશ્યાવાળાને જો મતિજ્ઞાન હોય તો પૂર્વ પ્રાપ્ત હોય, પરંતુ વિશુદ્ધલશ્યાના અભાવે તેની નવી પ્રાપ્તિ ન થાય. જ્ઞાનદ્વારમાં સર્વ મન:પર્યવજ્ઞાની પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય પણ નવું પામે નહિ. આહારકદ્વારમાં કેટલાક અનાહારી દેવો વિગેરે, પૂર્વભવથી સમકિત પામીને મનુષ્યાદિ ગતિમાં ઉત્પન્ન થતા હોય, તેઓ પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય, પણ નવું પામે નહિ કેમકે તે વખતે તેવા પ્રકારની વિશુદ્ધિ ન હોય, સંજ્ઞા દ્વારમાં અસંજ્ઞીને વિકસેન્દ્રિયની પેઠે સમજવું. ઉપયોગદ્વારમાં કેટલાક અનાકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy