SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] મતિજ્ઞાનમાં સત્પદ આદિ પ્રરૂપણા. [૨૦૧ આભિનિબૌધિકજ્ઞાનની ગતિઆદિદ્વારોમાં પ્રરૂપણા-વિચારણા કરાશે. તથા દ્રવ્યપ્રમાણ એટલે મતિજ્ઞાનવાળા, કેટલા જીવદ્રવ્યો એક સમયમાં મતિજ્ઞાન પામે ? અથવા તે બધા મળીને કેટલા હોય ? એ પ્રમાણે દ્રવ્ય પ્રમાણ કહેવાશે. કેટલા ક્ષેત્રમાં મતિજ્ઞાની હોય ? એવું મતિજ્ઞાનનું ક્ષેત્ર કહેવાશે. મતિજ્ઞાની કેટલા ક્ષેત્રને સ્પર્શે ? એ રીતે સ્પર્શના દ્વાર કહેવાશે. જયાં અવગાહીને રહેલ હોય તે ક્ષેત્ર કહેવાય, અને તેની આજુબાજુના જે પ્રદેશો પણ તેને અડકીને રહેલ હોય તે બધા સ્પર્શના કહેવાય. એટલો ક્ષેત્રમાં અને સ્પર્શનામાં તફાવત છે. મતિજ્ઞાનની સ્થિતિ કેટલી હોય ? તેમ કાળદ્વાર કહેવાશે. એકવાર મતિજ્ઞાન પામ્યા પછી ફરી બીજીવાર મતિજ્ઞાન ક્યારે પામે ? તેમ અંતરદ્વાર કહેવાશે. શેષજ્ઞાનીઓના કેટલામા ભાગે મતિજ્ઞાની હોય ? એમાં ભાગદ્વાર કહેવાશે. પાંચ ભાવોમાંથી મતિજ્ઞાની કયા ભાવમાં હોય ? તે ભાવ દ્વારા કહેવાશે. તથા અલ્પબહુવૈદ્વાર કહેવાશે. ભાગારથી અલ્પ-બહુવૈદ્વાર જુદુ છે, કારણ કે અહીં તો મતિજ્ઞાનીઓનાં સ્વસ્થાનમાંજ, એટલે પૂર્વે અતિજ્ઞાન પામેલા અને હવે નવા પામતા હોય તેની અપેક્ષાએ અલ્પબદુત્વ છે, અને ભાગદ્વાર તો બાકીના બીજા જ્ઞાનની અપેક્ષાએ વિચારાય છે. એટલો એ દ્વારમાં તફાવત છે. ૪૦૬-૪૦૮. હવે ગતિ આદિ ધારો ગણાવીને તેમાં જ્યાં મતિજ્ઞાન પામતા ન હોય અને પૂર્વે પામેલા પણ ન હોય. એમ ઉભય રીતે અભાવ હોય તેનો, તથા એ પામતા પામેલા અને તે ઉભય રીતે સદ્ભાવ હોય તેનો વિચાર કરે છે. (૪) રૂ હા, કોઇ વેણ સાય-નૈસા!! “ सम्मत्त-नाण-दसण-संजममुवओग आहारे ॥४०९॥ (૩૫) મર-પરિત્ત-પત્નત્ત-સુહૃમ-Uof ય મળ-રિમે યા पुब्बपडिवन्नए वा, पडिवज्जंते य मग्गणया ॥४१०॥ एगिंदियजाईओ, सम्मामिच्छो य जो य सबन्नू । अपरित्ता अभब्वा, अचरिमा य एए सया सुण्णा ।।४११।। वियलाऽविसुद्धलेसा, मणपज्जवणाणिणो अणाहारा । असण्णी अणगारोवओगिणो पुब्बपडिवन्ना ॥४१२।। सेसा पुबपवण्णा नियमा पडिवज्जमाणया भइया । भयणा पुबपवण्णा अकसाया ऽवेयया होंति ॥४१३॥ ગાથાર્થ :- ગતિ-ઈન્દ્રિય-કાય-યોગ-વેદ-કષાય-લેશ્યા-સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-સંયમ-ઉપયોગઆહાર-માપક-પ્રત્યેક-પર્યાપ્ત-સૂક્ષ્મ-સંજ્ઞી-ભવ્ય અને ચરિમ એ લારોમાં મતિજ્ઞાન પૂર્વે પામલા, પામતા, તે બન્નેનો સદ્ભાવ અને તે બન્નેનો અભાવ એ ચાર બાબતનો વિચાર કરાશે. એ કેંદ્રિય જાતિ, સમ્યમિથ્યાદેષ્ટિ (મિશ્રદષ્ટિ), સર્વજ્ઞ, અપરિત્ત, અભવ્ય અને અચરિમ એ સર્વ હંમેશાં મતિજ્ઞાનથી રહિત છે. વિકલેન્દ્રિય-અવિશુદ્ધલેશ્યાવાળા મનઃ પર્યવજ્ઞાની-અનાહારી-અસંજ્ઞી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy