SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦] સત્યદઆદિ પ્રરૂપણા. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ઉત્તર ઃ- આદેશ એટલે જાણવા યોગ્ય વસ્તુનો પ્રકાર. એ વસ્તુપ્રકારના બે ભેદ છે :- એક સામાન્યપ્રકાર અને બીજો વિશેષપ્રકાર, તેમાં સામાન્ય પ્રકારે એટલે દ્રવ્યજાતિ સામાન્યવડે ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યને જાણે છે. જેમકે-અસંખ્યેય પ્રદેશાત્મક, લોકવ્યાપી, અમૂર્ત, જીવ તથા પુદ્ગલોને ગતિ કરાવવામાં હેતુભૂત એવો ધર્માસ્તિકાય છે. આ પ્રમાણે કેટલાક પર્યાય વિશિષ્ટ છએ દ્રવ્યોને મતિજ્ઞાની જાણે છે, પણ સર્વ પર્યાયોથી વિશિષ્ટ તો કેવળી ભગવંત જ જાણી શકે છે. ૪૦૩. લોકાલોક સ્વરૂપક્ષેત્રને કેટલાક પર્યાયયુક્ત સામાન્ય આદેશે-સામાન્ય પ્રકારે મતિજ્ઞાની જાણે છે, પણ વિશેષઆદેશે સર્વ પર્યાયયુક્ત નથી જાણતો. એજ પ્રમાણે કાળથી સર્વકાળ, અથવા અતીતઅનાગત-અને વર્તમાનરૂપ ત્રણ પ્રકારના કાળને પણ સામાન્ય આદેશે જાણે. તથા ભાવથી સર્વ ભાવોના અનન્તમાભાગને અથવા ઔયિક-ઔપશમિક-ક્ષાયિક-ક્ષપ્રોપશમિક-અને પરિણામિક એ પાંચ ભાવોને સામાન્યઆદેશે મતિજ્ઞાની જાણે છે, એથી વિશેષ નહિ. કારણકે એનાથી એટલું જ જાણી શકાય. અહીં ક્ષેત્ર અને કાળ સામાન્યથી દ્રવ્યમાં અન્તર્ગત થાય છે તો પણ તે બન્નેનો જુદો વ્યવહાર થતો હોવાથી જુદા કહ્યા છે. ૪૦૪. અથવા આદેશ એટલે સૂત્ર. એટલે સૂત્રાદેશવડે સૂત્રથી જણાતા અર્થોમાં મતિજ્ઞાનીને સર્વ દ્રવ્ય વિષયક મતિજ્ઞાન થાય છે. પ્રશ્ન :- શ્રુતથી ઉપલબ્ધ અર્થમાં જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન છે, તો તેને મતિજ્ઞાન કેમ કહેવાય ? ઉત્તર :- શ્રુતોપયોગ સિવાય તેની વાસનામાત્રથી જ જે જ્ઞાન દ્રવ્યાદિમાં થાય છે, તે સૂત્રાદેશે થયેલું મતિજ્ઞાન છે. આ વાત પૂર્વે ૧૬૯મી ગાથામાં કહી ગયા છીએ તેથી વિસ્તાર કરવાની જરૂર નથી. ૪૦૫. હવે સત્પદપ્રરૂપણાદિ નવ અનુયોગદ્વારવડે મતિજ્ઞાનનો વિચાર કરે છે. (૧૩) સંતપયપવળયા, ૫માં ૨ એત્ત-હસળા ચ | જાતો.ય અંતર માળ-માવે-પ્પા-વહું એવ ॥૪૦॥ संतति विज्जमाणं, एयस्स पयस्स जा परूवणया । गइयाइएस वत्थुसु, सतपयपरूवणा सा उ ।।४०७ ।। जीवस्स व जं संतं, जम्हा तं तेहिं तेसु वा पयइ । तो संतस्स पयाई, ताई तेसुं परूवणया ||४०८।। ગાથાર્થ :- સત્પદપ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અત્તર, ભાગ, ભાવ અને અલ્પબહુત્વ (એ નવ દ્વા૨ે મતિજ્ઞાન કહેવાશે.) સત્ એટલે વિદ્યમાન. એ વિદ્યમાન પદની ગતિઆદિદ્વારોમાં પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણા, અથવા જીવના વિદ્યમાન જે જ્ઞાનાદિ, તે વડે અથવા તેઓને વિષે જે વિચાર કરાય તે વિદ્યમાન પદો છે. તેની અંદર મતિઆદિની જે પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણા. ૪૦૬ થી ૪૦૮. વિદ્યમાન અર્થની પ્રરૂપણા એટલે વિચારણા, તે સત્પદપ્રરૂપણા કહેવાય. એવા વિદ્યમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy