SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મતિનાં શેય દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવ. [૧૯૯ છે, તથા મતિની ચેષ્ટા (વ્યાપાર) તે ઇહા-ચેષ્ટા કરવી, એવી તેની વ્યુત્પત્તિથી સર્વ આભિનિબોધિક જ્ઞાન ,મતિના વ્યાપારરૂપ જ છે, તેથી તે સર્વ સામાન્ય પણે ઇહારૂપ જ છે. કેમ કે અવગ્રહ અપાયને ધારણા પણ સામાન્યથી મતિની ચેષ્ટારૂપ જ છે. ૪૦૦. વળી નિશ્ચય તે અપાય, એ વ્યુત્પત્તિથી સર્વ આભિનિબોધિકજ્ઞાન અર્થ નિશ્ચયરૂપ છે, કેમકે અવગ્રહ-ઇહા-અને ધારણામાં પણ સામાન્યપણે અર્થનો નિશ્ચય હોય છે જ. તેમજ ધારી રાખવું તે ધારણા એ વ્યુત્પત્તિથી સર્વ આભિનિબોધિકજ્ઞાન અર્થને ધારી રાખવારૂપ હોવાથી ધારણારૂપ છે કેમકે અવગ્રહ-ઇહા-અને અપાયમાં પણ સામાન્યપણે અર્થધારી રાખવાપણું હોય છે જ. આ પ્રમાણે અવગ્રહાદિ શબ્દ વડે સંપૂર્ણ મતિજ્ઞાન ગ્રહણ કરાય છે. આથી પ્રથમ જે સંકરતા દોષ આપ્યો હતો તે દૂર કર્યો. ૪૦૧. હવે આભિનિબોધિકજ્ઞાનનો વિષય કહે છે. तं पुण चउब्विहं, नेयभेयओ तेण जं तदुवउत्तो । आदेसेणं सव्वं, दव्वाइचउव्विहं मुणइ ॥४०२॥ आएसोत्ति पगारो, ओहादेसेण सव्वदव्वाइं । धम्मत्थिआइयाई, जाणइ न उ सब्बभेएणं ॥४०३॥ खेत्तं लोगा-लोगं, कालं सब्बद्धमहव तिविहंति । पंचोदइयाईए, भावे जं नेयमेवइयं ॥४०४॥ आएसोत्ति व सुत्तं, सुओवलद्धेसु तस्स मइनाणं । पसरइ तब्भावणया, विणाऽवि सुत्तानुसारेणं ॥४०५॥ ગાથાર્થ - વળી તે (આભિનિબોધિક) જ્ઞાન શેયના ભેદથી ચાર પ્રકારે છે, તે વડે તેના ઉપયોગવાલો જીવ આદેશથી ચારે પ્રકારનાં સર્વ દ્રવ્યાદિ જાણે છે. આદેશ એટલે પ્રકાર. તેમાં સામાન્ય આદેશ ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યો જાણે છે. સર્વ ભેદવડે કરીને નહિ. લોકાલોક પ્રમાણક્ષેત્ર. સર્વકાળરૂપ કાળ, અથવા ત્રણ પ્રકારે કાળ અને ઔદયિકાદિ પાંચ ભાવ (સામાન્યથી જાણે) કેમકે એટલું જ જ્ઞય છે. અથવા આદેશ એટલે સુત્ર, એ સૂત્રોપલબ્ધ અર્થમાં મતિજ્ઞાનીને મૃતોપયોગ વિના સૂત્રોનુસારે મતિજ્ઞાન પ્રસરે છે. ૪૦૨ થી ૪૦૫. આભિનિબોધિકજ્ઞાન ચાર પ્રકારે છે, જો કે તેના અવગ્રહાદિ ભેદ પૂર્વે કહ્યા છે, તો પણ અહીં દ્રવ્યાદિ શેયના ભેદે તેના ચાર પ્રકાર છે. એ માટે નન્દીસૂત્રમાં કહ્યું છે કે :- “સમાસ चउविहं पन्नत्तं, तंजहा-दव्वओ, नेत्तओ, कालओ, भावओ, तत्थ दवओ णं आभिणिबोहियनाणी आदेसेणं સારું ગાડું, પાસ; ” તે આભિનિબોધિક જ્ઞાન સંક્ષેપથી ચાર પ્રકારે કહ્યું છે; દ્રવ્યથી,ક્ષેત્રથી,કાળથી, ને ભાવથી. તેમાં આભિનિબોધિકજ્ઞાનવાલો દ્રવ્યથી આદેશે સર્વ દ્રવ્ય જાણે, પણ જુએ નહિ. ઇત્યાદિ એ પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનમાં ઉપયોગવાળો જીવ, તે જ્ઞાનથી દ્રવ્ય ક્ષેત્ર-કાલ-અને ભાવને આદેશથી જાણે છે. તેથી આભિનિબોધિકજ્ઞાનના ચાર પ્રકાર છે. ૪૦૨. પ્રશ્ન :- આપ આદેશથી કહો છો, તેમાં આદેશ એટલે શું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy