SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા ગાથાંક ૩-૪ ૫-૬ ૮-૧૧ વિષય પ્રથમ પેઈજ - વૃત્તિકારે શાસનાધિપતિ મહાવીરદેવની, સ્વગુરૂ સુધર્માદિગણધરોની, જિનભદ્રગણી ક્ષમાશ્રમણની અને શાસનાસક્ત ભૃતદેવીની કરેલી સ્તુતિ. ભાષ્યકારે તીર્થંકર સિવાય પ્રવચનની સ્તુતિ કરી તે માટે ગુરૂશિષ્યના પ્રશ્નોત્તર, અભિધેય, પ્રયોજન અને સંબંધ. આવશ્યકના અનુયોગનું ફળ-યોગ-મંગળ વિગેરે નવદ્વારોનો સંગ્રહ. ૧ ફળ વાર જ્ઞાન-ક્રિયાત્મક આવશ્યક તે મોક્ષનું સાધક છે, તેથી તેનો અનુયોગ પણ મોક્ષ સાધક છે; ઈત્યાદિ પ્રતિપાદનપૂર્વક તેની મુખ્યતાને લીધે સમગ્ર શ્રતની આદિમાં પ્રથમ તેનું જ અધ્યયન કરાવવું. ૨. યોગદ્વાર આવશ્યક સૂત્ર અને આવશ્યકનો અનુયોગ કેવા શિષ્યને આપવો તેનું સ્પષ્ટીકરણ. પ્રવજ્યા-શિક્ષાપદ આદિ સાત પ્રકારના સ્થવિરકલ્પનું ક્રમસર સ્વરૂપ, તથા જિનકલ્પિ અને યથાલન્દિકની સામાચારીનું સંક્ષિપ્ત સ્વરૂપ. આવશ્યક અનુયોગમાં નમસ્કારાનુયોગ અન્તભૂત હોવાનું હેતુપૂર્વક પ્રતિપાદન અને તે સંબંધે સૂત્રોનું પ્રમાણ દર્શન. ૩. મંગળવાર મંગળ શા માટે કરવું? ક્યાં ક્યાં કરવું? મંગળ કરવાથી શાસ્ત્રની અમંગળતા અથવા અનવસ્થા દોષનો પૂર્વપક્ષથી આરોપ. અમંગળતા અને અનવસ્થા દોષનો દીપક તથા મીઠાના ઉદાહરણથી ઉત્તરપક્ષથી પરિહાર. શાસ્ત્રગત આદિ-મધ્ય-ને અંતમાં કરેલ ત્રણ મંગળના બે અંતરાલની પૂર્વપક્ષથી અમંગળતા, શાસ્ત્રના ત્રણ વિભાગ કલ્પવાથી અંતરાલનો અભાવ, અને સમગ્ર શાસ્ત્ર નિર્જરા માટે હોવાથી અમંગળતાની કલ્પનાની અયોગ્યતા. મંગળને મંગળબુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે, તોજ તે ભવ્યાત્મને મંગળરૂપ થાય, તે સંબંધે સાધુ અને મણિના ઉદાહરણથી પ્રતિપાદન, તેમજ ત્રણ મંગલો કરવાનું કારણ. અનેક પ્રકારની વ્યુત્પત્તિથી ‘મંગળ’ શબ્દનો અર્થ પર્યાય અને ભેદ. નામ નિક્ષેપાનું લક્ષણ અને પ્રસ્તુત વિષયમાં તેનું અવતરણ. સ્થાપના નિક્ષેપાનું લક્ષણ અને પ્રસ્તુત વિષયમાં તેનું અવતરણ. નામમંગળ અને સ્થાપના મંગળના ઉદાહરણો. સાત પ્રકારે દ્રવ્યનું લક્ષણ. દ્રવ્યમંગળનું સ્વરૂપ, તદન્તર્ગત ઉપયોગશૂન્ય જ્ઞાનવાળો દ્રવ્યમંગળ છે. ૧૨-૧૪ ૧૫ ૧૬-૧૭ ૧૮-૨૦ -૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy