SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ થેરળ સુત્તે સત્તામે કહીને તથા કલ્પસૂત્રમાં થેરસળ ગગ્ગસુહમ્મસ એ વાકયથી ગણધરોને પણ સ્થવિર · તરીકે ગણે છે. તત્ત્વ એ છે કે અંગપ્રવિષ્ટ ગણધરે જ કરેલું હોય અને અનંગપ્રવિષ્ટ તો ગણધર કે બીજા સ્થવિરોએ કરેલ હોય, તેથી આવશ્યક ગણધરકૃત છે, એમ માનવામાં જ શાસ્ત્રની અવિરૂદ્ધતા છે. પંચવસ્તુ ગ્રંથકાર ચૂર્ણિકાર મહારાજ પાંચ પ્રકારનાં પ્રતિક્રમણોમાં પહેલાં દૈવસિક પ્રતિક્રમણ કહેવામાં પણ એજ કારણ બતાવે છે, કે તીર્થ સ્થપાયા પછી સાંજે પહેલાં દૈવસિક પ્રતિક્રમણ કરવાનો પ્રસંગ આવે છે. તેથી પહેલાં દૈવસિકપ્રતિક્રમણ પછી રાત્રિક વગેરે. આ ઉપરથી સાફ જણાય છે, કે શ્રી તીર્થકર મહારાજની હયાતીમાં શ્રીગણધર મહારાજાઓ પ્રતિક્રમણ કરતા હતા અને તેથી છેલ્લા શ્રી તીર્થંકર મહારાજનો ધર્મ જ સપ્રતિક્રમણ કહેવાય છે, માટે ખુદ ગણધરોએ જ દ્વાદશાંગીમાંથી આવશ્યકનો ઉદ્ધાર કર્યોછે, એમ હોવાથી મલધારી શ્રીમાન્ હેમચન્દ્રસૂરિજીએ અંગબાહ્યની જગ્યા પર આવશ્યકશબ્દથી આવશ્યકનિયુક્તિ લીધી છે. તે નિર્યુક્તિ પ્રથમથી જે અર્થ મુખપાઠે પ્રકીર્ણ તરીકે ચાલ્યો આવતો હતો, તેને ગુંથી ગાથાબદ્ધરૂપે રચવામાં આવી, તે ગ્રંથબંધરૂપે રચનાર શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી હતા, તે નિર્યુક્તિ ઉપર ચૂર્ણિઆદિ ઘણા ગ્રંથો થયા છતાં, તેના વિવેચનની ઘણી જરૂર દેખી શ્રીમાન્ જિનભદ્રગણિક્ષમાશ્રમણજીએ તે આખા આવશ્યકની નિર્યુક્તિમાંથી માત્ર સામાયિકની નિર્યુક્તિ ઉપર ગાથાબંધ ભાષ્યની રચના કરી છે. તે ભાષ્યની પહેલાં આવશ્યક ઉપર ભાષ્યની રચના બીજા બીજા આચાર્યોએ કરેલ હોવાથી, આ ભાષ્યને વિશેષાવશ્યક ભાષ્ય અર્થાત્ આવશ્યક (સામાયિક) ઉપર વિશેષ ભાષ્ય તરીકે ઓળખાવાય છે, આ ભાષ્યમાં ૩૬૦૩ ગાથાઓ છે. આખું ભાષાન્તર સાથે આપતાં ઘણો મોટો ભાગ થઈ જાય તેથી અડધા ભાગ સુધીની ૧૫૪૮ ગાથા સુધીનો આ પ્રથમ ભાગ બહાર પાડ્યો છે. આ ભાગમાં અનુક્રમે સ્થૂલ વિષયો આ પ્રમાણે છે. ૧ ગાથા સુધી ૮. ૮૩૬ ७८ ૯. ૧૦૧૩ ૪૪૩ ૧૦. ઉપોદ્ઘાત મંગલાદિ ૧૦૭૯ ૫૬૬ ૪. શ્રુતજ્ઞાન ૫. અવધિજ્ઞાન ૧૧. ક્ષપક ઉપશમશ્રેણિ વગેરે ૧૪૨૩ ૭૭૮ ૧૨. યોગ્યાયોગ્યપરીક્ષા ૧૪૮૩ ૬. લબ્ધિઓ ८०८ ૧૩. ઉદ્દેશ નિર્દેશ અને નિર્ગમદ્વારો ૧૫૪૮ ૮૨૨ ૭. મન:પર્યવજ્ઞાન આ ભાષાન્તર સમિતિ તરફથીછપાઈને વેચાયલા ગ્રંથોની આવકમાંથી ૧૯૭૮ની રતલામની સભાના ઠરાવથી બહાર પાડવામાં આવ્યુંછે. આ ગ્રંથનું ભાષાન્તર શા. ચુનીલાલ હકમચંદે કર્યુંછે તથા સુધારવાનું કાર્ય સાક્ષર શ્રી કુંવરજી આનંદજી તથા વિદ્યાપ્રેમી મગનલાલ ઉમેદચંદ્રે કરેલછે, માટે તેનો આ સ્થળે આગમોદય સમિતિના સેક્રેટરી મહેસાણા નિવાસી શેઠ વેણીચંદ સુરચંદ દ્વારા આ સમિતિ આભાર માને છે. આગમોદય સમિતિ રતલામ. વિક્રમ સં. ૧૯૭૯ શ્રાવણ સુદિ ૧. ૧. પ્રસ્તાવના ૨. મંગલ ૩. મતિજ્ઞાન Jain Education International કેવલજ્ઞાન ઉપક્રમ નિક્ષેપ અનુગમ નય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy