SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ દુનિયાના વ્યવહારમાં મકાન વગેરે મિલ્કતો વેચાણ કરે, તો પણ દસ્તાવેજ કરી તેનું રજીસ્ટર વગેરે થાય ત્યારે જ પાકા થયા ગણાય છે, તેવી જ રીતે ધર્મમાં પણ ખરેખર સમજવાની જરૂર છે, કે જેટલા પાપોનો પ્રતિબંધ કરવો હોય અથવા જેટલાં પુણ્યના કાર્યોનો નિયમ રાખવો હોય તો તેની પ્રતિજ્ઞા કરવાની જરૂર છે. આવા કારણથી શ્રીજિનેશ્વરમહારાજના શાસનમાં પ્રવેશ કરનાર વૈરાગ્યવાનપુરૂષને સર્વક્રિયાઓમાં તથા શાસ્ત્રોની શરૂઆતમાં પ્રથમ સામાયિક સૂત્ર - કે જે સમ્યગ્દર્શન જ્ઞાન અને સમ્યફચારિત્રના કાર્યો કરવાનો નિયમ તથા પાપકાર્યો નહિ કરવાનો પ્રતિબંધ કરાવે છે, તેજ આપવામાં આવે છે. આપ્યા પછી જ બીજા કોઈ પણ શાસ્ત્રો કે ક્રિયાઓનો આગળ વધારો થઈ શકે છે. આ સામાયિક સૂત્ર તે આવશ્યક સૂત્ર છે ને તે આવશ્યક સૂત્રના છ અધ્યાયનો જે સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન નામે છે; તેમાં આ સામાયિક પ્રથમ અધ્યયન છે. તે સામાયિક વગેરે અધ્યયનવાળું આવશ્યક સૂત્ર ભગવાન્ પાસેથી મળેલ “ઉપ્પન્નઈ વા વિગઈ વા ધુવેઈ વા' એત્રિપદી પામીને રચેલ દ્વાદશાંગમાંથી ગણધરો પૃથક કરે છે અને તેથી જ તે આવશ્યક સૂત્રોને શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ગણધરકૃતિ તરીકે જણાવેલ છે. ખુદ ભાષ્યકાર મહારાજ સામાયિક કોણે કર્યું એ અધિકારમાં જણાવે છે કે “વન તક વદરો nિs Té જો તરસમિUT ૩ નિછનિયરસ તત્તો ગોડ રૂ૩૮રોઅર્થાત્ સામાયિક જે આવશ્યક સૂત્રનો એક પહેલો ભાગ છે, તે અર્થથી શ્રી જિનેન્દ્રભગવાને કહ્યું તથા સૂત્રથી ગણધર મહારાજે કર્યું છે. નિર્યુક્તિકાર શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીજી પણ જોયમમારું સામારિ તુ વિંછારા નિસમિતિ ફરક ગાથાના પૂર્વાર્ધથી સામાયિક અધ્યયન જિનેન્દ્રકથિત તથા ગણધરકૃત જણાવે છે, વળી ભાષ્યકાર નિર્ગમને જણાવતાં નટ પ તો સામાં તરં પામ ૬૮મી ગાથાના ઉત્તરાર્ધથી પણ તેજ વાત જણાવે છે, અને સામાયિક મુજબ જ બીજા અધ્યયનોનો અધિકાર સમજવો, એ માટે તો નિર્યુક્તિકાર મહારાજે સાફ જણાવ્યું છે કે સેવાસુ દોડ પક્ષે નિષ્ણુતા (ર૬૭૪) અર્થાત સામાયિકની જે ઉપોદ્દાત નિર્યુક્તિ છે, તેજ બીજા શાસ્ત્રોના અધ્યયનોની પણ ઉપોદ્ઘાત નિયુક્તિ સમજવી, અને આજ કારણથી ઉતરાધ્યયનમાં આ અધ્યાયનો ક્યાંથી થયાં એ પ્રશ્નના ઉત્તરમાં જિનભાષિત આદિપણું જણાવ્યું, અને દશવૈકાલિકને માટે શથંભવ આચાર્યને કર્તા તરીકે જણાવ્યા. હવે એ સવાલ જરૂર થશે કે અંગપ્રવિષ્ટ ગણધરકૃત છે અને આવશ્યકાદિક વિરકૃત છે એમ શ્રી હરિભદ્રસૂરિજી “શ્નરની” એ નિર્યુક્તિની ગાથાનાવિવેચનમાં કેમ જણાવે છે ? તેના જવાબમાં માલધારિ હેમચંદ્રસૂરિ રચવરારંતુ મનદુસ્થાપાચસ્તવૃત્ત થતમારનિયમિનપ્રવિષ્ટમાર્યમુખ્યત્વે એમ કહીને સ્થવિરકૃત તરીકે તો આવશ્યકનિયુક્તિ જણાવે છે ને મુત્તમપ્રશ્નપૂર્વયં એ વચનથી ખુદ ગણધરકૃત પણ આવશ્યકને અંગબાહ્ય જણાવે છે, અને તેથી શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ રૂછામિ દિવમાં રૂરિયાવદિયા, ચેવમરિ ૩૦ઊંતિ પતિ સૂત્ર Tઘરહિત રૂ૦ મી ગાથાની ટીકાથી ઈરિયાવહિયાદિ પણ ગણધરકૃતજ જણાવે છે. આચારાંગવૃત્તિકાર પણ લોકવિજયઅધ્યયનમાં આવશ્યકશબ્દથી આવશ્યકનિયુક્તિનું ગ્રહણ કરે છે. વળી ઉત્તરાધ્યયન ચૂર્ણિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy