SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મતિજ્ઞાનના પર્યાયો. [૧૯૭ उग्गहणमोग्गहोत्ति य, अविसिट्टमवग्गहो तयं सव्वं । ईहा जं मईचेट्टा, मइवावारो तयं सव् ॥४००। अवगमणमवाउत्ति य, अत्थावगमो तयं हवइ सव्वं । धरणं च धारणंति य, तं सव्वं धरणमत्थस्स ॥४०१॥ ‘ગાથાર્થ - ઇહા-અપોહ-વિમર્શ-માર્ગણા ગવેષણા-સંજ્ઞા-સ્મૃતિ-મતિ-અને-પ્રજ્ઞા એ સર્વ આભિનિબોધિક જ્ઞાન છે. અપોહ તે અપાય છે. સ્મૃતિ તે ધારણા છે, મતિ અને પ્રજ્ઞા એ સર્વ મતિજ્ઞાન જ છે. બાકીના નામો ઇહારૂપ છે. એ સર્વ આભિનિબોધિક જ્ઞાન છે. મતિ-પ્રજ્ઞા-આભિનિબોધિકઅને બુદ્ધિ એ સર્વ વચનપર્યાયો છે, તથા અવગ્રહાદિનામો છે, તે સર્વ અર્થપર્યાયો છે. અથવા ઇહાઅવગ્રહાદિવચન વડે સર્વ આભિનિબોધિક જ્ઞાન ગ્રહણ કરીએ છીએ. કેવળ અર્થવિશેષ પ્રતિ અવગ્રહાદિ ભિન્ન છે. ગ્રહણ કરવું તે અવગ્રહ એમ સામાન્યથી સર્વ અવગ્રહરૂપ જ છે, અને ઈહા જે મતિની ચેષ્ટા છે, તેથી પણ તે સર્વ મતિનો જ વ્યાપાર છે. નિશ્ચય તે અપાય, એથી સર્વ અર્થ નિશ્ચયરૂપ છે. અને ધારી રાખવું તે ધારણા, એથી સર્વ અર્થને ધારણ કરે છે. ૩૯૬ થી ૪૦૧. અન્વય-વ્યતિરેકી પદાર્થોની વિચારણા તે બહા, નિશ્ચય તે અપોહ, ઇહાની પછી અને અપાયની પહેલાં “મસ્તક ખંજવાળવું વિગેરે પુરૂષના ધર્મો અહીં ઘટે છે.” આવો પ્રત્યય તે વિમર્શ, અન્વયધર્મનો વિચાર તે માર્ગણા, વ્યતિરેક ધર્મનો વિચાર તે ગવેષણા, અવગ્રહની પછી થનાર મતિવિશેષ તે સંજ્ઞા, પૂર્વે અનુભવેલા અર્થના આલંબનથી થયેલ પ્રતીતિ તે સ્મૃતિ, અર્થની બોધ થયા છતાં કોઇ વખત સૂક્ષ્મ ધર્મની આલોચના કરવા રૂપ બુદ્ધિ તે મતિ. વિશિષ્ટક્ષયોપશમથી ઘણી વસ્તુ સંબંધી યથાવસ્થિત ધર્મની આલોચના રૂપ મતિ તે પ્રજ્ઞા. એ સર્વ આભિનિબોધિકજ્ઞાનના જુદાં જુદાં નામો છે. કોઇ વખત એમાં કિંચિત ભેદ જણાય છે, તો પણ ખરી રીતે આ સર્વ આભિનિબોધિકજ્ઞાન જ છે. ૩૯૬. . અપોહ એ મતિજ્ઞાનનો ત્રીજો ભેદ નિશ્ચયરૂપ અપાય છે. સ્મૃતિ તે ધારણાનો ભેદ છે. અવયવમાં સમુદાયનો ઉપચાર કરી ધારણા કહેવાય છે. મતિ અને પ્રજ્ઞા પણ મતિજ્ઞાનવિશેષજ છે. એ સિવાય વિમર્શ-માણા ગવેષણા ને સંજ્ઞા એ સર્વ ઇહાની અંતર્ભત છે. કેમ કે તે સર્વનો ઈહામાં જ અન્તર્ભાવ થાય છે. આ સર્વમાં વિશેષ ધર્મથી કોઈ વખત ભેદ જણાય છે, તો પણ સામાન્યધર્મથી તો એ સર્વમાં આભિનિબોધિકજ્ઞાન રૂપ જ છે. એ સર્વમાંથી ઇહા-અપોહ વિગેરે કેટલાક અર્થપર્યાયો છે અને કેટલાક વચનપર્યાયો છે. ૩૯૭. જે શબ્દો વસ્તુને સંપૂર્ણ રીતે પ્રતિપાદન કરતા હોય, તે શબ્દો વસ્તુના વચન પ્રર્યાયો કહેવાય છે, અને જે શબ્દો વસ્તુના એકદેશને કથન કરતા હોય, તે શબ્દો અર્થપર્યાયો કહેવાય છે. મતિપ્રજ્ઞા-આભિનિબોધિક-અને બુદ્ધિ એ ચાર શબ્દો મતિજ્ઞાનના વચનપર્યાયો છે, કેમકે એ શબ્દો સંપૂર્ણ મતિજ્ઞાનનું જ પ્રતિપાદન કરે છે. તથા ઇહા અપોહ વિગેરે જે શબ્દો છે, તે સર્વ અર્થપર્યાયો છે; કેમકે તે શબ્દો મતિજ્ઞાનના એકદેશને જણાવનારા છે. એ બધા અર્થપર્યાયો અને વચનપર્યાયો સામાન્યથી આભિનિબોધિક જ્ઞાન જ અથવા સર્વવસ્તુનું કથન કરનારા શબ્દો તે વચનપર્યાયો, અને તે શબ્દોથી અભિધેય જે અર્થ તેના પોતાના ભેદો (જેમ કે સુવર્ણના કંઠો-બાજુબંધ વિગેરે) તે અર્થપર્યાયો છે. આ વ્યાખ્યાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy