SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ] ભાષાની લોકવ્યાપ્તિનો સમય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પ્રમાણે કેવળીસમઘાતના ક્રમથી સમગ્રલોક ચાર સમયે ભાષાદ્રવ્યવડે પુરાય છે, એમ કેટલાક કહે છે, પણ તે યોગ્ય નથી, એ સંબંધી આગળ વિવેચન કરાશે. વળી કેટલાક કહે છે ત્રણ સમયે સમગ્ર લોકભાષાદ્રવ્યથી પૂરાય છે. ૩૮૩. લોકના મધ્ય ભાગમાં રહેલા કોઇ મહાપ્રયત્નવાનું વક્તાએ મૂકેલાં ભાષાદ્રવ્યો, પ્રથમ સમયેજ છએ દિશામાં જાય છે. કેમકે જીવ અને સૂક્ષ્મપુદ્ગલોની ગતિ શ્રેણિના અનુસારે હોય છે. તે પછી બીજા સમયે છએ દિશામાં ગયેલા દંડરૂપ દ્રવ્યો ચારે દિશામાં શ્રેણિના અનુસાર વાસિતદ્રવ્યોથી ફેલાઇને છ મંથાનરૂપ થાય છે, અને તે પછી ત્રીજા સમયે મન્થાનના આન્તરાં પૂરાવાથી સર્વલોક ભાષાદ્રવ્યથી પૂર્ણ થાય છે. ત્રણ સમયે સર્વ લોક ભાષાદ્રવ્યથી પૂરાય છે એવું તથા સ્વયંભૂરમણસમુદ્રના છેલ્લા છેડાવાલા લો કાન્ત એટલે અલોકની અત્યંત નજીક રહીને બોલનારના અથવા સનાડીની બહાર ચાર દિશામાંથી કોઇપણ દિશામાં રહીને બોલનારના ભાષાદ્રવ્યથી ચાર સમયે સમગ્ર લોકપૂર્ણ થાય છે. ૩૮૪-૩૮૫. ટાસનાડીની બહાર ચાર દિશામાંથી કોઇપણ દિશામાં રહેલા બોલનારાનાં ભાષાદ્રવ્યો પ્રથમ સમયે સનાડીમાં પ્રવેશ કરે છે, અને બાકીના સમયમાં શું થાય છે તે આગળ (૩૯૦ મી) ગાથાના વિવેચનમાં કહેવાશે. અને લોકાંતે પણ ચારે દિશામાંથી કોઈપણ દિશામાં રહેલા બોલનારના ઉદ્ઘ અધોલોકની સ્કૂલનાથી ભાષાનાં દ્રવ્યો પ્રથમ સમયે લોકમળે પ્રવેશ કરે છે. અને બાકીના ત્રણ સમયની ભાવના આગળ કહેવાશે તે પ્રમાણે સમજવી. સનાડીની બહાર કોઇપણ વિદિશામાં રહીને બોલનારના ભાખાદ્રવ્યથી સમગ્ર લોક પૂર્ણ થવામાં પાંચ સમય લાગે છે. પહેલા સમયે વિદિશામાંથી નીકળેલાં ભાષાદ્રવ્યો લોકનાડીની બહાર દિશાઓમાં આવે છે, બીજા સમયે લોકનાડીની મધ્યમાં આવે છે, એ રીતે લોકનાડી અથવા સનાડીમાં પેસતાં બે સમય લાગે છે. બાકીના ત્રણ સમયની ભાવના ચાર સમયે લોકપૂર્ણ થાય છે, તેમાં કહ્યા મુજબ સમજવી. એ રીતે પાંચ સમયે લોક પુરાય છે. ૩૮૬. પ્રશ્ન :- જો એ પ્રમાણે ત્રણ ચાર અને પાંચ સમયે સમગ્ર લોક ભાષાદ્રવ્યથી પૂર્ણ થાય છે તો પછી નિયુક્તિકારમહારાજે માત્ર ચાર સમયેજ સમગ્ર લોક ભાષાદ્રવ્યથી પૂર્ણ થાય છે એમ શાથી કહ્યું ? ૩૮૭. ઉત્તર :- જો મ ત્રાજવાની દાંડીને મધ્યભાગે ગ્રહણ કરવાથી તેના આદ્ય અને અંત બને છેડા ગ્રહણ થઈ જાય છે. તેમ અહીં પણ ચાર સમયરૂપ મધ્યને ગ્રહણ કરવાથી આદ્યન્તવર્તિ ત્રણ અને પાંચ સમયનું ગ્રહણ પણ નિયુક્તિકારે કરેલું છે. કારણકે સૂત્રની પ્રવૃતિ વિચિત્ર પ્રકારની હોય છે. કોઇ સ્થળે સૂત્રમાં દેશ ગ્રહણ થાય છે અને કોઇ સ્થળે સંપૂર્ણ ગ્રહણ થાય છે, વળી કોઇ વખત કારણવશાત્ ક્રમરહિત અને ક્રમસહિત પણ સૂત્રો યોજાય છે. ૩૮૮. ઉદાહરણ તરીકે જેમ ચાર સમયનો વિગ્રહ છતાં ભગવતીસૂત્રના મહાબંધોદેશકમાં ત્રણ સમયનો વિગ્રહ કહ્યો છે; તેમ અહીં પણ ત્રણ તથા પાંચ સમય મૂકીને નિર્યુક્તિકારે ચાર સમયે લોક વ્યાપ્તિ કહી છે. એમાં કાંઈ દોષ નથી. ૩૮૯. હવે ઉપર જે ત્રણ ચાર અને પાંચ સમયે ભાષાદ્રવ્યથી લોકની વ્યાપ્તિ કહી છે, તેનો વિચાર કરીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy