SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી ભાષાની લોકવ્યાપ્તિનો સમય. [૧૯૧ થાય છે. તથા લોકાન્ત રહેલ વક્તાના ભાષાદ્રવ્યવડે ચાર સમયે લોક પૂર્ણ થાય છે, દિશામાં રહેલ વક્તાના ભાષાદ્રવ્યવડે પહેલા સમયે ત્રસનાડીમાં પ્રવેશ થાય છે, અને બાકીના ત્રણ સમયે હવે કહેવાશે તેમ સમજવું. વિદિશામાં રહેલ વક્તાના ભાષાદ્રવ્યથી પાંચ સમયે લોક પૂર્ણ થાય છે. કેમકે તેમને ત્રસનાડીમાં પેસતાં બે સમય લાગે છે. જેમ ત્રાવાના મધ્ય ભાગને ગ્રહણ કરવાથી આદ્યન્ત ભાગ ગ્રહણ થાય છે, તેમ ચાર સમયરૂપ મધ્યને ગ્રહણ કરવાથી આઘન્તવર્તિ ત્રણ અને પાંચ સમય પણ ગ્રહણ થાય છે. કારણ કે સૂત્રની ગતિ વિચિત્ર છે. સૂત્રમાં કોઈક સ્થળે દેશથી ગ્રહણ થાય છે, કોઇક સ્થળે સંપૂર્ણ ગ્રહણ થાય છે અને કોઈ વખત કારણવશાત્ ક્રમરહિત અને ક્રમસહિત પણ સૂત્રો યોજાય છે. જેમ ચાર સમયોનો વિગ્રહ છતાં (ભગવતીજીમાં) મહાબંધોદ્દેશકની અંદર ત્રણ સમયનો વિગ્રહ કહ્યો છે; તેમ અહીં પણ ત્રણ તથા પાંચ સમય મૂકીને ચાર સમયે લોકવ્યાપ્તિ કહી છે. પહેલા અને બીજા સમયે લોકના અસંખ્યાતમાભાગે ભાષાના અસંખ્યાતમો ભાગ હોય છે, તથા બાકીના સમયમાં ભજના હોય છે.૩૭૯ થી ૩૯૦. કોઇકની ભાષાથી ચાર સમયે સંપૂર્ણ લોક વ્યાપ્ત થાય છે, અને લોકના અસંખ્યાતમાભાગે ભાષાનો અસંખ્યાતમો ભાગ હોય છે. ૩૭૯. હૃદયના રોગથી મંદપ્રયત્નવાળો કોઈ વક્તા સંપૂર્ણ એવાં ભાષા દ્રવ્યો ભેદ્યા વગર મૂકે છે, અને તીવ્રપ્રયત્નવાલો કોઇ નીરોગી વક્તા, ગ્રહણ અને ત્યાગના પ્રયત્નવડે ભાષાદ્રવ્યને ભેદીસૂક્ષ્મ ટુકડા કરીને મૂકે છે. ૩૮૦. એકેક ભાષાદ્રવ્યના સ્કંધ છે, તેનો આધારભૂત એવો અસંખ્યયપ્રદેશાત્મક ક્ષેત્રવિભાગ, અવગાહના કહેવાય. એવી અવગાહનાનો સમુદાય એટલે અનન્તભાષાદ્રવ્યના સ્કંધના આધારભૂત ક્ષેત્રવિશેષરૂપ અવગાહનાઓનો સમુદાય, તે અવગાહનાવર્ગણા કહેવાય. એવી અસંખ્યાતી અવગાહનાવર્ગણા ગયા પછી મંદપ્રયત્નવાળા વક્તાએ મૂકેલા ભાષાદ્રવ્યો ભેદાય છે, અને તે પછી સંખ્યાતા યોજના ગયા બાદ એ ભાષાદ્રવ્યમાંથી ભાષાપરિણામ નાશ પામે છે. એ સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રના ભાષાપદની અંદર પણ કહ્યું છે કે- “ગારું મનડું નિસિર, તારું ૩મસંગો વિપ૩ મત્તા મેચમાવM તિ, સંરિત્રગા ગોરપદું અન્ના વિદ્ધસમાચ્છતિ ” જે પુદ્ગલો ભેદાયા વગર નીકળે છે તે અસંખ્યાત અવગાહનાવર્ગણા જઈને ભેદ પામે છે, તથા સંખ્યાતા યોજન જઈને નાશ પામે છે. મહાપ્રયત્નવાળો વક્તા પ્રથમથી જ ભેદીને ભાષાદ્રવ્ય મૂકે છે, તે સૂક્ષ્મ અને ઘણા હોવાથી અનન્તગુણા વધીને છએ દિશાઓમાં લોકાન્તપર્યન્ત જાય છે, અને પરાઘાત દ્વારા વાસનાવિશેષથી, જે દ્રવ્યસમૂહમાં ભાષાપરિણામ ઉત્પન્ન થયો હોય, તેવી ભાષાવડે શેષસમસ્ત લોક ત્રણ ચાર કે પાંચ સમયે પૂર્ણ થાય છે, આ સંબંધમાં કહ્યું છે કે- “ગારું મિનારું રિસરૂ, તારું ૩viતાપરિવુત્રિી પરિવઢમારું નોર્થાતં પુરૂંતિ ” જે દ્રવ્યો ભેદાએલાં નીકળે છે તે અનન્તગણા વધીને લોકાન્તને સ્પર્શે છે. ૩૮૧-૩૮૨. કેવળી સમુદ્યાતની ગતિવડે ચારસમયે સકળલોકપૂર્ણ થાય છે. અર્થાત્ “પહેલા સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મન્થાન, અને ચોથા સમયે સમગ્ર લોક વ્યાપ્ત થાય છે.” એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy