SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮]. ભાષા બોલનાર કાય છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આંગળી વિગેરેની સંયોગ વિયોગરૂપ ક્રિયા, એકઠું કરવું કે છુટું કરવું તે રૂપ ક્રિયા, ઉત્પાદવ્યયરૂપક્રિયા, ઇત્યાદિ અનેક ક્રિયાઓ એક જ સમયની અંદર ઘણે સ્થળે કહી છે. કોઈ વ્યક્તિ ડાબા હાથે ઘંટડી વગાડે, જમણા હાથે ધૂપ ઉખેવે, દષ્ટિવડે જિનેશ્વરની પ્રતિમાદિનું દર્શન કરે, મુખથી ગ્લો કઆદિ બોલે ઇત્યાદિ ઘણી ક્રિયાઓ એક જ સમયમાં સાથે થતી પ્રત્યક્ષ અનુભવાય છે, તો પછી એક સમયમાં ગ્રહણ અને ત્યાગરૂપ બે ક્રિયાઓ સાથે થાય તેમાં કાંઇ દોષ નથી. ૩૭૩. પૂર્વે “કાયયોગવડે ગ્રહણ કરે છે” એમ કહ્યું છે, તે કાયયોગ ઔદારિકઆદિ શરીરના પાંચ ભેદો હોવાથી પાંચ પ્રકારના યોગમાંથી ઔદારિકઆદિ ત્રણ કાયયોગવડે વચનદ્રવ્ય ગ્રહણ થાય છે. કેમકે ઔદારિકઆદિ ત્રણ શરીરોમાં જીવના પ્રદેશો હોય છે, બીજામાં નથી હોતા. કેમકે તૈજસકાર્પણ શરીર આત્મપ્રદેશમાં હોય છે, પણ તેમાં આત્માના પ્રદેશો નથી હોતા. આ કથનથી ભિક્ષુનું પાત્ર” ઇત્યાદિની જેમ જીવ અને તેના પ્રદેશોનો ભેદ ન સમજવો, એટલે કે ભિક્ષુનું પાત્ર જેમ ભિક્ષુથી ભિન્ન છે, તેમ જીવના પ્રદેશો ભિન્ન નથી. વળી આ ઉપરથી “આત્મા પ્રદેશ રહિત છે” એ મતનું પણ ખંડન થયું સમજવું. કેમકે “આત્મા પ્રદેશ રહિત છે” એ કથન બરોબર નથી. જેમ કે પગને તળીએ સંબંધ રાખનારા જીવપ્રદેશોનો મસ્તક સાથે સંબંધ રાખનારા પ્રદેશો સાથે ભેદ છે કે અભેદ છે ? જો ભેદ છે તો જીવ સંપ્રદેશી કેમ ન કહેવાય ? અને જો અભેદ હોય તો શરીરના બધા અવયવો મળી જવા જોઈએ, ઇત્યાદિ તર્ક અનુસાર સમજી લેવું. ઉપરોક્ત જીવપ્રદેશોવડે બોલવાનો અભિપ્રાય વિગેરે સામગ્રી થયેથી ભાષાદ્રવ્યસમૂહ ગ્રહણ કરાય છે, અને તે વડે વક્તા શબ્દ બોલે છે. પણ અપર્યાપ્ત અવસ્થામાં, અથવા બોલવાની ઇચ્છાના અભાવે કોઈ બોલતું નથી. અહીં “વક્તા બોલે છે,’ એ વાક્યથી “જે બોલાતી હોય તે જ ભાષા છે” પણ તેની પહેલા અથવા પછી ભાષા કહેવાય નહિ. એ પ્રમાણે જણાવવા માટે મૂળમાં “માસ મા'ભાષાને બોલે છે એમાં ભાષા શબ્દગ્રહણ કર્યો છે. ૩૭૪. ક્યા ત્રણ પ્રકારના શરીરથી સંબંધવાળા જીવપ્રદેશો વડે ભાષાદ્રવ્ય ગ્રહણ કરીને વક્તા બોલે () ૩રતિય-વેબિય- ૩ર૩ g - મારું सच्चं सच्चामोसं मोसं च असमच्चोसं च ॥३७५।। सच्चा हिया सयामिह, संतो मुणओ गुणा पयत्था वा । तबिवरीआ मोसा, मीसा जा तदुभयसहावा ॥३७६॥ अणाहिक्या जा तीसुवि, सद्दो च्चिय केवलो असुच्चमुसा । एया सभेयलक्खणसोदाहरणा जहा सुत्ते ॥३७७॥ (१०) कईहि समएहिं लोगो, भासाए निरंतरं तु होइ फुडो । નો રસ મા, ઢોરૂ માસા, રૂ૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy