SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સાંતર નિરંતર નિસર્ગ વિચાર. [૧૮૭ છે. માટે જઘન્યથી બે સમયનાં કાળવાળા ગ્રહણ અને ત્યાગ, એ બંનેને ભાષા ન કહેવાય. ગ્રહણમાં ભાષાની યોગ્યતા છે, પરન્તુ “મસિન્ગમા માંસા' એ વ્યુત્પત્તિ ઘટતી ન હોવાથી આગમવિરોધ આવે. ભાષા અને મોક્ષ (ત્યાગ) એક જ હોવા છતાં સ્પષ્ટતા ખાતર અલગ કહ્યાં છે ? એ સર્વનો ઉત્કૃષ્ટકાળ ભિન્ન ભિન્ન અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તેટલા કાળ પછી યોગાન્તર પામે અથવા મૃત્યુ પામે. એ ઉત્કૃષ્ટકાળ પ્રમાણમાં જે મહાપ્રયત્નવાળો હોય તેને નાના અન્તર્મુહૂર્ત જેટલો પ્રમાણકાળ હોય છે, અને જે અલ્પપ્રયત્નવાન હોય તેને મોટા અન્તર્મુહૂર્ત જેટલો પ્રમાણકાળ હોય છે. ૩૭૧-૩૭૨. પ્રથમસમયે કેવળ ભાષાદ્રવ્યનું ગ્રહણ અને છેલ્લાસમયે કેવળ ત્યાગ, એમ આપે કહ્યું તે તો ઠીક છે, પરન્તુ મધ્યના સમયોમાં ગ્રહણ અને ત્યાગ ઉભય કહ્યાં છે, તે યોગ્ય નથી. કેમકે गहण - विसग्गपयत्ता, परोप्परविरोहिणो कहं समए ? | समए दो उवओगा, न होज्ज किरियाण को दोसो ? || ३७३ || (૮) તિવિહામ્મ સરીરમ્મી, ઝીવપસા દૈવંતિ નીવફ્સ | जेहि उगिण्हइ गहणं, तो भासइ भासओ भासं ॥ ३७४ || ગાથાર્થ :- ગ્રહણ અને ત્યાગ રૂપ બન્ને પ્રયત્ન વિરોધી છે, તે એક સમયમાં કેવી રીતે થાય ? ઉત્તર-એક સમયમાં બે ઉપયોગ ન થાય, પણ બે ક્રિયા થવામાં શો દોષ છે ? ત્રણ પ્રકારના શરીરોમાં જીવના પોતાના પ્રદેશો હોય છે, જેથી ભાષાદ્રવ્ય ગ્રહણ કરે છે, અને તેથી વક્તા ભાષા બોલે છે. ૩૭૩-૩૭૪. પ્રશ્ન :- નિરન્તર ગ્રહણ અને ત્યાગ માનવાથી, બીજા સમયોથી આરંભીને, છેક છેલ્લાના પહેલા સમય સુધી, ગ્રહણ અને ત્યાગરૂપ બન્ને પ્રયત્ન દરેકસમય સાથે જ થાય છે. અને તે પ્રયત્નો પરસ્પર વિરોધી હોવાથી એક સમયમાં કેવી રીતે થઇ શકે ? ઉત્તર :- ગ્રહણ અને ત્યાગમાં વિરોધ માનવો એ જ મોટી ભૂલ છે. કેમ કે જે દ્રવ્યોનું ગ્રહણ થાય, તે જ દ્રવ્યોનો તે જ સમયે જો ત્યાગ થતો હોય, તો વિરોધ માની શકાય, પરન્તુ એવું કંઇ થતું નથી. પૂર્વ સમયે ગ્રહણ કરેલા દ્રવ્યોનો પછીના સમયે ત્યાગ થાય છે અને ત્યાં જ નવાદ્રવ્યોનું ગ્રહણ થાય છે. પ્રશ્ન :- પ્રયત્ન ભલે અવિરોધી હો, પણ એક સમયે જેમ બે ઉપયોગ ન હોય તેમ બે ક્રિયા કેમ ? ઉત્તર ઃ- ગ્રહણ, ત્યાગ એ ક્રિયારૂપ હોવાથી એક સમયમાં સાથે થવામાં કંઇ હરકત નથી. કારણ કે- “ગુણવં તો નચિ વો” એકી સાથે બે ઉપયોગ નથી. એ આગમવચનથી એક સમયમાં બે ઉપયોગનો નિષેધ કર્યો છે, પરન્તુ ઘણી ક્રિયાઓનો નિષેધ નથી કર્યો. “શિયસુર્વ ગળતો વધુ તિવિન્દેવિ જ્ઞાસ્મિ' ભંગજાલવાલા શ્રુતને ગણનાર ત્રણે પ્રકારના ધ્યાનમાં વર્તે છે. એ વચનથી મન-વચન-અને કાયાની પ્રવૃત્તિ એક જ સમયે માની છે. વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy