________________
ભાષાંતરી
ચક્ષુરિન્દ્રિયનું વિષય પરિમાણ.
[૧૭૭
नयणिंदियस्स तम्हा, विसयपमाणं जहा सुएऽभिहियं । आउस्सेहपमाणंगुलाणमेगेणऽवि ण जुत्तं ॥३४६।। सुत्तामिप्पाओऽयं, पयासणिज्जे तयं न उ पयासे ।
वक्खाणओ विसेसो, न हि संदेहादलखणया ॥३४७॥ ઉત્કૃષ્ટ દિવસે પુષ્કરવરદ્વીપના અધભાગમાં એકવીસ લાખ યોજનથી અધિક દૂર ઉદય પામેલા સૂર્યને (ત્યાંના) મનુષ્યો જુએ છે, તેથી ઈન્દ્રિયના વિષયનું પરિણામ જે સૂત્રમાં કહ્યું છે, તે આત્માંગુલ-ઉત્સધાંગુલ- કે પ્રમાણાંગુલ, એમના કોઈ પણ અંગુલ વડે યુક્ત નથી. (એમ નહિ કહેવું કારણ કે) લાખ યોજનનું પ્રમાણ પ્રકાશનીય વસ્તુને અંગે છે, પ્રકાશકને અંગે નથી, એવો સૂત્રનો અભિપ્રાય છે. આ તફાવત વ્યાખ્યાનથી સમજવો, પણ સંદેહથી અસમંજસપણું ન માનવું. ૩૪પ-૩૪૭,
પ્રશ્ન :- “હેંતાલીસ હજાર બસો યોજન અને ઉપર સાઠીયા એકવીસ ભાગ, આટલા દૂરથી સૂર્યને કર્ક સંક્રાન્તિમાં અહીંના મનુષ્યો જુએ છે;” તથા પુષ્કરવરદ્વીપના અર્ધ ભાગમાં પૂર્વ-પશ્ચિમે રહેનારા મનુષ્યોની ચક્ષુ ઈન્દ્રિયના વિષયનું પ્રમાણ એકવીસ લાખ ચોત્રીસ હજાર-પાચસોને સાડત્રીસ યોજનનું જાણવું.” કારણ કે આટલા દૂરથી ત્યાંના મનુષ્યો ઉદય પામતા સૂર્યને જુવે છે. તેમ અસ્ત પામતા પણ જાણવું. વળી પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં ચક્ષુ ઈન્દ્રિયના વિષયનું પરિમાણ, અધિક એક લાખ યોજન કહ્યું છે, તે આત્માગુલ ઉત્સધાંગુલ કે પ્રમાણાંગુલનાં કોઈ પણ અંગુલપ્રેમાણથી પુષ્કરાઈ માટે ઘટતું નથી; કેમકે એક લાખ યોજન, પ્રમાણભંગુલ વડે માનીએ, તો પ્રમાણાંગુલ નિષ્પન્ન એકવીસ લાખ યોજન કરતાં એ એક લાખ યોજન એકવીસમા ભાગે હોવાથી મોટું અંતર પડે છે. આમ એક ઠેકાણે અધિક એક લાખ યોજનથી અધિક વિષય કહ્યો અને બીજે સ્થળે એકવીસ લાખ યોજનથી અધિક દૂરથી સૂર્ય દેખાવવાનું જણાવી ચક્ષુ ઈન્દ્રિયના વિષયનું પરિમાણ એકવીસ લાખથી અધિક કહ્યું છે. તેથી સિદ્ધાન્તોન્મ કથનમાં પરસ્પર વિરોધ જણાય છે. ૩૪૫ થી ૩૪૬ .
ઉત્તર :- એક લાખ યોજનથી અધિક ચક્ષુ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ જે સૂત્રમાં કહ્યું છે, તે સ્વયં પ્રકાશ રહિત પર્વતાદિ વસ્તુની અપેક્ષાએ કહ્યું છે, પણ ચંદ્ર-સૂર્ય આદિ સ્વયં પ્રકાશક વસ્તુની અપેક્ષાએ નથી કહ્યું. ઉદાહરણ તરીકે જેમ કોઈ નિર્મળ ચક્ષુવાળો જીવ એક લાખ યોજનથી અધિક દૂર રહેલા પર્વતઆદિને જુએ છે. આ અપેક્ષાએ ચક્ષુના વિષયનું પરિમાણ એક લાખ યોજન અધિક કહ્યું છે; પરંતુ ચંદ્ર-સૂર્ય આદિ પ્રકાશક વસ્તુ માટે એવો નિયમ નથી, એવી વસ્તુઓ તો અધિક દૂરથી પણ જોઈ શકાય. આ પ્રમાણે વ્યાખ્યાનથી ભેદ સમજવો જોઈએ, તે સમજ્યા સિવાય માત્ર ઉભય અધિકાર સાંભળીને સંદેહથી સર્વજ્ઞ પ્રણીત સૂત્રમાં વિરોધ માનવો એ કેવળ અજ્ઞાનતા જ છે. ૩૪૭.
કહ્યું છે કે, જેમ સૂત્રમાં કહ્યું છે તેમજ તે વસ્તુ માત્ર માનવાની હોય અને વિચાર કરવાનો ન હોય, તો આચાર્યોએ શ્રુતની વ્યાખ્યા કરવાનું શું કામ હતું ! અર્થાત્ બીજો અધિકાર સાંભળી તે વિચાર કરવાની જરૂર છે.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org