SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮] શ્રોત્ર આદિ ઈન્દ્રિયોનું વિષય પરિમાણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે ચક્ષુ સિવાયની શેષ ઈન્દ્રિયોના વિષયનું પ્રમાણ કહે છે. बारसहिंतो सोत्तं, सेसाइं नवहिं जोयणेहिंतो। દ્ઘિત્તિ પત્તમત્ય, ત્તા પર ન નિવ્રુતિ રૂ૪૮ दव्याण मंदपरिणामयाए परओ ण इंदियबलं पि । अवरमसंख्नेजंगुलभागाओ नयणवज्जाणं ॥३४९।। संखेज्जइभागाओ नयणस्स, मणस्स न विसयपरिमाणं । पोग्गलमित्तनिबंधाभावाओ केवलस्सेव ॥३५०॥ બાર યોજનથી આવેલા શબ્દને શ્રોત્ર અને નવયોજનથી આવેલા પ્રાપ્ત અર્થને બાકીની (ધ્રાણ વગેરે) ઈન્દ્રિયો ગ્રહણ કરે છે; એ કરતાં વધારે દૂરથી આવેલા અર્થને ગ્રહણ કરતી નથી. દ્રવ્યોના મંદપરિણામપણાથી અને ઈન્દ્રિયોનું તેવું બળ ન હોવાથી વધારે દૂરથી આવેલા શબ્દાદિ અર્થને શ્રોત્રાદિ ઈન્દ્રિયો ગ્રહણ કરતી નથી. ચક્ષુ સિવાયની ઇન્દ્રિયોનું વિષય પરિમાણ જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગનું છે, ચક્ષુના વિષયનું પરિમાણ (જઘન્યથી) અંગુલના સંખ્યાતમા ભાગનું છે, પુદ્ગલ માત્રના નિબંધનના અભાવથી કેવળજ્ઞાનની પેઠે મનના વિષયનું પરિમાણ નથી. ૩૪૮ થી ૩૫૦. મેઘગર્જના વિગેરેનો શબ્દ બાર યોજનથી આવેલ હોય, તો તેને શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે છે, અને શ્રોત્ર સિવાયની શેષ ધ્રાણ-રસ-અને સ્પર્શનેન્દ્રિય વધારેમાં વધારે નવયોજન દૂરથી આવેલા ગંધ-રસ-અને સ્પર્શરૂપ અર્થને ગ્રહણ કરે છે, એ કરતાં વધારે દૂરથી આવેલા હોય તો તેને તે ઈન્દ્રિયો ગ્રહણ કરતી નથી. પ્રશ્ન - મેઘગર્જનાદિનો શબ્દ, તથા વર્ષાઋતુમાં પહેલી વૃષ્ટિ થવાથી દૂરથી આવતો ગંધ ગ્રહણ કરાય છે, એમ અનુભવથી સિદ્ધ થાય છે, પણ રસ અને સ્પર્શ એટલે દૂરથી આવેલા કેવી રીતે ગ્રહણ કરાય ? ઉત્તર :- જેમ દૂરથી આવેલો ગંધ અનુભવાય છે, તેમ એ ગંધવાળા દ્રવ્યનો રસ પણ કોઈકને અનુભવાય છે. ધ્રાણેન્દ્રિય સાથે ગંધનો સંબંધ થાય તે વખતે તેના રસનો પણ રસનેન્દ્રિય સાથે સંબંધ થાય છે; એટલે ઘણા લોકો એમ કહે છે કે – “આ કટુ અથવા તીખી વિગેરે વસ્તુનો ગંધ છે.” આમાં કટુપણું અથવા તીખાપણું એ રસનો જ ધર્મ છે, તેથી જણાય છે કે ગંધ ગ્રહણ થતાં તેના રસનો પણ જીવ્હાની સાથે સંબંધ થવાથી તે પણ અનુભવાય છે. એ જ પ્રમાણે સરોવરસરિતા-કે સમુદ્રાદિ ઉપરથી આવેલા વાયુનો શીતસ્પર્શ પણ અનુભવાય છે. ૩૪૮. ' પ્રશ્ન :- જો બાર કે નવ યોજન દૂરથી આવેલા શબ્દ અને ગંધાદિ જણાય છે, તો પછી બાર યોજન અને નવ યોજન કરતાં વધારે દૂરથી આવેલા શબ્દ અને ગંધ વિગેરે શાથી નથી ગ્રહણ થતા ? ઉત્તર - બાર અને નવ યોજન કરતાં વધારે દૂરથી આવેલા શબ્દ અને ગંધાદિ દ્રવ્યો મંદપરિણામવાળા થઈ જવાથી, શ્રોત્ર તથા પ્રાણાદિ ઇન્દ્રિયોને જ્ઞાન ઉત્પન્ન કરી શકતા નથી, વળી તે ઈન્દ્રિયોની તેવી શક્તિ પણ નથી, કે જેથી તે કરતાં વધારે દૂરથી આવેલા શબ્દાદિને ગ્રહણ કરીને પોતાનું જ્ઞાન ઉત્પન્ન કરે. ઇન્દ્રિયોના વિષયનું એ પરિમાણ વધારેમાં વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy