SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી ઇન્દ્રિયોનું પ્રમાણ આત્માંગુલથી છે. [૧૭૫ અંગુલના ત્રણ પ્રકાર છે. (૧) આત્માગુલ તે તે સમયનાં મનુષ્યનાં પ્રમાણ મુજબનું હોય તે. (૨) ઉત્સધાંગુલ અનુક્રમે શ્લક્ષણ, ગ્લસણિકારૂપ પરમાણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાઝ, લીખ, જા, યવને આઠ ગણાં કરવાથી થાય છે. (૩) પ્રમાણાંગુલ -હજાર ઉત્સધાંગુલથી થાય તે. (સાત હાથની ઊંચાઈવાળાનાં એક હજાર ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ થાય) આત્માં ગુલવડે વસ્તુઓ, ઉત્સધાંગુલવડે શરીર અને પ્રમાણાંગુલવડે પર્વત -પૃથ્વી-વિમાન વિગેરે મપાય છે. ૩૩૬ થી ૩૪૦. नणु भणियमुस्सयंगुलपमाणओ जीवदेहमाणाइ । देहपमाणं चिय, तं न उ इंदिय-विसयपरिमाणं ॥३४१॥ जं तेण पचधणुसयनराइविसयववहारवोच्छेओ । पावइ सहस्सगुणियं, जेण पमाणंगुल तत्तो ॥३४२॥ इंदियमाणेऽवि तयं, भयणिज्जं तिगाउआईणं । રિયામા, સંવવારે વિક્ટોળા ફકરૂા तणुमाणं चिय तेणं, हविज्ज भणियं सुएऽवि तं चेव । एएण देहमाणाई, नारयाईण मिजंति ॥३४४॥ ઉત્સધાંગુલ પ્રમાણથી જીવના દેહનું જ માપ થાય છે પણ ઈન્દ્રિય-અને તેના-વિષયનું પરિમાણ નથી થતું. જો ઉત્સધાંગુલ વડે તે માનીએ તો પાંચસો ધનુષ્યાદિના વિષયના વ્યવહારનો ઉચ્છેદ થાય, કેમ કે પ્રમાણાંગુલ તો તેથી હજારગણું છે. ઈન્દ્રિય પ્રમાણમાં પણ તેની ભજના છે, કેમકે ત્રણ ગાઉ આદિ શરીરપ્રમાણવાળાના જીષ્ઠાદિઈન્દ્રિયોનું માન વ્યવહારમાં વિરોધ પામે. તેથી ઉત્સધાંગુલ વડે શરીરનું માન જ હોવું જોઈએ, સૂત્રમાં પણ એમ જ કહ્યું છે કે – ઉત્સધાંગુલથી નારકાદિના શરીરનું માન જાણવું. ૩૪૧ થી ૩૪૪.. * પ્રશ્ન - અન્યત્ર કહ્યું છે કે નારકી વિગેરેના શરીર આદિનું પ્રમાણ ઉત્સધાંગુલથી જાણવું. એમાં આદિ શબ્દથી ઈન્દ્રિય તથ તેના વિષયનું પ્રમાણ પણ આવી ગયું, એમ બીજા માને છે. કેમકે ઇન્દ્રિયો શરીરમાં જ હોવાથી તેના વિષયનું પરિમાણ પણ ગ્રહણ કરાય છે. એ પ્રમાણે શરીરઈન્દ્રિય-અને તેના વિષયનું પ્રમાણ આત્માગુલથી કહો છો તેનું શું કારણ ? ઉત્તર :- તારું કથન યોગ્ય નથી, કેમ કે અન્યત્ર ઉત્સધાંગુલ વડે માપવાનું કહ્યું છે તે કેવળ દેહનું પ્રમાણ જ સમજવું, તેની સાથે ઈન્દ્રિય અને તેના વિષયનું પરિણામ ઉત્સધાંગુલથી ન સમજવું; કારણ કે તે તો આત્માંગુલથી જ માપવા યોગ્ય છે. ૩૪૧. જો કદી ઉત્સધાંગુલથી ઇન્દ્રિયના વિષયનું પરિમાણ માનવામાં આવે, તો પાંચસો ધનુષ-સાડા ચારશે ધનુષાદિ શરીર પ્રમાણવાળા ભરત સગરાદિ મનુષ્યોનો, શ્રોત્રાદિ ઇન્દ્રિય વડે શબ્દાદિ વિષય ગ્રહણ કરવાનો પ્રસિદ્ધ વ્યવહાર નાશ પામે, કારણ કે ભરતચક્રિના આત્માંગુલરૂપ જે પ્રમાણ અંગુલ, તે ઉત્સધાંગુલથી હજારગુણ કહ્યું છે. વળી ભરતચક્રિ આદિની અયોધ્યા વિગેરે નગરીઓ અને લશ્કરની છાવણીઓ, આત્માગુલ પ્રમાણથી બાર યોજન લાંબી સિદ્ધાંતમાં કહેલ છે, જો તે સર્વની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy