SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) અવગ્રહ આદિનો કાળ. [૧૭૩ હવે અવગ્રહઆદિના કાળનું નિરૂપણ કરે છે. (૪) પાદુ થયં સમાં, ટ્રા-ડવીયા મુહુત્તમંત તું ! कालमसंखं संखं च धारणा होइ नायब्बा ॥३३३॥ अत्थोग्गहो जहन्नो, समयं सेसोग्गहादओ वीसं । अंतोमुहुत्तमेगं तु, वासणा धारणं मोत्तुं ॥३३४॥ सोत्ताईणं पत्ताइविसयया पुबमत्थओ भणिया । इह कंठा सट्ठाणे, भण्णइ विसयप्पमाणं च ॥३३५॥ અવગ્રહનો એક સમય, ઈહા-અપાયનો અન્તર્મુહૂર્ત અને ધારણાનો સંગાતો-અસંખ્યાતો સ્થિતિ કાળ જાણવો. અર્થાવગ્રહ જધન્યથી એક સમય સુધીનો છે અને વાસનારૂપ ધારણા સિવાય બાકીના, અવગ્રહઆદિ દરેક અન્તર્મુહૂર્તના છે. શ્રોત્ર વિગેરેની પ્રાસાદિવિષયતા પૂર્વે અર્થથી કહી છે, હવે અહીં તે મૂળ ગાથાથી કહેવાશે અને તેના વિષયનું પ્રમાણ કહેવાશે. ૩૩૩-૩૩૫. નૈૠયિક અર્થાવગ્રહનો કાળ એક સમયનો જ છે, તથા ઈહા અને અપાયનો કાલ જઘન્યથી, તેમજ ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તનો છે. વ્યંજનાવગ્રહ તથા વ્યવહારિક અર્થાવગ્રહનો કાળ અન્તર્મુહૂર્તનો છે. અવિશ્રુતિ અને સ્મૃતિરૂપ ધારણાનો કાળ અન્તર્મુહૂર્તનો છે, તથા-જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમરૂપ અને સ્મૃતિના બીજરૂપ જે વાસનારૂપધારણા છે, તેનો કાળ સખાતા વર્ષના આયુષ્યવાળાને સંખ્યાતાકાળ સુધીનો છે, અને અસંખ્યાતવર્ષના આયુષવાળાને અસંખ્યાત-કાળ સુધીનો છે. ૩૩૩. પક્ષ માસ-ઋતુ-અયન-સંવત્સરઆદિ કાળની સંખ્યા જેમાં ન હોય, તે પલ્યોપમ આદિ અસંખ્યાતો કાળ કહેવાય છે, અને જેમાં એ પક્ષ-માસઆદિ કાળનું પ્રમાણ હોય તે સંખ્યાનો કાળ કહેવાય છે. અવગ્રહ એટલે અર્થાવગ્રહ સમજવું અને તે નિશ્ચય તથા વ્યવહાર એમ બે પ્રકારનો છે. અહીં ૧૭૮મી ગાથામાં ગણેલી નિયુક્તિની ગાથાનું વ્યાખ્યાન કરતી વખતે ભાષ્યકારે ૨૦૧૪મી ગાથામાં વ્યંજનાવગ્રહનું વ્યાખ્યાન કરતા શ્રોત્રાદિ ઇન્દ્રિયોની પ્રાપ્ત-અપ્રાપ્ત વિષયતા પૂર્વે કહેલી છે. હવે અહીં નિયુક્તિની ગાથાથી નિયુક્તિકાર મહારાજ પોતે તેની પ્રાપ્ત-અપ્રાપ્ત વિષયતા હે છે અને તે સાથે પ્રસંગોપાત સર્વ ઈન્દ્રિયોના વિષયનું પ્રમાણ પણ કહે છે. ૩૩૪-૩૩૫. ઈન્દ્રિયોની પ્રાપ્તાપ્રાપ્તવિષયતા અને તેના વિષયનું પ્રમાણ - (૫) પુદ્દે સુપર સ૬, રુવં પુન પાસ ૩પુદું તુ! गंघं रसं च फासं च, बद्धपुटुं वियागरे ॥३३६॥ पुढे रेणु व तणुम्मि, बद्धमप्पीकयं पएसेहिं । છારું વિય નિહ, સદુવાડું તાડું રૂરૂછો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy